Tag Archives: રસ્તો

સાચો જવાબ આપશો?


આ એક સાદો સર્વે છે. સાદો સવાલ છે. 

તમે રસ્તો ક્રોસ કરતી વખતે (ખાસ કરીને દ્વિચક્રી વાહન પર હો ત્યારે) પહેલા કઈ તરફ જૂઓ છો? ડાબી કે જમણી?

સહુ જાણે છે કે “રોકાવ, બન્ને તરફ જૂઓ અને પછી કોઈ વાહન ન આવતું હોવાની ખાતરી કરીને રસ્તો ઓળંગો.” પણ સલામતીના નિયમ અનુસાર શું કરવું જોઈએ એની વાત હું નથી કરતો. ખરેખર તમે પહેલા કઈ તરફ(ડાબી કે જમણી) જૂઓ છો એ પ્રશ્ન છે. કૃપા કરીને પ્રમાણિકતાથી સાચો જ જવાબ આપશો.

નોંધ – જોવું પડે છે અને જોવું જોઈએ જેવી વાતો મેં પૂછી જ નથી. મેં સ્પષ્ટ લખ્યું જ છે કે તમારી પહેલી નજર કઈ બાજુ પડે છે તે પ્રમાણિકતાથી જણાવો. સભાન બન્યા પછી બધા જ સ્વાભાવિક છે કે જમણે જ જૂએ. પણ પહેલવહેલી નજર ક્યાં પડે છે તે (જરૂર પડે તો ચકાસીને) જણાવવા કૃપા કરો. 🙂

Advertisements

ઝેબ્રા ક્રોસીંગ્સ


અવનવા “ઝેબ્રા” ક્રોસીંગ્સ

રસ્તો ક્રોસ કરવા માટે ચાર રસ્તા આગળ દોરવામાં આવેલ ચટ્ટાપટ્ટા કે જેને આપણે ઝેબ્રાક્રોસીંગ કહીએ છીએ તે આમ તો સીધા સાદા પટ્ટા જ હોય છે – પણ બધે નહિ. અનેક જગ્યાઓએ તેની ડીઝાઈન વૈવિધ્યસભર હોય છે. એનો હેતુ જાહેરાત અથવા સુશોભનનો હોય છે. માણો એવી કેટલીક ડીઝાઈન્સ.

પિયાનો ક્રોસીંગ

ઓસ્ટ્રીયાના શાલ્ઝબર્ગ શહેરની શાલ્ઝબર્ગ સ્કુલ ઓફ મ્યૂઝિકની જાહેરાત માટે ક્રોસીંગને પિયાનોની કી ના આકારમાં ચિતરાયા છે, એટલું જ નહિ, ત્યાં ટ્રાફીક સીગ્નલની સાથે સેન્સર પણ મૂકેલા છે જેના દ્વારા જ્યારે લોકો રસ્તો ક્રોસ કરે ત્યારે પિયાનોનું સંગીત પણ વાગે છે.

કોમ્બક્રોસીંગ

હેરકટીંગ સલૂનની જાહેરાત માટે નજીકના ચારરસ્તાના ક્રોસીંગને દાંતીયાના આકારમાં ચિતર્યું છે.

બાર કોડ ક્રોસીંગ

બ્રાઝીલના એક મોલની જાહેરાત માટે ક્રોસીંગને બારકોડ જેવું સ્વરૂપ આપાયું છે.

એડ્રીયાનો ડીઝાઈન

ઈટાલીના એડ્રીયાનો નામના આર્કીટેક્ટ ભાઈઓએ પોતાના ડીઝાઈન પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવા માટે આવા વિવિધ ડીઝાઈનના ક્રોસીંગ બનાવ્યા છે.

ઝેબ્રા ક્રોસીંગ

ખરેખર ઝેબ્રાના શરીર પરના ચટ્ટાપટ્ટા જેવી ડીઝાઈનનું આ ક્રોસીંગ મુંબઈમાં દક્ષિણ આફ્રિકા ટુરીઝમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

મી.ક્લીન ક્રોસીંગ

જર્મનીની કંપની મી.ક્લીન દ્વારા પોતાના ક્લીનીંગ મટીરીયલના માર્કેટીંગ માટે બનાવાયેલી ડીઝાઈન. સંદેશો તો “clean” છે જ.

