Tag Archives: મોબાઈલ

વાહ ભાઈ વાહ..


મારા એન્ડ્રોઈડ ટેબ્લેટમાં આજે બે વસ્તુ મળી..
૧. WordPress application. જેના દ્વારા આ પોસ્ટ “ઠપકારી” અને મૂર્તઝાભાઈનું બારણું પણ ખખડાવ્યું.
૨.multilang key board જેનાથી માતાના વ્હાલ સમી માતૃભાષા મોબાઈલમાં મળી.

આઈ સે.. વાહ ભાઈ વાહ.  અને તમે?

Advertisements

ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ અકસ્માત નિવારે છે.


આ આશ્ચર્યજનક વાત હું નથી કહેતો. “મીડ-ડે”નો આ અહેવાલ કહે છે.

કેલીફોર્નીયાની એક મોબાઈલ કંપનીના ડેટા પર યુનિવર્સીટી ઓફ શિકાગો અને લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સે અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. તેમણે વાતચીત દરમ્યાન બદલાતા રહેતા ટાવર ઉપરથી વાહનની ગતિશીલતાનો અંદાજ લગાવ્યો અને એ જ સમયે એ વિસ્તારમાં થતા અકસ્માતોની સંખ્યા અંગે તપાસ કરી. પણ અકસ્માતો અને હરતા-ફરતા ફોનના વધારા વચ્ચે કંઈ ખાસ સંબંધ જણાયો નહિ.

સંશોધકોએ મોબાઈલ ફોનના ઉપયોગ છતાં અકસ્માતો ન વધવાના કારણો અંદાજ્યા છે તે મુજબ..

  • લોકો મોબાઈલ પર વાત કરતા અન્ય રાહદારીઓ અંગે વધુ સાવધાન રહે છે.
  • જે લોકો બેદરકાર છે તેઓ પોતે ધ્યાન નથી આપતા પણ તેમના હાથમાં મોબાઈલ જોઈને અન્ય લોકો સાવધ થઈ જાય છે. (આવું મે પણ જોયું છે. જ્યારે કોઈક ભાયડો હંસ જેવી વાંકી ડોકમાં મોબાઈલ પકડીને હાલ્યો આવતો હોય ત્યારે હું રસ્તો આપી જ દઉં છું.)
  • લોકો મોબાઈલ વાપરવાની બેદરકારી રાખે છે પણ સાથે સાથે ડ્રાઈવીંગમાં વધુ સાવધાન રહીને તે બેદરકારીની ખોટ પૂરી દે છે.

મજાનું લિનક્સ! મજાનો અનુભવ!


મારું લિનક્સ ડેસ્કટોપ

મેં મારા લેપટોપમાં ગઈકાલે લગભગ ૪ વર્ષના ગાળા પછી લિનક્સ ઈન્સ્ટોલ કર્યું. SUSE Open Linux ૧૧.૩ ઈન્સ્ટોલ કર્યું છે. અને અનુભવ મજાનો રહ્યો. આરામથી ૧૦ જ મિનીટમાં ઈન્સ્ટોલેશન પૂરૂં થઈ ગયું. જો કે પછી અપડેટમાં થોડી વાર રાહ જોવી પડી. પણ મજાની વાત એ કે એકપણ એપ્લિકેશન કે ડ્રાયવર ઈન્સ્ટોલ ન કરવા પડ્યા. (મારી પાસે Dell Inspiron Laptop છે.) ઈન્ટરનેટ માટે પણ માત્ર યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા કે તરત કનેક્ટ થઈ ગયું. પછી માત્ર પ્રયોગ ખાતર મારો Nokia N95 Mobile કેબલથી લગાવી જોયો (પીસી સ્યુટ ઈન્સ્ટોલ કર્યા વગર)..

અને અહા! મહા આશ્ચર્ય…

લિનક્સે જાતે જ ફોન ડીટેક્ટ કરી લીધો અને ૫-૧૦ સેકંડમાં જ સિસ્ટમ ટ્રે પાસે મેસેજ દેખાયો. “Mobile Broadband available”. મેં માત્ર ત્યાં રાઈટ ક્લિક કરીને એક્સેસપોઈંટનું નામ આપ્યું અને અત્યારે આ પોસ્ટ હું એ જ કનેક્શન પરથી મૂકી રહ્યો છું. 🙂

હા, લિનક્સ ઝડપભેર વિકસી રહ્યું છે. ખરેખર!

અંતે મેં મોબાઈલ બદલ્યો.


ના. નવો નથી લીધો.

પહેલા હું નોકીઆ N95 હેન્ડસેટ વાપરતો હતો. આમ તો બધી જ રીતે સરસ. પણ “ઓન ધ ગો ઓફીસ એપ્લિકેશન્સ” મર્યાદીત હતી એટલે પછી મેં htc touch pro લીધો. windows mobile, touch screen અને વિશાળ એપ્લિકેશન્સની શ્રેણીને લીધે મને એ પસંદ હતો. (જેમને રસ હોય તેઓ N95 અને Touch Proની સરખામણી માટે અહીં ક્લીક કરી શકે છે.)

હતા ત્યાં ને ત્યાં 🙂

પણ હમણા BSNL ની 3G સર્વિસ લોન્ચ થઈ અને મેં એ કાર્ડ લીધું. અને મારા આઘાત વચ્ચે htc માં 3G કનેક્ટીવીટી નથી. કંપની સાથેના મેઈલ-વ્યવહારથી એ વાત સ્પષ્ટ થઈ. ઘણા દિવસ “મનોમંથનમાં” વિતાવ્યા પછી અંતે મેં નક્કી કર્યું કે નવો 3G હેન્ડસેટ લઈ શકાય તેવું નથી. 😦 એટલે સાચવીને રાખેલો N95 પાછો કાઢ્યો અને ફર્મવેર અપગ્રેડ કરીને વાપરવાનું શરૂ કર્યું. જો કે એના યે ફાયદા તો છે. એક તો 5 MP કેમેરા (પાવરફૂલ ફ્લેશ સાથે). બીજું વીડીયો રીંગટોન્સ અને એકદમ સૂપરકુલ મ્યુઝિક પ્લેયર. વળી મારા DELL ના બ્લૂટૂથ હેડસેટ સાથે પણ તે કમ્પેટીબલ છે.

સૌ સારું જેનું છેવટ સારું?