Tag Archives: ડીઝાઈન

ડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)


હંમેશા કહેતો આવ્યો છું તેમ આજે પણ “નેટ પર રખડતાં” આ મળી આવ્યું છે. પણ સાચું કહેવું હોય તો એમ કહેવું જોઇએ કે ગઈકાલે એક મિત્રએ અને મારી પત્નીએ પુછ્યું હતું કે ઓલી અવનવી ડીઝાઈનોવાળી કોઇ પોસ્ટ હમણા હોતી નથી? એટલે આજે વિચાર આવ્યો કે જોડાની (ઓકે ભાઈ, જૂતાની. બસ?) કંઈ અવનવી ડીઝાઈન સર્ચ કરી જોઉં. અને આ ચિત્રો મળ્યા.

Advertisements

ફેસબુક, ટ્વીટર..”૭૦ નાં દાયકાની”(?) એડ્સ


ગઈકાલે જૂની જાહેરાતોની પોસ્ટ મૂકી ત્યારે આ “વિન્ટેજ એડ્સ” પણ ધ્યાનમાં આવી હતી. જાણે ૭૦-૮૦ના દાયકામાં છપાઈ હોય તેવી આ વેબસાઈટ્સ ની જાહેરાતો જુઓ.

Facebook

Twitter

Skype

YouTube

જુલાઈ ૨૦૧૦મા પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતો છે સાઓ પાઉલો, બ્રાઝીલની મોમા એડ એજન્સીની. એડની પંચલાઈન છે.. “Everything ages fast. Update.”

Source: http://adsoftheworld.com

નવો વર્ડપ્રેસ થીમ – Pilcrow


વર્ડપ્રેસ દ્વારા ગઈકાલે નવો બ્લોગ થીમ મુકવામાં આવ્યો છે. નામ છે pilcrow. દેખાવમાં સુંદર અને સરળ અને ઘણા કસ્ટમાઈઝેશન ઓપ્શન્સ ધરાવતો આ થીમ ૬ લે આઉટ પુરા પાડે છે. ઉપરાંત ચાર કલર સ્કીમ છે જેમાં સફેદ, કાળો, લાલ અને કથ્થાઈ રંગ વચ્ચે પસંદગીનો અવકાશ રહે છે. હેડર ઈમેજ અને બેકગ્રાઉન્ડ  ઈમેજ બદલી શકાય છે અને કસ્ટમ કલર્સનો ઉપયોગ પણ શક્ય છે. આ રહી પ્રિવ્યુ ઈમેજ.

pilcrow theme

લાગે છે કે “કનકવો” કદાચ આ થીમ ધારણ કરશે. આમ પણ હેડર ઈમેજ બદલવાની ઈચ્છા તો હતી જ. હવે એક વધુ બહાનું મળ્યું રંગરૂપ બદલવાનું.

ચા લેશો કે કોફી?


ખરેખર તો ચા કે કોફી પીવા મારા ઘરે આવવું પડશે. પણ આવતા પહેલા જરા એ નક્કી કરી લો કે તમને કેવા મગમાં ચા-કોફી લેવા ગમશે. આ રહી થોડી અવનવી ડીઝાઈન્સ..

 

ચા સાથે બિસ્કીટ...

સ્વેટર મગ..

કપની બહાર હીટસેન્સેટીવ મટીરીયલ છે જે કપ ભરાય ત્યારે હીમશીલાને ડૂબતી બતાવે છે..

લીંક મગ- બધા મગ એકબીજા સાથે જોડીને સાથે ઉંચકી લો. ટ્રેની શી જરૂર

સ્ટારવોર્સના દીવાનાઓ માટે ડાર્ક સીથ કપ

એનામોર્ફીક કપ- રકાબીમાં છાપેલી વિકૃત ઈમેજ કપ ઉપર સીધી દેખાય છે..

ઓરીગામી (પેપર ફોલ્ડીંગ કલા) પરથી પ્રેરીત ડીઝાઈન..

સ્યુગર કપ - 100% ખાંડનો બનેલો કપ

કોફી બીન્સ વડે બનેલો કોફી મગ..

મૂછ્છડ મગ..(મજાનું. નહિ?)

