Tag Archives: એકટન

મેચસ્ટીક માર્વેલ – પેટ્રિક એકટન


પેલો ચિત્રકાર જુલીયન બીવર તો આપને યાદ જ હશે. હવે આજે મળીએ પેટ્રિક એકટન ને.

અમેરિકાના આયોવા સ્ટેટ નાં ગ્લેડ્બ્રુક શહેરમાં વસતો અને માર્શલ ટાઉનમાં કેરિયર કાઉન્સેલર તરીકે કામ કરતો પેટ્રિક દિવાસળીઓ માંથી અવનવા મોડેલ્સ બનાવે છે.

નાનપણથી જ પેટ્રિક ને અવનવા પ્રયોગોનો અને અવનવી વસ્તુઓ બનાવવાનો ખુબ શોખ હતો. નાનપણમાં પોતાની સાયકલમાં lawn mower નું એન્જીન લગાવી ને એને  મોટર બાઈકમાં ફેરવી નાખી હતી. એ ઉપરાંત એક ભંગાર ફોર્ડ મોટર ખરીદીને એને પણ ચાલુ કરી હતી.

નાનપણમાં જ ટીવી ઉપર કોઈ વ્યક્તિને દિવાસળીઓ માંથી  મોડેલ્સ બનાવતો જોયેલો એને યાદ રહી ગયો અને વર્ષો પછી ૧૯૭૭ માં  એણે પોતાના મોડેલ્સ બનાવવાનું શરુ કર્યું. અહીં જુઓ એનું બનાવેલું એક મોડેલ.

વધુ માહિતી માટે મેચ સ્ટીક માર્વેલ્સની સાઈટ જોવા અહીં ક્લિક કરો…