જે કહો તે, પણ છે જક્કાસ!
સોની ના લેપટોપની આ જાહેરાત તો પરિચિત લાગશે. પણ એની વિશેષતા કદાચ બધાને નહિ ખબર હોય. એની speciality એ છે કે અહીં દેખાતું લેપટોપ અસલી તો નથી જ, પણ મોડેલ પણ નથી. તે છે રસ્તા પર ચાક દ્વારા બનાવેલું માત્ર એક ચિત્ર. પણ એવી સુંદર રીતે બનાવાયું છે કે અસલ લાગે.
ઈંગ્લેન્ડનો જૂલીયન બીવર એ આર્ટની ભાષામાં કહીએ તો, “ટ્રોમ્પે લ’ઓઈલ” કહેવાતી શૈલીમાં રસ્તા ઉપર ચોક દ્વારા બનાવેલા અદભૂત ચિત્રો માટે જાણીતો છે. “ટ્રોમ્પે લ’ઓઈલ” એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે “આંખને છેતરવી”. નામ મુજબ જ આ ચિત્રો અમૂક ખાસ એંગલથી જોઈએ ત્યારે થ્રી-ડાયમેન્શનલ લાગે છે.
આ ચિત્રોમાં તે એનેમોર્ફોસીસ કહેવાતી ટેકનીક વાપરે છે, જેમાં ચિત્રો જોવા માટે અમૂક ખાસ એંગલથી જોવાની જરૂર પડે છે.
જૂલીયનભાઈ એક ફ્રીલાન્સર (પોતાની મરજીપૂર્વક કામ કરતા) આર્ટીસ્ટ છે. તેઓ અનેક કંપનીઓની જાહેરાત માટેના ભીંતચિત્રો અને ઓઈલ પેઈંટીંગ્સ પણ બનાવે છે.તેઓ અનેક દેશોમાં પેઈંટીંગ્સ બનાવી ચૂક્યા છે. તેમણે તેમના ચિત્રોનું એક પુસ્તક પણ પ્રકાશીત કર્યું છે.
આ રહ્યા થોડા વધુ નમૂનાઓ.. જૂલીયનની વેબસાઈટ પર આવા વધુ ચિત્રો માણવા અહીં ક્લીક કરો.
અહીં દેખાતું પાણી, ગટર, પાઈપ સુદ્ધાં ચિતરેલા છે.
આર્ટીસ્ટ પોતે, પોતાની સાથે..
સરપ્રાઈઝ..
(આર્ટીસ્ટ અંગેની માહિતી વીકીપીડીયા પરથી લીધી છે. જૂલીયનની સાઈટ ઉપર તો એણે પોતાનું નામ પણ માંડ લખ્યું છે. મેં પહેલા લખ્યું હતું કે એ સાઈટ ઉપર કોપીરાઈટ નો ઉલ્લેખ નથી, પણ પછી શ્રી વિનયભાઈ ખત્રીએ ધ્યાન દોર્યું અનેજણાયું કે જુલીયન બીવર ની
સાઈટ પર કોપીરાઈટનો સિમ્બોલ છે. આ રીત નો..
છેલ્લે એક પ્રશ્ન..