ગીટાર કપ - સંગીત એ જ જીવન (કે સંગીત રસપાન?)

ઝીપર મગ (ચિંતા ન કરશો, એ ખુલી નહિ થઈ જાય..)

એક કા તીન કપ - ગભરાશો નહિ, આ કપ એક જ છે.

કલર ગાઈડ - હમેશા એકસરખી કડક કોફી પીઓ..

શરૂઆતમાં કાળા રંગનો "ઓફ" કપ કોફી રેડતા સફેદ થઈ "ઓન" થાય છે...

વાચક ભગવાન,

ખાટું-મોળું કહેજો, પ્રભુ જે જોઈએ તે લેજો..
અભિપ્રાયની પ્રસાદી દેજો, કટોરી ભરી લાવ્યો છું મહારાજ..

ટૂથપીક સીટી


“બહુરત્ના વસુંધરા”

અહીં કહેવતના મુળ નથી સમજાવવા. કહેવતો જીવી બતાવનારાઓ વિષે જણાવવું છે. એક વીરલો છે જૂલીયન બિવર, જેના વિષે મેં પહેલા લખ્યું હતું. આજે એવા જ એક અલગારી કલાકારની કલાનો પરિચય મેળવીએ?

એનું નામ સ્ટેન મનરો. એ ભાઈ દાંત ખોતરવાની સળીઓ (ટૂથપીક્સ)માંથી અવનવા શીલ્પો સર્જે છે. આ શીલ્પોમાં જગતભરના જાણીતા સ્થાપત્યો અને મકાનોના મોડેલ્સનો સમાવેશ થાય છે. સ્ટેનનો જન્મ અમેરિકાના રોચેસ્ટરમાં 1970માં થયો હતો. શાળામાં એકવાર એના કલાશિક્ષકે ક્લાસને ટૂથપીક વડે એવો નમૂનો બનાવવાનું કહ્યું કે જે 6 ઈંચના કદનું હોય અને એક ઈંડાનું વજન ઉંચકી શકે. સ્ટેનના નમૂનાએ એનું ટેબલ ઉંચકી બતાવ્યું. કોલેજમાં પણ એ ટૂથપીક વડે અવનવી વસ્તુઓ બનાવી મિત્રોને ભેટમાં આપતો.

ત્યારબાદ તેણે વિવિધ ટીવી કંપનીઓમાં, મેગેઝિનમાં અને અન્ય સામાન્ય નોકરીઓ કરી. પરંતુ એ દરમ્યાન પણ એનો શોખ અને સર્જન અવિરત ચાલુ જ રહ્યા. અંતે 2003માં એણે આ કલાને પૂરેપૂરો સમય આપવાનું નક્કી કર્યું. એણે ટૂથપીક્સ વડે જગતના જાણીતા સ્થાપત્યોને સમાવી લેતું શહેર – ટૂથપીક સીટી-1 બનાવવાનું શરૂ કર્યું. હાલમાં એ ટૂથપીક સીટી-2 ઉપર કામ કરી રહ્યો છે, જેમાં જગતભરના ધાર્મિક સ્થાપત્યોને સમાવી લેવાનું તેણે નક્કી કર્યું છે. નીચે જુઓ ટૂથપિક સીટી -2 ની તસવીરી ઝલક..

વધુ તસ્વીરો અને માહિતી માટે આ રહી સ્ટેન મનરોની સાઈટ.. http://www.toothpickcity.com

ઇનોવેટીવ આઈડીયાઝ – રીડીંગ રૂમ ફર્નીચર


વાંચવાનો કેવોક શોખ છે તમને? મને તો વાંચ્યા કરવું બહુ ગમે. નાનો હતો ત્યારે ઘરની એક નાની રૂમ (અગાશી ની દાદર રૂમ)માં ટેબલ ખુરશી ને કબાટ ગોઠવી રીડીંગ રૂમ બનાવ્યો હતો. ત્યાં પંખો ય નહોતો પણ ગરમી માં બફાતા પણ વાંચવાનો શોખ તો માણતો. એવું નહોતું કે ઘરમાં આરામદાયક જગ્યાઓ નહોતી, પણ ખાસ રીડીંગ રૂમનો શોખ એવો હતો.

