Category Archives: શ્વાનસૃષ્ટિ

ચિત્ર

શાત્ઝીના ગુડનાઈટ :)


image

Advertisements

બે હજાર શબ્દોની પોસ્ટ


આ પોસ્ટ મારા બ્લોગ પરની લાંબામાં લાંબી પોસ્ટ્સમાંની એક છે.

બે હજાર શબ્દોથી યે વધુ લાંબી.

કારણકે અહીં મેં બે ચિત્રો મુક્યા છે અને એક ચીની કહેવત છે કે “એક ચિત્ર એક હજાર શબ્દો કરતાં બહેતર છે.” 😉

બન્ને ચિત્રો પાછા ખરેખર બોલકાં છે. એક તો આપ સૌ જેને ઓળખતા હશો તે “સારા” છે. બીજો ફોટો હું પેટ્રોલ ભરાવવા ગેલેક્સી સિનેમાની સામે ગયો ત્યારે ત્યાં પાડ્યો છે.

સારા (રંગ થોડો બદલાયેલો છે નહીં? 😉 )

મને વાંચતા નથી આવડતું

કમ્પ્યુટર આર્ટ – સારા


આજની પોસ્ટ મુકવામાં મોડું એટલે થયું છે કે હું સારાનું આ ચિત્ર પુરું કરી રહ્યો હતો. ગઈ કાલે પૂનમ સારાને લઈને ઓફિસે આવી અને એના ફોટા અમે જોતાં હતાં ત્યારે મને વિચાર આવ્યો કે એક ચિત્ર બનાવીને બ્લોગ પર મુકું. મેં પેઈન્ટ ખોલ્યું અને ચિતરડા ભમરડા શરુ કર્યા. પરિણામ આ રહ્યું.

સારા - પેઈન્ટ્માં બનાવેલું ચિત્ર

આ ચિત્ર બનાવવા માટે માત્ર એમ એસ પેઈન્ટના પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. એ સિવાય કોઇ જ ડિજિટલ એડીટર્સ જેમ કે કોરલ ડ્રો કે ફોટોશોપ વાપર્યા નથી.

આશા છે આપ સૌને ગમશે.

અને હા, પોસ્ટને રેટીંગ અને તમારો અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ આપશો પ્લીઈઈઈઈઈઈઝ….

નોંધ – આ ખરેખર સારા જેવું જ લાગે છે કે નહિ એ ખબર નથી. પણ મારે તો માત્ર હું પેઈન્ટમાં કેવુંક કામ કરી શકું છું તે જ જોવું હતું, (કારણ કે પેન્સીલ કરતા માઉસ પર કન્ટ્રોલ રાખવો વધુ અઘરો છે) એટલે બનાવ્યું છે.

યોગાનુયોગે આ મારા બ્લોગ પર મૂકાયેલી 100મી પોસ્ટ છે તે હમણા સ્ટેટીસ્ટીક્સ જોતાં મને ખબર પડી. 🙂

સમસ્યાનું સમાધાન


કેટલાયે વખતથી એક મુશ્કેલીથી મૂંઝાતો હતો. શાત્ઝીને વોક પર કેવી રીતે લઈ જવી તે. રસ્તા ઉપર એ હસ્કી ની જેમ ખેંચ ખેંચ કરે. (ખૂબ બળવાન હસ્કી કૂતરાઓ ધ્રુવપ્રદેશોમાં સ્લેજગાડી ખેચવામાં કામ લાગે છે. સીધું કહીએ તો બળદ.) અને બીજા કૂતરા જોયા નથી કે તરત ઉછળી ને દોડી જ સમજો. ધ્યાન ન હોય તો ભૂમિગત થવા તૈયાર રહો. એ ખેચએંચને કેમ કન્ટ્રોલ કરવું? પછી મેં “ઈન્ડીયન કેનેલ ગેઝેટ”માં “જેન્ટલ લીડર”ની જાહેરાત જોઈ. એ એક જાતનો ઈમ્પોર્ટેડ (યુ.કે.)ડોગ કોલર છે જે ડોગના મઝલ (મોઢું) અને ડોક પર લાગે છે અને તેને મુશ્કેલી ન પડે તે રીતે તેને લીડ પર ખેંચતો અટકાવે છે. જાહેરાતમાં વખાણ વાંચ્યા ત્યારે બહુ વિશ્વાસ નહોતો, પણ અંતે મેં તે મગાવ્યો અને કાલે તે મળ્યો અને બપોરે જ મેં અજમાવ્યો.

ચમત્કાર!

શાત્ઝીને લઈને હું બપોરે અને સાંજે ખૂબ ટ્રાફીકના સમયે પણ રોડ પર ફરી આવ્યો અને તે જાણે વર્ષોથી ખેંચ્યા વગર જ મારી સાથે સાથે જ (હિલ પોઝિશનમાં) ચાલવા ટેવાયેલી હોય તે રીતે સાથે સાથે આવી. હું ખૂબ ખુશ છું કે અંતે હવે હું તેને લઈને રસ્તા પર લાંબા વોક માટે જઈ શકું છું. (આજે સવારે પણ અમે એક ખૂબ લાંબુ ચક્કર લગાવી આવ્યા.) વળી આ કોલરની વિશેષતા એ છે કે તેનાથી શાત્ઝીને કોઈ જાતની તકલીફ નથી. (નામ જ છે જેન્ટલ) તેને ડોક ઉપર આંચકા લાગતા નથી અને મારા હાથ પણ સલામત રહે છે.

હવે મેં સારા માટે પણ એક જેન્ટલ લીડર ઓર્ડર કર્યો છે.

મારા કોઈ શ્વાનપ્રેમી મિત્રોને જો આવી સમસ્યા હોય તો તે પ્રોડક્ટની વેબસાઈટ અહીં છે. http://www.gentleleader.co.uk/
એ સિવાય પણ ડોગટ્રેઈનીંગ અંગે કંઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો મારો સંપર્ક kanakvo@gmail.com પર કરી શકો છો.