Category Archives: Uncategorized

ચેતવણી


મારી હમણાની એક-બે પોસ્ટથી બ્લોગજગતમાં લડાઈ ફેલાઈ જવાની વાતે ગમ્મતમાં આવી ગયેલા કોઈ અનામી મિત્રોએ એક બ્લોગ શરૂ કર્યો છે અને મારી તથા શ્રી યશવંતભાઈ ઠક્કરની બધી પોસ્ટ ત્યાં રિબ્લોગ કે બીજી કોઈ રીતે મૂકાય છે. તેમાં ઘણી કોમેન્ટ્સ જે મેં એપ્રુવ ન કરી હોય તેવી પણ મારા નામની પોસ્ટમાં મૂકાય છે. તો એમાં મારી સહમતી માની લેતા પહેલા મારા બ્લોગની મુલાકાત લેવી અને માત્ર મારા બ્લોગ (કનકવો) પર એપ્રુવ થયેલી કોમેન્ટ્સ જ મેં એપ્રુવ કરી છે તેમ માનવું. વિશેષ એ કે મને કોઈ સાથે ઝગડા જ કર્યા કરવામાં રસ નથી અને મારી એ શક્તિ પણ નથી તેથી ( હાર માનો તો હાર  🙂 પણ) હું એ ચર્ચા અહીં જ પૂરી જાહેર કરું છું અને મારી એ પોસ્ટ્સ પર કોમેન્ટ્સ પણ ડીસેબલ કરું છું.

આભાર.

જય ત્રિવેદી

Advertisements

ઉત્તરાયણમાં પક્ષીઓને નુક્સાન ન પહોંચાડીએ.


મિત્રો,

ઉત્તરાયણ આવી રહી છે. સહુ કનકવાની મોજ માણવા તેયાર થઈ ગયા હશે. પણ આ ઉત્સવ પંખીઓ માટે મૃત્યુનો ઉત્સવ ન બની જાય તેવી કાળજી રાખીએ. ચીની બનાવટની નાયલોન દોરીઓનો ઉપયોગ બિલકુલ ન કરીએ. આ અંગે શ્રી રાજનીભાઈ ટાંકના બ્લોગ પરની આ પોસ્ટ જરૂર વાંચશો.

એક અપંગ શાંતિદૂતની આજીજી

Re: ગોફણ, ઠળિયા…


મારી આજની પોસ્ટ કદાચ થોડી કડવી થઇ ગઈ છે. અને આદરણીય પારુબહેને તો મને “વિવેક” વિષે એક લીંક પણ આપી છે. મીઠી, યોગ્ય ટકોર શિરોમાન્ય છે અને એ બદલ એમનો આભારી છું જ. પણ થોડો ખુલાસો કરવો જોઈએ એવું લાગે છે જેથી વસ્તુ સ્થિતિ એકતરફી ન બની જાય.

પારુબહેનનું કાવ્ય ખુબ સરસ છે. પરંતુ નીચેની પંક્તિઓ પણ તેમાં છે જ..
ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા,  વિવેકનું પ્રમાણ છે!
જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે.

મેં ક્યારેય કોઈના બ્લોગ પર અણછાજતી કોમેન્ટ્સ કરી હોય તો હું ચોક્કસ લાખવાર ક્ષમા માગવા તૈયાર છું. પણ કારણ વગર, માત્ર હું કોઈનો સંબંધી છું એટલે, કે મેં ક્યારેક કોઈની નમ્ર શબ્દોમાં તરફેણ કરી એટલે મારી મજાક કરવાના હીન પ્રયાસ એ શું અવિવેક નથી? ને મારી પોસ્ટમાં શું ખોટું હતું કે એની પેરોડી થાય? અરે ભાઈ, જેણે ધ્યાનથી મારી બધી પોસ્ટ વાંચી હશે એ જ એની મજાક ઉડાવી શકે છે ને? જેને મારી રીત ન ગમતી હોય એ મારી પોસ્ટ ન વાંચે. બાકી માત્ર ઉંમર મોટી હોય એટલે ગમે તેને આડે હાથે લેવાનો હક મળી નથી જતો.
હું મારું કામ કરું છું અને ઘણા મિત્રોને મારી અંગત બાબતોમાં રસ હોય છે એટલે એમને જણાવું છું.

