Category Archives: તસવીરો

ચિત્ર

શાત્ઝીના ગુડનાઈટ :)


image

Advertisements

બે હજાર શબ્દોની પોસ્ટ


આ પોસ્ટ મારા બ્લોગ પરની લાંબામાં લાંબી પોસ્ટ્સમાંની એક છે.

બે હજાર શબ્દોથી યે વધુ લાંબી.

કારણકે અહીં મેં બે ચિત્રો મુક્યા છે અને એક ચીની કહેવત છે કે “એક ચિત્ર એક હજાર શબ્દો કરતાં બહેતર છે.” 😉

બન્ને ચિત્રો પાછા ખરેખર બોલકાં છે. એક તો આપ સૌ જેને ઓળખતા હશો તે “સારા” છે. બીજો ફોટો હું પેટ્રોલ ભરાવવા ગેલેક્સી સિનેમાની સામે ગયો ત્યારે ત્યાં પાડ્યો છે.

સારા (રંગ થોડો બદલાયેલો છે નહીં? 😉 )

મને વાંચતા નથી આવડતું

ડીઝાઇનર લેડીઝ શુઝ (ખાવાનું નથી પુછ્યું)


હંમેશા કહેતો આવ્યો છું તેમ આજે પણ “નેટ પર રખડતાં” આ મળી આવ્યું છે. પણ સાચું કહેવું હોય તો એમ કહેવું જોઇએ કે ગઈકાલે એક મિત્રએ અને મારી પત્નીએ પુછ્યું હતું કે ઓલી અવનવી ડીઝાઈનોવાળી કોઇ પોસ્ટ હમણા હોતી નથી? એટલે આજે વિચાર આવ્યો કે જોડાની (ઓકે ભાઈ, જૂતાની. બસ?) કંઈ અવનવી ડીઝાઈન સર્ચ કરી જોઉં. અને આ ચિત્રો મળ્યા.

અનાયાસે સર્જાયેલો એક યોગાનુયોગ


એક મહિના પહેલા ૧૯ નવેમ્બરે મેં “ટપકા”માં હિટલરનું ક્વોટેશન મુક્યું હતું. આજે ૧૯ ડિસેમ્બર. મેં આજે “ટપકા”માં હેન્રી ફોર્ડનું ક્વોટેશન મુક્યું છે. આ બન્ને મારા ફેવરીટ કિરદાર છે. આ હેન્રી ફોર્ડ હિટલરનો “ફેન” હતો. (એના ઉપર વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીને મદદ કરવાના આક્ષેપો પણ થયા હતા.) અને હિટલર કોનો ચાહક હતો? અફ્કોર્સ, હેન્રી ફોર્ડનો! બન્નેના ક્વોટ્સ એક જ તારીખે મુકાયા એ માત્ર યોગાનુયોગ જ છે. મને પણ હમણાં જ જ્યારે “રંગટપકાં”ની મુલાકાત લીધી ત્યારે જ ખબર પડી.

હેન્રી ફોર્ડ અને એડોલ્ફ હિટલર

કમ્પ્યુટર આર્ટ – સારા


આજની પોસ્ટ મુકવામાં મોડું એટલે થયું છે કે હું સારાનું આ ચિત્ર પુરું કરી રહ્યો હતો. ગઈ કાલે પૂનમ સારાને લઈને ઓફિસે આવી અને એના ફોટા અમે જોતાં હતાં ત્યારે મને વિચાર આવ્યો કે એક ચિત્ર બનાવીને બ્લોગ પર મુકું. મેં પેઈન્ટ ખોલ્યું અને ચિતરડા ભમરડા શરુ કર્યા. પરિણામ આ રહ્યું.

સારા - પેઈન્ટ્માં બનાવેલું ચિત્ર

આ ચિત્ર બનાવવા માટે માત્ર એમ એસ પેઈન્ટના પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. એ સિવાય કોઇ જ ડિજિટલ એડીટર્સ જેમ કે કોરલ ડ્રો કે ફોટોશોપ વાપર્યા નથી.

આશા છે આપ સૌને ગમશે.

અને હા, પોસ્ટને રેટીંગ અને તમારો અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ આપશો પ્લીઈઈઈઈઈઈઝ….

નોંધ – આ ખરેખર સારા જેવું જ લાગે છે કે નહિ એ ખબર નથી. પણ મારે તો માત્ર હું પેઈન્ટમાં કેવુંક કામ કરી શકું છું તે જ જોવું હતું, (કારણ કે પેન્સીલ કરતા માઉસ પર કન્ટ્રોલ રાખવો વધુ અઘરો છે) એટલે બનાવ્યું છે.

યોગાનુયોગે આ મારા બ્લોગ પર મૂકાયેલી 100મી પોસ્ટ છે તે હમણા સ્ટેટીસ્ટીક્સ જોતાં મને ખબર પડી. 🙂

માનવ મૂર્તિ (તસવીર)


આ ફોટો જૂઓ. નેટ પર રખડતા મળી ગયો છે અને અનેક બ્લોગ્સ અને સાઈટ પર મૂકાયેલો જ છે, પણ છતાં મારા વાચકોને ગમશે એમ માનીને અહીં મૂકું છું. મને વિશેષ માહિતી નથી, પણ ફોટોગ્રાફમાં ઉલ્લેખ પ્રમાણે ૧૮૦૦૦ સૈનિકોએ મળીને અહીં “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી”ની આકૃતિ રચી છે.

ફેસબુક, ટ્વીટર..”૭૦ નાં દાયકાની”(?) એડ્સ


ગઈકાલે જૂની જાહેરાતોની પોસ્ટ મૂકી ત્યારે આ “વિન્ટેજ એડ્સ” પણ ધ્યાનમાં આવી હતી. જાણે ૭૦-૮૦ના દાયકામાં છપાઈ હોય તેવી આ વેબસાઈટ્સ ની જાહેરાતો જુઓ.

Facebook

Twitter

Skype

YouTube

જુલાઈ ૨૦૧૦મા પ્રસિદ્ધ થયેલી આ જાહેરાતો છે સાઓ પાઉલો, બ્રાઝીલની મોમા એડ એજન્સીની. એડની પંચલાઈન છે.. “Everything ages fast. Update.”

Source: http://adsoftheworld.com