આજે નેટ પર જોવા મળ્યું આ ખાસ વાચન માટે નું ફર્નીચર, જેમાં ખુરશી, ટેબલ અને લેમ્પ સુદ્ધામાં પુસ્તકો મુકવાની જગ્યાઓ મળી રહે છે. આરામદાયક હોવા ઉપરાંત એ પુસ્તકો ને હાથવગા રાખવામાં પણ મદદ કરે છે. ખુરશી નીચે તમે જે પુસ્તકો હાથવગા રાખવા માગતા હો તે રાખો, હાલ માં જે પુસ્તકો વાચો છો તેને લેમ્પ સાચવશે. ટેબલ નીચે પણ તમે પુસ્તકો સારી રીતે ગોઠવી શકો છો.વળી, તમે પુસ્તકો ને કબાટમાં પૂરી રાખવાના બદલે, લોકો જોઈ શકે તેમ ડિસ્પ્લે કરી તમારો પુસ્તકપ્રેમ અને કલેક્શન જાહેર કરી શકો છો.

જુઓ કેટલાક ચિત્રો..

આ ફર્નીચર ની ડીઝાઈન નેધરલેંડ નાં Remi van Oers દ્વારા બનાવવામાં આવી છે. વેબસાઈટ મને લાગે છે ત્યાં સુધી ડચ ભાષામાં છે. આ પોસ્ટ આ બ્લોગ ઉપર મુકાયેલી  છે: મેં બ્લોગ મિત્રો માણી શકે તે માટે અહી મૂકી છે.

ફ્રી (હા ભાઈ હા, મફત) ઓનલાઈન પિક્ચર એડિટર


ક્યારેય પોસ્ટ કરતા કરતા ચિત્રોમાં કંઈ ફેરફારની જરૂર પડી છે? ક્રોપીંગ, રીસાઈઝીંગ, કલર કરેકશન કે લેયર એડીટીંગ સુદ્ધાં? અને પછી અફસોસ પણ થયો છે કે ફોટોશોપ જેવું એકાદું પિક્ચર એડિટર ઇન્સ્ટોલ કરેલું હોત તો સારું થાત? મારે ગઈકાલે જ એવું થયું અને નેટ પર શોધતાં શોધતાં આ ઓનલાઈન એડિટર મળી આવ્યું. ઘણા બધા એડવાન્સ ફંક્શનસ ધરાવતું આ એડિટર છે pixlr (પીક્સેલર). ક્રોપીંગ, રીસાઈઝીંગ જેવા બેઝીક ફંક્શનથી માંડીને લેયર એડીટીંગ અને ફોટો રિપેરિંગ અને રિટચીંગ તેમ જ સ્પેશ્યલ ઈફેક્ટસ જેવા એડવાન્સ ઓપ્શન્સ આપતા આ એડિટર ની બે આવૃત્તિ ઉપલબ્ધ છે. (અલબત્ત, એમ. એ. એફ. એ. ટી.)

  1. પીક્સેલર એક્ષ્પ્રેસ અને
  2. પીક્સેલર ઈમેજ એડિટર

એક્ષ્પ્રેસ્સ એ ક્રોપ, રીસાઈઝ અને રોટેટ કે ફ્લીપ જેવા બેઝીક એડીટીંગ માટે છે જ્યારે એડિટર એ લગભગ ફોટોશોપને મળતું આવતું સંપૂર્ણ એડિટર છે. એડીટીંગ કરેલી ફાઈલ્સ ને ઓનલાઈન લાયબ્રેરીમાં અથવા તમારા કમ્પ્યુટરમાં સેવ કરી શકો છો, અથવા ઈચ્છો તો સીધી ફેસબુક કે ફ્લીકર ઉપર પ્રકાશિત પણ કરી શકો છો.

હા, ખાસ જણાવવાનું કે આ એડિટર ફ્લેશમાં બનેલું છે અને તે ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે. જો કે આજકાલ બધા જ કમ્પ્યુટર માં એ હોય જ છે એટલે ઇન્સ્ટોલ કરવાની જરૂર નહિ જ પડે. છતાં એ જોઈએ તો અહીંથી ફ્રી ડાઉનલોડ કરી શકો છો.