Category Archives: રમતગમત

એશિઝ


ઓસ્ટ્રેલિયાએ ઘુંટણ ટેકવ્યા

રસ્તે જતાં, એટલે કે બાય ધ વે, મારા માટે સવાર સવારમાં ક્રિકેટ પ્રિય રમત બની છે. ઈંગ્લેંડે ઓસ્ટ્રેલીયાને ત્રીજી ટેસ્ટમાં એક ઈનીંગ્સ અને ૧૫૭ રનથી હરાવીને ઘુંટણીયે પાડી દીધું છે. રિકી પોન્ટીંગે સિરીઝની શરૂઆતમાં કરેલી શેખી જેમાં તેણે ઈંગ્લેંડ કેપ્ટનને એશીઝ લઈ આવવાનું યાદ અપાવ્યું હતું પાછી તેના લમણે વાગી છે. હવે સિરીઝ ડ્રો જાય તો પણ એશીઝ ઈંગ્લેંડ પાસે જ રહેશે.
વધુ “બાય ધ વે”, આ એશીઝ શબ્દનો પ્રયોગ ઈંગ્લેંડના “સ્પોર્ટીંગ ટાઈમ્સ” નામના અખબારે કટાક્ષમાં કર્યો હતો. ૧૮૮૨માં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેંડને તેની જ ધરતી પર (ધ ઓવલ ઉપર) પ્રથમવાર હરાવ્યું ત્યારે આ અખબારે તેને ઈંગ્લેંડ ક્રિકેટનું મૃત્યુ ગણાવ્યં અને લખ્યું કે મૃતદેહનું દહન કરવામાં આવશે અને તેની રાખ (એશિઝ) ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે.

"એશિઝ"

બીજે વર્ષે જ્યારે ઈંગ્લેંડે ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટુર કરી ત્યારે અખબાર જગતે તેને “એશિઝ પાછી મેળવવાની સફર” તરીકે ઓળખાવી. જોકે આ નામની ટ્રોફી જેવું કશું જ નહોતું. આ જ સિરીઝ દરમ્યાન મેલબોર્નની કેટલીક મહીલાઓએ ઈંગ્લેંડના કેપ્ટન (Ivo Bligh) ને એક સ્ટમ્પની બેલ(‘ચકલી’) બાળીને તેની રાખ એક નાની ટેરાકોટાની ટ્રોફીમાં ભરીને ભેટ આપી જે એશિઝ (રાખ) તરીકે ઓળખાવા લાગી. આ ટ્રોફી એ જ એશિઝ. પણ હકીકત એ છે કે એ ઓરિજનલ ટ્રોફી ક્યારેય સત્તાવાર રીતે ટ્રોફી તરીકે સ્વિકારાઈ જ નથી. તે હંમેશા આઈવો બ્લાઈને મળેલી વ્યક્તિગત ભેટ જ ગણાય છે. ઉપરાંત તે હંમેશા લોર્ડઝના મેલબોર્ન ક્રિકેટ ક્લબના મ્યૂઝિયમમાં રાખી મૂકાય છે. ૧૯૯૮-૯૯થી આ એશિઝની ગ્લાસ ક્રીસ્ટલની પ્રતિકૃતિ ટેસ્ટ સિરીઝના વિજેતાઓને અપાય છે.

Advertisements

માત્ર મારો અને કાપો નહિ..દોડો, કૂદો, બચો અને…


હા, આજે જે ગેમ વિષે લખવું છે તે મારો કાપોથી ઘણી જ વધારે છે. આ રહ્યો એનો વિડીયો..

આ છે પ્રિન્સ ઓફ પર્શીયા – ફરગોટન સેન્ડ્સ જે હું આજ કાલ થોડી થોડી રમું છું. (હજી તો થોડા જ સ્ટેજ પાર કર્યા છે.)

