Tag Archives: ઈન્ટરનેટ

એક નાનકડું “ગુગલ ગતકડું”


નેટ ઉપરથી આજે એક મજાની ગુગલ માટેની ટ્રીક મળી. મને ગમી છે, આશા છે કે તમને પણ ગમશે.

નીચેની લિંક ક્લીક કરો.

અહીં ક્લીક કરો.

ગુગલનું પેજ ખુલ્યું? હવે એ પેજમાં ગમે ત્યાં ક્લીક કરો. પેજના થોડા વચ્ચેના ભાગમાં ક્લીક કરવાની છે, સાવ ડાબી કે જમણી બાજુ નહિ.

જોયું જાદુ?

એ જાદુ દૂર કરવા માટે ફરીવાર એ જ રીતે ગમે ત્યાં ક્લિક કરો. ત્રીજીવાર ક્લિક કરવાથી ઓરિજિનલ ગુગલપેજ પર જવાશે.

જાદુનું વર્ણન જાણીજોઈને કર્યું નથી. જાતે જોવાની વધુ મજા આવશે તેમ માનીને.

Advertisements

મજાનું લિનક્સ! મજાનો અનુભવ!


મારું લિનક્સ ડેસ્કટોપ

મેં મારા લેપટોપમાં ગઈકાલે લગભગ ૪ વર્ષના ગાળા પછી લિનક્સ ઈન્સ્ટોલ કર્યું. SUSE Open Linux ૧૧.૩ ઈન્સ્ટોલ કર્યું છે. અને અનુભવ મજાનો રહ્યો. આરામથી ૧૦ જ મિનીટમાં ઈન્સ્ટોલેશન પૂરૂં થઈ ગયું. જો કે પછી અપડેટમાં થોડી વાર રાહ જોવી પડી. પણ મજાની વાત એ કે એકપણ એપ્લિકેશન કે ડ્રાયવર ઈન્સ્ટોલ ન કરવા પડ્યા. (મારી પાસે Dell Inspiron Laptop છે.) ઈન્ટરનેટ માટે પણ માત્ર યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા કે તરત કનેક્ટ થઈ ગયું. પછી માત્ર પ્રયોગ ખાતર મારો Nokia N95 Mobile કેબલથી લગાવી જોયો (પીસી સ્યુટ ઈન્સ્ટોલ કર્યા વગર)..

અને અહા! મહા આશ્ચર્ય…

લિનક્સે જાતે જ ફોન ડીટેક્ટ કરી લીધો અને ૫-૧૦ સેકંડમાં જ સિસ્ટમ ટ્રે પાસે મેસેજ દેખાયો. “Mobile Broadband available”. મેં માત્ર ત્યાં રાઈટ ક્લિક કરીને એક્સેસપોઈંટનું નામ આપ્યું અને અત્યારે આ પોસ્ટ હું એ જ કનેક્શન પરથી મૂકી રહ્યો છું. 🙂

હા, લિનક્સ ઝડપભેર વિકસી રહ્યું છે. ખરેખર!

ડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)


હંમેશા કહેતો આવ્યો છું તેમ આજે પણ “નેટ પર રખડતાં” આ મળી આવ્યું છે. પણ સાચું કહેવું હોય તો એમ કહેવું જોઇએ કે ગઈકાલે એક મિત્રએ અને મારી પત્નીએ પુછ્યું હતું કે ઓલી અવનવી ડીઝાઈનોવાળી કોઇ પોસ્ટ હમણા હોતી નથી? એટલે આજે વિચાર આવ્યો કે જોડાની (ઓકે ભાઈ, જૂતાની. બસ?) કંઈ અવનવી ડીઝાઈન સર્ચ કરી જોઉં. અને આ ચિત્રો મળ્યા.

માનવ મૂર્તિ (તસવીર)


આ ફોટો જૂઓ. નેટ પર રખડતા મળી ગયો છે અને અનેક બ્લોગ્સ અને સાઈટ પર મૂકાયેલો જ છે, પણ છતાં મારા વાચકોને ગમશે એમ માનીને અહીં મૂકું છું. મને વિશેષ માહિતી નથી, પણ ફોટોગ્રાફમાં ઉલ્લેખ પ્રમાણે ૧૮૦૦૦ સૈનિકોએ મળીને અહીં “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી”ની આકૃતિ રચી છે.

તમારા પ્રોગ્રામ તમારી સાથે..


યુએસબી પેનડ્રાઈવ આજકાલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે અને લોકો પોતાની અગત્યની ફાઈલ્સ અને ડેટા સાથે રાખવા તેનો ઘણો ઉપયોગ પણ કરે છે.

પણ શું તમે જાણો છો કે પેનડ્રાઈવનો ઉપયોગ માત્ર ડેટાફાઈલ્સ રાખવા પુરતો સીમિત નથી. તમે તમારા ફેવરીટ પ્રોગ્રામ્સ પણ એમાં રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જે-તે પ્રોગ્રામ સીધો પેનડ્રાઈવમાંથી જ (ઈન્સ્ટોલ કર્યા વગર જ) રન કરી શકો છો, જેમાં ઓફીસ સ્યુટ, ઈમેઈલ ક્લાયન્ટ અને ઈન્ટરનેટ બ્રાઉઝર ઉપરાંત એન્ટીવાઈરસ પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. (તમે તમારા બ્રાઉઝરના બુકમાર્ક્સ હવે સાથે રાખી શકો છો.) આ માટે ઘણી “‌પોર્ટેબલ એપ્લિકેશન્સ” ઉપલબ્ધ છે જે ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી રહેતી. આ માટેની જ એક રસપ્રદ સાઈટ છે, પોર્ટેબલએપ્સ.કોમ