બાકી હા, આને લડાઈ ગણીને હું મંડ્યો નહિ રહું. આ તો માત્ર જણાવવાનું છે કે કટાક્ષ, સર્જન, બુદ્ધિ વગેરે કોઈના બાપના ન હોય. ચાબખા મારવા માટે સર્જક હોવું જરૂરી નથી.

મારી જૂની બધી પોસ્ટ વાંચશો, તો પણ ખ્યાલ આવશે કે મેં અવાર નવાર બ્લોગ્સ પર અવિવેક નો વિરોધ કર્યો છે. વારંવાર કહ્યું છે કે આખા ૩૦૦-૪૦૦ એક્ટીવ બ્લોગર્સ માંડ છીએ. આપણે. શા માટે લડીએ? અરે ભૂતકાળમાં મારી જે પોસ્ટ પર વિવાદ જાગ્યા એ પોસ્ટ્સ પણ મેં હટાવી લીધી હતી અથવા પ્રાઇવેટ કરી નાખી હતી. માત્ર વિવાદ ટાળવા. ઝગડવું એ મારો સ્વભાવ નથી. એ માટે મારી પાસે સમય કે શક્તિ પણ નથી. ઘણા વખત થી જે બ્લોગર્સ ને મારું વલણ પસંદ ન હોય તેમના બ્લોગ પર વખાણ સિવાયની કોમેન્ટ કરવાનું, અરે જ્યાં એમની કોમેન્ટ હોય ત્યાં મારો પ્રતિભાવ આપવાનું પણ ટાળ્યું છે.

અને વિરોધી સુરની કોમેન્ટ કરનારા જેમને “લબાડ”, “ડખ્ખાબાજ” અને “લલ્લુઓ” લાગતા હોય તેમને “મોડરેશન” વિષે ખબર નથી? પહેલા નીખાલસતાનો દંભ કરવા બધી કોમેન્ટ અપૃવ કરવી અને પછી લાગે કે આ તો સાલું આપણી વિરુદ્ધ ચાલ્યું એટલે કોમેન્ટ્સ ડીલીટ કરવી? એ તો ઠીક, એમના અધિકારની જ વાત છે. પણ કોમેન્ટ્સ ડીલીટ કરો, બ્લોગરને બ્લોક કરો એ પુરતું નથી? પછી ભાંડવાનાં શા માટે? ખરેખર તો આ બધી લોકપ્રિય રહેવાની તરકીબો લાગે છે. વળી, નેટ એ ખુલ્લું માધ્યમ છે. અહી વારંવાર “અપમાનિત થઇ જનારા” અને “ઘવાઈ જનારા”નું શું કામ? એવું જ હોય તો બ્લોગને બદલે એકાદું પ્રાઈવેટ ગ્રુપ બનાવો. વધુ મજા આવશે. બાકી માત્ર ઉંમરના આધારે માન મેળવવાનું હોય તો ગોળી વાગે એ માન ને. માન તો વાણી, વર્તન અને વિચારો ને લઈને મળે. એ આપમેળે મળે. માગવાથી ભીખ મળે, સહાનુભુતિ મળે, દયા મળે, પણ પ્રેમ, લાગણી અને સન્માન તો વ્યક્તિત્વ, વાણી, વિચાર, વર્તન ને આધારે જ મળી શકે.

જો કે હા, હું પારુબહેન અને એમના જેવા બીજા સર્વ પ્રેમાળ વાચકોને નિશ્ચિંત રહેવા જણાવું છું કે એમને આવી “ગંદી”, “રાજકારણી” પોસ્ટ અહી આગળ જતા નહિ મળે. મારું કામ લખવાનું છે અને એક મુલાકાતી પણ જ્યાં સુધી “કનકવો”ની મુલાકાત લેતો રહેશે ત્યાં સુધી હું યથાશક્તિ લખીશ.

અસ્તુ.

ક્ષમાપ્રાર્થના સહ,

જય ત્રિવેદી

બ્લોગ “ડાઉનડેટ્સ”


હા વળી, આને અપડેટ્સ કેવી રીતે કહું?

