Tag Archives: બ્લોગર

101 Days (101 દિવસો) (101 दिन)


ગઈકાલે બ્લોગને 101 દિવસ પૂરા થયા. એમાં ગૌરવ લેવા જેવું જો કંઈ હોય તો એ જે મિત્રો મળ્યા અને જે તેમના પ્રેમ અને લાગણી મળ્યા તે છે.

101 દિવસનું સરવૈયું-

23 વિભાગોમાં કુલ 145 પોસ્ટ્સ

10720 મુલાકાતીઓ (રોજના સરેરાશ આશરે 106)

807 કોમેન્ટ્સ (અને થોડી સ્પામ કોમેન્ટ્સ અલગ)

મહિનાઓ અને વર્ષો

ઓક્ટોબર 2010  –  1743 Views
નવેમ્બર 2010  –  2906 Views
ડિસેમ્બર 2010  –  3486 Views
જાન્યૂઆરી 2011  –  2591 Views

આભાર

Advertisements

Re: ગોફણ, ઠળિયા…


મારી આજની પોસ્ટ કદાચ થોડી કડવી થઇ ગઈ છે. અને આદરણીય પારુબહેને તો મને “વિવેક” વિષે એક લીંક પણ આપી છે. મીઠી, યોગ્ય ટકોર શિરોમાન્ય છે અને એ બદલ એમનો આભારી છું જ. પણ થોડો ખુલાસો કરવો જોઈએ એવું લાગે છે જેથી વસ્તુ સ્થિતિ એકતરફી ન બની જાય.

પારુબહેનનું કાવ્ય ખુબ સરસ છે. પરંતુ નીચેની પંક્તિઓ પણ તેમાં છે જ..
ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા,  વિવેકનું પ્રમાણ છે!
જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે.

મેં ક્યારેય કોઈના બ્લોગ પર અણછાજતી કોમેન્ટ્સ કરી હોય તો હું ચોક્કસ લાખવાર ક્ષમા માગવા તૈયાર છું. પણ કારણ વગર, માત્ર હું કોઈનો સંબંધી છું એટલે, કે મેં ક્યારેક કોઈની નમ્ર શબ્દોમાં તરફેણ કરી એટલે મારી મજાક કરવાના હીન પ્રયાસ એ શું અવિવેક નથી? ને મારી પોસ્ટમાં શું ખોટું હતું કે એની પેરોડી થાય? અરે ભાઈ, જેણે ધ્યાનથી મારી બધી પોસ્ટ વાંચી હશે એ જ એની મજાક ઉડાવી શકે છે ને? જેને મારી રીત ન ગમતી હોય એ મારી પોસ્ટ ન વાંચે. બાકી માત્ર ઉંમર મોટી હોય એટલે ગમે તેને આડે હાથે લેવાનો હક મળી નથી જતો.
હું મારું કામ કરું છું અને ઘણા મિત્રોને મારી અંગત બાબતોમાં રસ હોય છે એટલે એમને જણાવું છું.

બાકી હા, આને લડાઈ ગણીને હું મંડ્યો નહિ રહું. આ તો માત્ર જણાવવાનું છે કે કટાક્ષ, સર્જન, બુદ્ધિ વગેરે કોઈના બાપના ન હોય. ચાબખા મારવા માટે સર્જક હોવું જરૂરી નથી.

મારી જૂની બધી પોસ્ટ વાંચશો, તો પણ ખ્યાલ આવશે કે મેં અવાર નવાર બ્લોગ્સ પર અવિવેક નો વિરોધ કર્યો છે. વારંવાર કહ્યું છે કે આખા ૩૦૦-૪૦૦ એક્ટીવ બ્લોગર્સ માંડ છીએ. આપણે. શા માટે લડીએ? અરે ભૂતકાળમાં મારી જે પોસ્ટ પર વિવાદ જાગ્યા એ પોસ્ટ્સ પણ મેં હટાવી લીધી હતી અથવા પ્રાઇવેટ કરી નાખી હતી. માત્ર વિવાદ ટાળવા. ઝગડવું એ મારો સ્વભાવ નથી. એ માટે મારી પાસે સમય કે શક્તિ પણ નથી. ઘણા વખત થી જે બ્લોગર્સ ને મારું વલણ પસંદ ન હોય તેમના બ્લોગ પર વખાણ સિવાયની કોમેન્ટ કરવાનું, અરે જ્યાં એમની કોમેન્ટ હોય ત્યાં મારો પ્રતિભાવ આપવાનું પણ ટાળ્યું છે.

