Tag Archives: પોસ્ટ

વાહ ભાઈ વાહ..


મારા એન્ડ્રોઈડ ટેબ્લેટમાં આજે બે વસ્તુ મળી..
૧. WordPress application. જેના દ્વારા આ પોસ્ટ “ઠપકારી” અને મૂર્તઝાભાઈનું બારણું પણ ખખડાવ્યું.
૨.multilang key board જેનાથી માતાના વ્હાલ સમી માતૃભાષા મોબાઈલમાં મળી.

આઈ સે.. વાહ ભાઈ વાહ.  અને તમે?

Advertisements

હું હાજર છું


હા, આજે ડૉક્ટરોની દવાઓ, અમારી પ્રાર્થનાઓ અને મિત્રોની શુભેચ્છાઓનું ફળ દેખાઈ રહ્યું છે. સારા આજે ઉભી થઈને ચાલી શકે છે. ડૉક્ટર કહે છે કે થોડા દિવસમાં બધું સરખું થઈ જશે. હું બ્લોગ પર પાછો આવી ગયો છું અને નવી પોસ્ટ માટેના વિષયની શોધમાં છું. શક્ય તેટલું જલ્દી નવી પોસ્ટ આવી જશે, તો મુલાકાત લેતા રહેજો. 🙂
સારા માટે પ્રાર્થનાઓ કરનાર અને શુભેચ્છા પાઠવનાર બધા બ્લોગમિત્રોના હું અને પૂનમ અત્યંત આભારી છીએ.

બે હજાર શબ્દોની પોસ્ટ


આ પોસ્ટ મારા બ્લોગ પરની લાંબામાં લાંબી પોસ્ટ્સમાંની એક છે.

બે હજાર શબ્દોથી યે વધુ લાંબી.

કારણકે અહીં મેં બે ચિત્રો મુક્યા છે અને એક ચીની કહેવત છે કે “એક ચિત્ર એક હજાર શબ્દો કરતાં બહેતર છે.” 😉

બન્ને ચિત્રો પાછા ખરેખર બોલકાં છે. એક તો આપ સૌ જેને ઓળખતા હશો તે “સારા” છે. બીજો ફોટો હું પેટ્રોલ ભરાવવા ગેલેક્સી સિનેમાની સામે ગયો ત્યારે ત્યાં પાડ્યો છે.

સારા (રંગ થોડો બદલાયેલો છે નહીં? 😉 )

મને વાંચતા નથી આવડતું

સાલું અઘરું છે! ;)


થીમ બદલવાનું કેટલું સહેલું છે? ક્લિક કર્યું, થીમ સિલેક્ટ કરી, થોડા વિજેટ આમતેમ કર્યા, પતી ગયું.
પણ હવે આ જૂની પોસ્ટના કલર? એમાં મોટે ઉપાડે પીળા અને કેસરિયા રંગ વાપર્યા હતા. હવે એ રંગો અત્યારની કલરસ્કિમમાં દેખાતાં નથી.

રોજની એક અને ક્યારેક તો બે-ત્રણ પોસ્ટ મુકી-મુકીને પોસ્ટના યે ઢગલા કરી દીધા છે.

હવે બદલો રંગ!

આજે ૪૦ (અંકે ચાલીસ પૂરી) પોસ્ટમાંથી રંગ કાઢીને ડીફોલ્ટ કલર કર્યા. હજી કોને ખબર કેટલું બાકી છે?

હેં ભાઈ, આ કામ માટે કંઈ ઓટોમેશન ન મળે?

આભાર વાચકોનો..


આજે એક વધુ આનંદનો અવસર છે “કનકવો” માટે…

કનકવો..ગઈકાલે (તા.૦૪-૧૨-૨૦૧૦) મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૫૦૦૦ નો આંક પાર કરી ગઈ. (હવે મને અભિનંદન આપો, હર્ષદ/માધવભાઈ :))
૧૩ ઓક્ટોબરે મેં મારી પ્રથમ પોસ્ટ (સ્વાગતમ્) મૂકી હતી. ત્યારથી ગઈકાલ સુધીના ૫૪ દિવસોમાં 5135 મુલાકાતીઓ પધાર્યા છે. (એટલે કે દિવસના સરેરાશ 95) અને અવારનવાર મારી પોસ્ટને ટોપ પોસ્ટ્સના લીસ્ટમાં પણ જોઈ શક્યો છું તે માટે હું આપ સૌનો આભારી છું.

ફરી ફરી વિનંતી કે આવતા રહેશો અને આપના કિંમતી પ્રતિભાવો અને સૂચનો આપતા રહેશો. સૂચનો અને ટીકાઓ હંમેશા પ્રગતિ તરફ લઈ જાય છે એટલે મને પ્રિય છે.

જય

આજની પોસ્ટ


આમ તો હું રોજ સવારે લગભગ ૭-૮ વાગ્યે નવી પોસ્ટ મૂકી દેતો હોઉં છું. પણ ગઈ કાલે રાત્રે (મારા અખતરાઓ ને કારણે) મેં લેપટોપ ફોરમેટ કર્યું છે એટલે અત્યારે હજી સુધી જરૂરી ઇન્સ્ટોલેશન પતાવવાના હોઈ આજની પોસ્ટ વહેલી મોડી આવવા સંભવ છે, તો ક્ષમાપના.
પણ ત્યાં સુધી, ગઈકાલે લીધેલો ભાવનગરની એ વી સ્કુલના ગ્રાઉન્ડમાંથી દેખાતા સૂર્યાસ્તનો આ ફોટો માણો. આમાં ટેક્ષ્ટ મુકવા માટે પણ “ઓન લાઈન” એડિટર pixlr .com નો ઉપયોગ કર્યો છે. 🙂

સૂર્યાસ્ત, એવીસ્કુલ ગ્રાઉન્ડ, ભાવનગર