આજે ઘરે અને ઓફીસે બન્ને ઠેકાણે લાઈટ નથી. બપોરે ૩ વાગ્યા સુધી. N95 માં બેટરી ડાઉન છે. htc લગાવેલો છે લેપટોપ સાથે પણ ઈન્ટરનેટને કોણ જાણે શું ય વાંકા પડ્યા છે કે "કનકવો" સિવાય બધી જ સાઈટ ખૂલે છે.

એટલે આ પોસ્ટ બ્લોગીલોમાંથી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું-એ જણાવવા કે આજે નવું કંઈ મૂકી નહિ શકાય. ટપકું પણ નહિ, કારણ કે ઈમેજ લોડ થતી નથી. 😦

તો.. ફરી પાછા મળશું કાલે પાગલ થવાને, હમણા તો ડહાપણ ભ’ઈ, સતાવી રહ્યું છે.

કચરો વીણવાની વૈગ્નાનિક રીત


હું ગઈકાલે પપ્પાના સ્કુટરની બેટરી રિપેર કરાવવા એમની સાથે સહકારી હાટ ગયો હતો. પપ્પા દુકાનમાં ગયા અને હું ગાડીમાં બેઠો રાહ જોતો હતો. એવામાં આ કચરો અને ભંગાર વીણનાર છોકરી ત્યાં આવી અને ત્યાં પડેલો એક કચરાનો ઢગલો ફેંદવા લાગી. એ કાર્ય કરવાની એની "વૈગ્નાનિક" રીતે મારું ધ્યાન ખેંચ્યુ. એ ઢગલામાંથી મુખ્યત્વે લોઢું અને લોઢાનો ભંગાર શોધતી હતી. એ માટે એણે એક "આયર્ન સેન્સર" હાથમાં રાખ્યું હતું. આ સેન્સર એટલે એક દોરીના છેડે બાંધેલું લોહચુંબક! એ ઉભી ઉભી જ એ લોહચુંબકને કચરાના ઢગલામાં ફેરવતી હતી અને જે કાંઈ લોઢાનો ભંગાર એ ઢગલામાં હોય, તે ખેંચાઈને તેની સાથે ચોંટી જાય તે ઉખાડીને પોતાના થેલામાં ભરતી હતી. મેં તરત ફોટો લેવા મોબાઈલ કાઢ્યો પણ ત્યાં સુધીમાં એ ચાલતી થઈ હતી અને એક ઓળખીતા ભાઈ જતા હતા એ મને જોઈ મળવા ઉભા રહી ગયા હતા. જો કે તોય મેં આ ફોટો તો લઈ લીધો જ. એમાં તેના હાથમાંનું પેલું સાધન સ્પષ્ટ દેખાય છે.

સાર- કામ ગમે તે હોય, તેને કરવાની સર્વશ્રેષ્ઠ રીત શોધવી અગત્યનું છે.

વિનંતી


આજકાલ બ્લોગની ડીઝાઈન અંગે થોડો અવઢવમાં છું એટલે થોડા (કે ઘણા) ફેરફારો લેઆઉટ અને ડીઝાઈનમાં થયા કરે છે. શક્ય તેટલું જલ્દી તે સ્થિર થઈ જશે. તો થોડી ધીરજ રાખી અવ્યવસ્થા અંગે ક્ષમા કરશો તેવી વાચકમિત્રોને વિનંતી.

આપના સૂચનો આવકાર્ય છે જ.

કનકવો નવા રૂપે-રંગે


વીતેલો સમય

આજે “કનકવો” રૂપ બદલે છે. નવા રૂપ રંગનું શ્રેય જાય છે, શ્રી હર્ષદ/માધવભાઈને, જેમણે મારા બ્લોગ માટે નવી હેડર ઈમેજ બનાવી આપી છે. જો કે મેં થોડી છૂટછાટ એમની ઈમેજ સાથે લીધી છે. આશા છે કે એ બદલ તેઓ ક્ષમા કરશે.
આભાર હર્ષદ/માધવભાઈ

શ્રી હર્ષદભાઈએ ખૂબ પ્રેમથી બનાવી આપેલી નવી ડીઝાઈન