અને વિરોધી સુરની કોમેન્ટ કરનારા જેમને “લબાડ”, “ડખ્ખાબાજ” અને “લલ્લુઓ” લાગતા હોય તેમને “મોડરેશન” વિષે ખબર નથી? પહેલા નીખાલસતાનો દંભ કરવા બધી કોમેન્ટ અપૃવ કરવી અને પછી લાગે કે આ તો સાલું આપણી વિરુદ્ધ ચાલ્યું એટલે કોમેન્ટ્સ ડીલીટ કરવી? એ તો ઠીક, એમના અધિકારની જ વાત છે. પણ કોમેન્ટ્સ ડીલીટ કરો, બ્લોગરને બ્લોક કરો એ પુરતું નથી? પછી ભાંડવાનાં શા માટે? ખરેખર તો આ બધી લોકપ્રિય રહેવાની તરકીબો લાગે છે. વળી, નેટ એ ખુલ્લું માધ્યમ છે. અહી વારંવાર “અપમાનિત થઇ જનારા” અને “ઘવાઈ જનારા”નું શું કામ? એવું જ હોય તો બ્લોગને બદલે એકાદું પ્રાઈવેટ ગ્રુપ બનાવો. વધુ મજા આવશે. બાકી માત્ર ઉંમરના આધારે માન મેળવવાનું હોય તો ગોળી વાગે એ માન ને. માન તો વાણી, વર્તન અને વિચારો ને લઈને મળે. એ આપમેળે મળે. માગવાથી ભીખ મળે, સહાનુભુતિ મળે, દયા મળે, પણ પ્રેમ, લાગણી અને સન્માન તો વ્યક્તિત્વ, વાણી, વિચાર, વર્તન ને આધારે જ મળી શકે.

જો કે હા, હું પારુબહેન અને એમના જેવા બીજા સર્વ પ્રેમાળ વાચકોને નિશ્ચિંત રહેવા જણાવું છું કે એમને આવી “ગંદી”, “રાજકારણી” પોસ્ટ અહી આગળ જતા નહિ મળે. મારું કામ લખવાનું છે અને એક મુલાકાતી પણ જ્યાં સુધી “કનકવો”ની મુલાકાત લેતો રહેશે ત્યાં સુધી હું યથાશક્તિ લખીશ.

અસ્તુ.

ક્ષમાપ્રાર્થના સહ,

જય ત્રિવેદી

વીતેલા વર્ષમાં “કનકવો”


૨૦૧૦ના ઓક્ટોબર માસમાં બ્લોગીંગ શરૂ કર્યા પછી, વાચકોના ખૂબ પ્રોત્સાહન અને સહકાર દ્વારા “કનકવો” ઉંચે ઉંચે ઉડતો ગયો છે. વર્ડપ્રેસના સ્ટેટીસ્ટીક્સના મને ઈમેલમાં મળેલ રિપોર્ટ મુજબ…

Healthy blog!

બ્લોગની તબીયત

Featured image

૨૦૧૦માં બ્લોગને લગભગ ૭૯૦૦ ક્લીક મળી. (ઈમેલમાં જણાવ્યા મુજબ લગભગ ૧૯ બોઈંગ ૭૪૭ વિમાનની પેસેન્જર સંખ્યા જેટલી.)

ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના અઢી મહિના દરમ્યાન ૧૧૯ નવી પોસ્ટ મૂકી શકાઈ.

તા.૨૯ ઓક્ટોબર,૨૦૧૦ ના દિવસે સૌથી વધુ-૩૨૬ ક્લિક્સ મળી.એ દિવસે મૂકાયેલી પોસ્ટ હતી નાના મોઢે મોટી વાત...

લોકોને સૌથી વધુ ગમેલા ટોપિક્સ હતા, રમૂજો, ગણિતગમ્મત અને કહેવતો. લોકપ્રિય કેટેગરી રહી, “ચબરાકીયાં”.

અને આ બધાનો જવાબ આપવા માટે મારી પાસે આટલા જ શબ્દો છે – આપનો અત્યંત આભાર.

સાલું અઘરું છે! ;)


થીમ બદલવાનું કેટલું સહેલું છે? ક્લિક કર્યું, થીમ સિલેક્ટ કરી, થોડા વિજેટ આમતેમ કર્યા, પતી ગયું.
પણ હવે આ જૂની પોસ્ટના કલર? એમાં મોટે ઉપાડે પીળા અને કેસરિયા રંગ વાપર્યા હતા. હવે એ રંગો અત્યારની કલરસ્કિમમાં દેખાતાં નથી.

રોજની એક અને ક્યારેક તો બે-ત્રણ પોસ્ટ મુકી-મુકીને પોસ્ટના યે ઢગલા કરી દીધા છે.

હવે બદલો રંગ!