પ્રિન્સ ઓફ પર્શિયા સિરીઝની આ એક વધુ (લગભગ ચોથી?) ગેમ છે. આજ સુધી કેટલાયે હીટ મૂવીઝ પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો આવે છે. જેમાં સ્પાઈડરમેન, સુપરમેન થી માંડીને મેટ્રિક્સ, સ્ટારવોર્સ, અવતાર અને બીજી કેટલીય ગેમનો સમાવેશ થાય છે. પણ પ્રિન્સ ઓફ પર્શિયા એક એવી ગેમ છે કે જેના પરથી મૂવી બનાવવામાં આવ્યું. તેનું મૂવી રૂપાંતરણ હમણાં જ મેં જોયું. (જો કે ગેમ રમવા જેવી મજા મૂવીમાં નથી આવતી.) પ્રિન્સ ઓફ પર્શિયા – ફરગોટન સેન્ડ્સ સિરીઝની બીજી બધી જ ગેમની જેમ જ એરોબેટિક સ્ટન્ટ્સ. સ્પીડ અને સ્વૉર્ડ કોમ્બેટ એટલે કે તલવારબાજીની ગેમ છે. મારામારી તો ઠીક પણ એમાં ડગલે અને પગલે જે સ્ટન્ટ્સ કરવા પડે છે અને જે ઝડપ અને ચપળતા દાખવવી પડે છે એ ગેમને ખૂબ રસપ્રદ બનાવી દે છે. ઉપરાંત જક્કાસ ગ્રાફીક્સ, સુપર્બ સાઉન્ડ અને થ્રીલીંગ સ્ટોરી. એક્શન એડવેન્ચરના રસિયાઓએ મૂકવા જેવી નથી.કમ્પ્યુટર સિવાય આ ગેમ PS3 , XBOX360 અને PSP માટે પણ ઉપલબ્ધ છે. કમનસીબે PS2 માટે તે નથી મળતી એટલે ત્યાં મારે જૂનો ભાગ (ટુ થ્રોન્સ) રમીને સંતોષ માણવો પડશે. પણ આ પ્રકારની ગેમ ખરેખર તો કન્સોલ (એટલે કે પીએસ ટુ, થ્રી કે એક્સબોક્સ 360) પર જ રમવાની મજા આવે.

અને હા, મારા માટે અને બીજા ઘણા લોકો માટે પ્રિન્સ બહુ જૂનું કેરેક્ટર છે. ડોસના જમાનામાં પણ આ ગેમ ઉપલબ્ધ હતી જ્યારે mono VGA મોનિટર પર અમે એ રમતા (1995-96 ની વાત છે.)અહીં એ ડોસ વાળી 2D Prince of Persia નું ગેમ પ્લે મૂવી પણ માણો અને ગેમની પ્રગતિ જૂઓ.

અત્યારે તો એ મારા બન્ને મોબાઈલ (htc TP અને Nokia N95)માં પણ છે. 🙂 આ રહી મોબાઈલની મૂવીક્લિપ.

એક જ પોસ્ટમાં ત્રણ ત્રણ વિડીયો વધુ પડતા લાગે તો ક્ષમા, પણ મારો હેતુ એ ગેમની લોકપ્રિયતા દર્શાવવાનો છે. ગેમ વિષે વધુ માહિતી, સ્ક્રીનશોટ્સ અને રિક્વાયરમેન્ટ્સ માટે અહીં ક્લિક કરો.

ઔર યે લગા છક્કા.. ભારતીય ક્રિકેટ ટીમ “ભારતીય” નહિ ગણાય !


ચોંકશો નહિ, આ શક્ય છે. સ્પોર્ટસ મીનીસ્ટ્રી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ની મનમાની ચલાવી લેવા તૈયાર નથી અને એમણે બોર્ડ ને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે તેમણે દેશની અન્ય રમત ગમત સંસ્થાઓની જેમ ક્રિકેટ બોર્ડે પણ સરકારને જવાબદાર રહેવું પડશે.

આ ટીમ ભારતની છે? 🙂

પણ ૨૦૦૯-૧૦મા રૂ. ૮૪૭ કરોડ ની આવક મેળવનાર બોર્ડે એ પત્રનો જવાબ ન દેવાનું નક્કી કર્યું છે અને જરૂર પડે કાનૂની સલાહ મેળવવાનું નક્કી કર્યું છે. આ સંઘર્ષ જો પતે નહિ તો આપણી ટીમ પછી દેશની પ્રતિનિધિ નહિ ગણાય. (જો કે આમપણ આઈ પી એલ માં તૂટી મરતા પ્લેયર વર્લ્ડકપમાં ઉકાળે ત્યારે એમ થાય જ છે કે આ લોકો દેશના પ્રતિનિધિ કહેવાને લાયક નથી.) 🙂

વધુ વિગત માટે આ લેખ યાહૂ પર વાચો:

Ministry may take ‘India’ out of BCCI

મારો.. કાપો..!


આ વિડીયો જુઓ..

