Tag Archives: હું

101 Days (101 દિવસો) (101 दिन)


ગઈકાલે બ્લોગને 101 દિવસ પૂરા થયા. એમાં ગૌરવ લેવા જેવું જો કંઈ હોય તો એ જે મિત્રો મળ્યા અને જે તેમના પ્રેમ અને લાગણી મળ્યા તે છે.

101 દિવસનું સરવૈયું-

23 વિભાગોમાં કુલ 145 પોસ્ટ્સ

10720 મુલાકાતીઓ (રોજના સરેરાશ આશરે 106)

807 કોમેન્ટ્સ (અને થોડી સ્પામ કોમેન્ટ્સ અલગ)

મહિનાઓ અને વર્ષો

ઓક્ટોબર 2010  –  1743 Views
નવેમ્બર 2010  –  2906 Views
ડિસેમ્બર 2010  –  3486 Views
જાન્યૂઆરી 2011  –  2591 Views

આભાર

Advertisements

એકડે એક


૧-૧-૧૧ થી શરૂ થતું નવું વર્ષ આવી ગયું. વિદ્વાનો કહે છે કે એકડાઓનું નવું વર્ષ પ્રગતિ લાવશે. સાચે જ આજથી નવેસરથી એકડો ઘુંટવાનો છે મારે..
બધી કડવાશ, ખટાશ, ખારાશ, તીખાશ, તુરાશ નું મીંડુ વાળી દઈને મીઠાશનો એકડો ઘુંટવો છે. મીઠાશ સફળતાની, મીઠાશ પ્રગતિની, મીઠાશ શિક્ષણની, મીઠાશ જાતને જોવાની, મીઠાશ જીવન જીવવાની.

નવું વર્ષ શરૂ થાય ત્યારે મન ઘણા સંકલ્પો કરવા થનગની ઉઠે..
પણ સંકલ્પો નથી કરવા, માત્ર એટલું ધ્યાંન રાખવું છે કે સતત આગળ વધાય. કંઈક નવું કરી શકાય. નવું શીખી શકાય. નવા મિત્રો મળે, નવી સફળતા મળે. નવા નવા એકડા ઘુંટાય.
જીવન ભલે જૂનું રહે જીવનને જોવાની રીત નવી રહે એ જોઈએ.

અને મારા ગુરૂ શ્રી મુર્તઝાભાઈએ એક નવું કાર્ય તો આપ્યું જ છે-બાળક જેવી નિખાલસતાથી પોતાની જાતને જોવાનું, પોતાની જાતને ઓળખવાનું, પોતાની પેશનનું પરીક્ષણ કરવાનું. તમે એ પોસ્ટ ન વાંચી હોય તો અહીં વાંચી લો. માત્ર વેપાર માટે જ નહિ, જીવનને દરેક રીતે ખુશીથી જીવવા માટેની મજાની ટીપ્સ છે.

બસ ત્યારે, જાતને વધુ જાણો, ખુલીને જીવો, નિખાલસતાથી જીવો, આગળ વધો અને જલ્સા કરો-કરાવો.

ઓલ ધ બેસ્ટ.

હેપી ન્યૂ યર.

હું હાજર છું


હા, આજે ડૉક્ટરોની દવાઓ, અમારી પ્રાર્થનાઓ અને મિત્રોની શુભેચ્છાઓનું ફળ દેખાઈ રહ્યું છે. સારા આજે ઉભી થઈને ચાલી શકે છે. ડૉક્ટર કહે છે કે થોડા દિવસમાં બધું સરખું થઈ જશે. હું બ્લોગ પર પાછો આવી ગયો છું અને નવી પોસ્ટ માટેના વિષયની શોધમાં છું. શક્ય તેટલું જલ્દી નવી પોસ્ટ આવી જશે, તો મુલાકાત લેતા રહેજો. 🙂
સારા માટે પ્રાર્થનાઓ કરનાર અને શુભેચ્છા પાઠવનાર બધા બ્લોગમિત્રોના હું અને પૂનમ અત્યંત આભારી છીએ.

દવાખાના, ડૉક્ટર્સ અને દવાઓ


આજનો દિવસ દવાખાના અને ડૉક્ટર્સમાં વીતશે એવું દેખાઈ રહ્યું છે.