આજે ૪૦ (અંકે ચાલીસ પૂરી) પોસ્ટમાંથી રંગ કાઢીને ડીફોલ્ટ કલર કર્યા. હજી કોને ખબર કેટલું બાકી છે?

હેં ભાઈ, આ કામ માટે કંઈ ઓટોમેશન ન મળે?

ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર


આજે “ગુજરાતી સંસાર” વાળા મયુરભાઈ ની નવી સેવાની પોસ્ટ વાંચતો હતો ત્યારે કોમેન્ટ્સ માં તેમને પડતી ટાઈપીંગ મુશ્કેલી અંગે જાણ્યું. અને આ મુશ્કેલી ઘણા જ બ્લોગર્સ ને રહે છે. (ટ્રાન્સલીટરેશન વાપરનારાઓ ને તો નહિ, પણ વિન્ડોઝ નું નેટીવ યુનીકોડ વાળું કીબોર્ડ વાપરનારાઓને) એટલે આ ટાઈપીંગ ટ્યુટર યાદ આવ્યું. હિન્દી અને ગુજરાતી ટાઈપીંગ ની પદ્ધતિસર પ્રેક્ટીસ માટે તે ઉપયોગી છે. નીચેની લીંક પરથી આ “આસાન ટાઈપીંગ ટ્યુટર” ફ્રી ડાઉનલોડ કરી શકાશે.

http://download.cnet.com/aasaan-hindi-typing-tutor/3000-2051_4-10845175.html

આ માહિતી મેં ગુજરાતી સંસાર પર તો કોમેન્ટ માં મૂકી જ છે પણ બધાને ઉપયોગી છે તેમ લાગતા અહી પણ શેર કરી. આશા છે કામ લાગશે.

આભાર વાચકોનો..


આજે એક વધુ આનંદનો અવસર છે “કનકવો” માટે…

કનકવો..ગઈકાલે (તા.૦૪-૧૨-૨૦૧૦) મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૫૦૦૦ નો આંક પાર કરી ગઈ. (હવે મને અભિનંદન આપો, હર્ષદ/માધવભાઈ :))
૧૩ ઓક્ટોબરે મેં મારી પ્રથમ પોસ્ટ (સ્વાગતમ્) મૂકી હતી. ત્યારથી ગઈકાલ સુધીના ૫૪ દિવસોમાં 5135 મુલાકાતીઓ પધાર્યા છે. (એટલે કે દિવસના સરેરાશ 95) અને અવારનવાર મારી પોસ્ટને ટોપ પોસ્ટ્સના લીસ્ટમાં પણ જોઈ શક્યો છું તે માટે હું આપ સૌનો આભારી છું.

ફરી ફરી વિનંતી કે આવતા રહેશો અને આપના કિંમતી પ્રતિભાવો અને સૂચનો આપતા રહેશો. સૂચનો અને ટીકાઓ હંમેશા પ્રગતિ તરફ લઈ જાય છે એટલે મને પ્રિય છે.

જય

બ્લોગને લોકપ્રિય બનાવવા શું કરશો?


શું કરવું?

મહેરબાની કરીને હસવામાં ન કાઢતા. આજે આમ તો બીજી એક પોસ્ટ મૂકવી હતી પણ એ પહેલા મારી આદત મુજબ વિવિધ બ્લોગ પર આંટા મારતો હતો અને જે-તે બ્લોગ પર મૂકાયેલી કોમેન્ટ્સ જોતો હતો. સાથે સાથે ઘણાખરા બ્લોગ પર મૂકાયેલી ટોપ પોસ્ટની યાદી જોતા વિચાર આવ્યો કે ખરેખર લોકોને શુ ગમે છે તે કેમ જાણવું? અર્થાત્, બ્લોગને લોકપ્રિય કેમ બનાવાય? એટલે થયું કે આનો સર્વે કરી જોઉં.

તો પ્લીઝ, અહીં આપનો કિંમતી અભિપ્રાય આપો. આપની દ્રષ્ટિએ બ્લોગ ઉપર વધુ ક્લિક્સ અને કોમેન્ટ્સ મળે તે માટે શું કરવું જોઈએ? અને માત્ર ગંભીરતાથી જવાબ આપવા ફરજીયાત નથી. આપ આપના અભિપ્રાય, સૂચન, મજાક, ટોળ, તીર, તુક્કા કંઈ પણ આપી શકો છો.

રાહ જોઉં છું આપની કોમેન્ટ્સની…

(નોંધ: આ પોસ્ટનો હેતુ કોઈ ચોક્કસ બ્લોગ કે બ્લોગરનો વિરોધ કરવાનો નથી..કૃપા કરી (પોતાની સિવાયના)અંગત ઉલ્લેખો ટાળશો.)