રોડ્સવર્થની ડીઝાઈન્સ

કેનેડાના શેરી અને રસ્તા પર ચિત્રો કરનાર કલાકાર પી.ગીબ્સન કે જે રોડ્સવર્થના નામે જાણીતો છે, તેના દ્વારા બનાવાયેલી ડીઝાઈન્સ.

સાચું છતા ખોટું…(કે સાચું?)


જે કહો તે, પણ છે જક્કાસ!

સોની લેપટોપ.

સોની ના લેપટોપની આ જાહેરાત તો પરિચિત લાગશે. પણ એની વિશેષતા કદાચ બધાને નહિ ખબર હોય. એની speciality  એ છે કે અહીં દેખાતું લેપટોપ અસલી તો નથી જ, પણ મોડેલ પણ નથી. તે છે રસ્તા પર ચાક દ્વારા બનાવેલું માત્ર એક ચિત્ર. પણ એવી સુંદર રીતે બનાવાયું છે કે અસલ લાગે.

ઈંગ્લેન્ડનો જૂલીયન બીવર એ આર્ટની ભાષામાં કહીએ તો, “ટ્રોમ્પે લ’ઓઈલ” કહેવાતી શૈલીમાં રસ્તા ઉપર ચોક દ્વારા બનાવેલા અદભૂત ચિત્રો માટે જાણીતો છે. “ટ્રોમ્પે લ’ઓઈલ” એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે “આંખને છેતરવી”. નામ મુજબ જ આ ચિત્રો અમૂક ખાસ એંગલથી જોઈએ ત્યારે થ્રી-ડાયમેન્શનલ લાગે છે.

આ ચિત્રોમાં તે એનેમોર્ફોસીસ કહેવાતી ટેકનીક વાપરે છે, જેમાં ચિત્રો જોવા માટે અમૂક ખાસ એંગલથી જોવાની જરૂર પડે છે.

જૂલીયનભાઈ એક ફ્રીલાન્સર (પોતાની મરજીપૂર્વક કામ કરતા) આર્ટીસ્ટ છે. તેઓ અનેક કંપનીઓની જાહેરાત માટેના ભીંતચિત્રો અને ઓઈલ પેઈંટીંગ્સ પણ બનાવે છે.તેઓ અનેક દેશોમાં પેઈંટીંગ્સ બનાવી ચૂક્યા છે. તેમણે તેમના ચિત્રોનું એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું છે.

આ રહ્યા થોડા વધુ નમૂનાઓ.. જૂલીયનની વેબસાઈટ પર આવા વધુ ચિત્રો માણવા અહીં ક્લીક કરો.

અહીં દેખાતું પાણી, ગટર, પાઈપ સુદ્ધાં ચિતરેલા છે.

આર્ટીસ્ટ પોતે, પોતાની સાથે..

સરપ્રાઈઝ..

(આર્ટીસ્ટ અંગેની માહિતી વીકીપીડીયા પરથી લીધી છે. જૂલીયનની  સાઈટ ઉપર તો એણે પોતાનું નામ પણ માંડ લખ્યું છે. મેં પહેલા લખ્યું હતું કે એ સાઈટ ઉપર કોપીરાઈટ નો ઉલ્લેખ નથી, પણ પછી શ્રી વિનયભાઈ ખત્રીએ ધ્યાન દોર્યું  અનેજણાયું કે જુલીયન બીવર ની
સાઈટ પર કોપીરાઈટનો સિમ્બોલ છે. આ રીત નો..

છેલ્લે એક પ્રશ્ન..

કેવીક લાગી પોસ્ટ? યાર, કંઈક કોમેન્ટું-બોમેન્ટું લખો તો મને ય ઉત્સાહ ચડે.  ન ગમે તો ધોઈ નાખો, પણ કાંક લખો પ્લીઝ.