આ એક ગેઈમ નું પ્લે-મુવી છે. નામ છે “અનરીયલ ટુર્નામેન્ટ – 3”. મારી પ્રિય પીસી ગેઈમ છે. ગેઈમ મારામારી ની છે અને એટલી ઇન્ટેન્સ  છે કે ઝટ મુકવાનું મન ન થાય.

આમ તો એમાં ઘણા મોડ છે જે દરેક માં મુખ્ય હેતુ હરીફોને મારવાનો જ છે. સૌથી લોકપ્રિય છે ડેથમેચ અને ટીમ ડેથમેચ. ડેથમેચમાં એકલા રમવાનું છે ને જે દેખાય તે આપણો દુશ્મન એમ ગણીને મારામારી ચાલુ રાખવાની. ને હા, એ જ રીતે તમે પણ બીજાઓના નિશાન પર રહેશો, મરો કે મારો નહિ ત્યાં સુધી.

ટીમ ડેથ-મેચ માં ટીમ કહેતા જૂથ, બનાવીને રમવાનું ને આપણી ટીમ માં ન હોય તેની પાછળ લાગ્યા રહેવાનું ને એ લોકો તમારી પાછળ જ હશે. -ફરી, મરો કે મારો નહિ ત્યાં સુધી.

બે દિવસથી હું ઘણો સમય બગાડું છું એની પાછળ, ને એ રમતા રમતા કંઈક વિચાર, કંઈક  યાદ આવે છે. તમને શું વિચાર આવે છે આ ગેઈમના કન્સેપ્ટ અને આ વિડીયો ઉપરથી? 😉

(બીજી ગેઈમ જે હમણાં રમું છું તે છે “પ્રિન્સ ઓફ પર્શિયા – ફરગોટન સેન્ડ્સ”. એની વાત પછી.)

ઓસ્ટ્રેલિયા સામે ભારતે મેળવી “ક્લીનસ્વીપ” જીત


હું ક્રિકેટપ્રેમી હોવા છતાં ક્રિકેટજગતમાં થઈ રહેલા પૈસાના ખેલના લીધે ક્રિકેટ જોવાનું ટાળતો હતો. પણ આ વખતની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની ટેસ્ટ  શ્રેણી જોયા પછી એક નવો ઉત્સાહ જાગ્યો છે.ઘણા વખતથી ભારતના ક્રિકેટમાં સર્વાંગી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા નહોતું મળતું. ખાસ કરીને બોલીંગ આક્રમણમાં રહેલો તીક્ષ્ણતાનો અભાવ ખૂંચ્યા કરતો હતો. પરંતુ આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ગણાતી ટીમને પણ ઓલઆઉટ કરીને ફરી એક વખત ભારતના બોલરોએ તેમનું ખમીર દેખાડી આપ્યું. ખાસ કરીને ઝહીરખાન આકર્ષક બની રહ્યો. બેટીંગમાં સચીન તેંડુલકરે ફરી એકવાર સાબિત કર્યું કે તે જગતનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. પણ વધુ ધ્યાન તો ચેતેશ્વર પૂજારાએ ખેંચ્યું. ઘરઆંગણાના ક્રિકેટમાં રનના ધોધ વહાવ્યા પછી ટેસ્ટમાં મળેલી તકનો પણ તેણે ખૂબ સરસ લાભ ઉઠાવ્યો. પ્રથમ ઈનીંગ્સમાં તેના કમનસીબે જ્હોનસનના નીચા રહેલા બોલ નો તે શિકાર બન્યો, પણ બીજી ઈનીંગ્સમાં તેને દ્રવિડના સ્થાને મોકલી તેનામાં દર્શાવેલા વિશ્વાસને તેણે સાચો ઠરાવ્યો. આકર્શક 72 રન કરી તે એવો પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો જેણે ટેસ્ટપ્રવેશે જ મેચની ચોથી ઈનીંગ્સમાં 50 કે તેથી વધુ સ્કોર કર્યો હોય.

ચેતેશ્વર પૂજારા

ગુજરાતના રાજકોટમાં 25 જાન્યુઆરી, 1988ના રોજ જન્મેલો ચેતેશ્વર પૂજારા આઈ પી એલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો સભ્ય છે. તેણે તેની ફર્સ્ટક્લાસ કેરીયરમાં 82 ઈનીંગ્સમાં 59.73ની સરેરાશથી કુલ 4000 કરતાં વધુ રન કર્યા છે જેમાં શ્રેષ્ઠ સ્કોર 302 (નો.આ.) છે.