આ સાઈટ એક આખો પોર્ટેબલ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા દે છે જે તમે તમારા કોઈપણ પોર્ટેબલ ડીવાઈસ પર (હા, કોઈપણ ડીવાઈસ. મેં આ સ્યુટ મારા મોબાઈલના મેમરી કાર્ડમાં ઈન્સ્ટોલ કર્યો છે.)રાખી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તે ડીવાઈસને કોઈપણ વિન્ડોઝ ધરાવતા કમ્પ્યુટર સાથે લગાવી જે-તે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો. વળી, મજા એ છે કે આ સાઈટ પર ઉપલબ્ધ બધી જ પોર્ટેબલ એપ્લિકેશન “ઓપન સોર્સ” છે એટલે તેના માટે તમારે કંઈ ખર્ચ કરવો પડતો નથી. માત્ર ડાઉનલોડ કરો અને ઉપયોગ કરો. પોર્ટેબલએપ્સ સ્યુટ કહેવાતો પ્રોગ્રામ તો વળી એક મેનુ પણ ધરાવે છે જેમાં તમારી બધી એપ્લિકેશનના શોર્ટકટ મળી રહે છે. માત્ર એ મેનુ રન કરી અને તેમાંથી એપ્લિકેશન સિલેક્ટ કરી શકાશે. ઉપરાંત બીજી ઘણી “સ્ટેન્ડ અલોન” એપ્લિકેશન પણ છે જે તમે અલગ અલગ ડાઉનલોડ કરી શક્શો. આમાં ઓફીસ પ્રોગ્રામ, ઈન્ટરનેટ પ્રોગ્રામ, સિક્યુરીટી સોફ્ટવેર, ફાઈલમેનેજર્સ અને ગેમ્સ પણ સામેલ છે. વધુ વિગત અને ડાઉનલોડ (ફ્રી) માટે નીચેની લીંક ક્લીક કરો.

http://portableapps.com

ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર


આજે “ગુજરાતી સંસાર” વાળા મયુરભાઈ ની નવી સેવાની પોસ્ટ વાંચતો હતો ત્યારે કોમેન્ટ્સ માં તેમને પડતી ટાઈપીંગ મુશ્કેલી અંગે જાણ્યું. અને આ મુશ્કેલી ઘણા જ બ્લોગર્સ ને રહે છે. (ટ્રાન્સલીટરેશન વાપરનારાઓ ને તો નહિ, પણ વિન્ડોઝ નું નેટીવ યુનીકોડ વાળું કીબોર્ડ વાપરનારાઓને) એટલે આ ટાઈપીંગ ટ્યુટર યાદ આવ્યું. હિન્દી અને ગુજરાતી ટાઈપીંગ ની પદ્ધતિસર પ્રેક્ટીસ માટે તે ઉપયોગી છે. નીચેની લીંક પરથી આ “આસાન ટાઈપીંગ ટ્યુટર” ફ્રી ડાઉનલોડ કરી શકાશે.

http://download.cnet.com/aasaan-hindi-typing-tutor/3000-2051_4-10845175.html

આ માહિતી મેં ગુજરાતી સંસાર પર તો કોમેન્ટ માં મૂકી જ છે પણ બધાને ઉપયોગી છે તેમ લાગતા અહી પણ શેર કરી. આશા છે કામ લાગશે.

3G ઈન્ટરનેટ, અનલિમીટેડ – બિલકુલ ફ્રી


હા જી,

આ બિલકુલ મજાક નથી. BSNL તરફથી નવા 3G મોબાઈલ કાર્ડ પર 7 દિવસનો અનલિમીટેડ ઈન્ટરનેટ વપરાશ મફત આપવામાં આવે છે. કાર્ડના એક્ટીવેશનથી આ સાત દિવસ ગણવામાં આવશે.

આ સ્કીમ ગુજરાત સર્કલમાં તો છે જ. બીજા સ્થળોએ ખરીદતા પહેલા તપાસ કરી લેવી હિતાવહ રહેશે. આજે જ મેં નવું કાર્ડ ખરીદ્યું, જેમાં 59 રૂપિયા સીમકાર્ડના થયા. ઉપરાંત તરત એક 120 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું હોય છે. આમ, કુલ 179 રૂપિયામાં 7 (સાત) દિવસ સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકાય છે. આ ઉપરાંત કુલ 150 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. તે સિવાય 1000 લોકલ અને 1000 નેશનલ sms પણ એક મહિના માટે મફત મળે છે. આ ઉપરાંત પણ કંઈક હતું જે હું ભૂલી ગયો છું 😛 પણ આટલું પણ ઓછું છે?

આ સ્કીમ 28 જાન્યૂઆરી, 2011 સુધી અમલમાં છે. આ સ્કીમ માત્ર મોબાઈલ કનેક્શન માટે જ છે. ડેટા કાર્ડમાં આ સ્કીમ નથી.

(નોંધ- જ્યારે પણ કાર્ડ ખરીદો ત્યારે જાતે જ પૂછપરછ કરીને વિગતોની ચોક્કસાઈ કરી લેવી જેથી સ્કીમ બદલાઈ ગઈ હોય તેના કે અન્ય જોખમથી બચી શકાય.)