પપ્પાનું મોતીયાનું ઓપરેશન છે અને સારાની તબીયત કાલ રાતથી ખૂબ ખરાબ છે. ખૂબ ઉલટીઓ કરે છે અને આજે તેને સેલાઈન ઈન્જેક્ટ કરવું પડશે. 😦

આજે પોસ્ટમાં રજા.

મજાનું લિનક્સ! મજાનો અનુભવ!


મારું લિનક્સ ડેસ્કટોપ

મેં મારા લેપટોપમાં ગઈકાલે લગભગ ૪ વર્ષના ગાળા પછી લિનક્સ ઈન્સ્ટોલ કર્યું. SUSE Open Linux ૧૧.૩ ઈન્સ્ટોલ કર્યું છે. અને અનુભવ મજાનો રહ્યો. આરામથી ૧૦ જ મિનીટમાં ઈન્સ્ટોલેશન પૂરૂં થઈ ગયું. જો કે પછી અપડેટમાં થોડી વાર રાહ જોવી પડી. પણ મજાની વાત એ કે એકપણ એપ્લિકેશન કે ડ્રાયવર ઈન્સ્ટોલ ન કરવા પડ્યા. (મારી પાસે Dell Inspiron Laptop છે.) ઈન્ટરનેટ માટે પણ માત્ર યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા કે તરત કનેક્ટ થઈ ગયું. પછી માત્ર પ્રયોગ ખાતર મારો Nokia N95 Mobile કેબલથી લગાવી જોયો (પીસી સ્યુટ ઈન્સ્ટોલ કર્યા વગર)..

અને અહા! મહા આશ્ચર્ય…

લિનક્સે જાતે જ ફોન ડીટેક્ટ કરી લીધો અને ૫-૧૦ સેકંડમાં જ સિસ્ટમ ટ્રે પાસે મેસેજ દેખાયો. “Mobile Broadband available”. મેં માત્ર ત્યાં રાઈટ ક્લિક કરીને એક્સેસપોઈંટનું નામ આપ્યું અને અત્યારે આ પોસ્ટ હું એ જ કનેક્શન પરથી મૂકી રહ્યો છું. 🙂

હા, લિનક્સ ઝડપભેર વિકસી રહ્યું છે. ખરેખર!

લી. હું જાઉં છું.


હા, હું જાઉં છું.

આજથી ભાવનગરમાં IT Fair શરૂ થાય છે. અને એક મિત્રએ ત્યાં સ્ટોલ રાખ્યો છે. એટલે એને મદદ કરવા જાઉં છું. (ફેરની વિગતો સાંજે પોસ્ટ કરીશ.)

ઉપરાંત આજે મારા વિન્ડોઝને લિનક્સનો પરિચય પણ કરાવવાનો વિચાર છે.

ઉપરોક્ત બે કારણોથી કોમેન્ટ્સ એપ્રુવ કરવામાં વહેલું મોડું થાય તેવી શક્યતા છે. પણ આપ કોમેન્ટ્સ આપવાનું ભૂલશો નહિ.

સાલું અઘરું છે! ;)


થીમ બદલવાનું કેટલું સહેલું છે? ક્લિક કર્યું, થીમ સિલેક્ટ કરી, થોડા વિજેટ આમતેમ કર્યા, પતી ગયું.
પણ હવે આ જૂની પોસ્ટના કલર? એમાં મોટે ઉપાડે પીળા અને કેસરિયા રંગ વાપર્યા હતા. હવે એ રંગો અત્યારની કલરસ્કિમમાં દેખાતાં નથી.

રોજની એક અને ક્યારેક તો બે-ત્રણ પોસ્ટ મુકી-મુકીને પોસ્ટના યે ઢગલા કરી દીધા છે.

હવે બદલો રંગ!

આજે ૪૦ (અંકે ચાલીસ પૂરી) પોસ્ટમાંથી રંગ કાઢીને ડીફોલ્ટ કલર કર્યા. હજી કોને ખબર કેટલું બાકી છે?

હેં ભાઈ, આ કામ માટે કંઈ ઓટોમેશન ન મળે?