Category Archives: કમ્પ્યુટર

લિનક્સ – માન્યતાઓ અને સત્યો


મેં હમણા થોડા સમયથી લિનક્સ વાપરવાનું શરૂ કર્યું છે. હું ફેડોરા ૧૪ વાપરું છું અને ઘણો સંતુષ્ટ છું. (ભૂતકાળમાં પણ મેં લિનક્સ વાપરી જોયું હતું પણ ખાસ મજા નહોતી આવી.)

લિનક્સ વાપરવાનું શરૂ ન કરવા પાછળ લોકોની (જેમ મારી હતી તેમ) લિનક્સ અંગેની ઘણી ગેરમાન્યતાઓ જવાબદાર હોય છે. પણ લિનક્સ વાપર્યા પછી અને લિનક્સ અંગેની સાઈટ્સ પર અવારનવાર આંટા માર્યા પછી એમાં સત્ય ઘણું ઓછું દેખાય છે. લિનક્સ પહેલા કરતા સાવ અલગ અને ખૂબ વિકસી ચૂકેલું છે અને હવે મજેદાર લાગે છે. ઉપરાંત બધા જ સોફ્ટવેર “હક થી” વાપર્યાનો સંતોષ તો ખરો જ. ઘણી સાઈટ પર લિનક્સ અંગેની માન્યતાઓ અને ખુલાસાઓ વાંચ્યા પછી અને મારા પોતાના અનુભવો પછી આ પોસ્ટ વડે થોડું શેર કરવાનું મન થયું.

Continue reading

Advertisements

લિનક્સનું બ્લોગ ક્લાયન્ટ – Blogilo


લિનક્સમાં કામ કરવાની મજા આવે છે એ તો હું પહેલા જ કહી ચૂક્યો છું.

હું લિનક્સનું ફેડોરા 14 ડીસ્ટ્રીબ્યુશન વાપરું છું અને ધીમે ધીમે તેના ફીચર્સ તપાસતો જાઉં છું. રોજ કંઈક નવું આશ્ચર્યજનક અને આનંદદાયક મળી આવે છે.

પહેલા તો એ જાણવા મળ્યું કે મારા લેપટોપમાં બ્લૂટુથની સગવડ છે. નવાઈ લાગી? હા, મને સાચે જ એ નહોતી ખબર. વિન્ડોઝને એ બ્લૂટુથ નહોતું જડતું એટલે હું એને એક્ટીવેટ પણ નહોતો કરી શક્યો, પણ લિનક્સે તેને ઓટોડીટેક્ટ કરીને સિસ્ટમટ્રેમાં તેનો આઈકન દેખાડ્યો.

બીજી મજાની વસ્તુ જે મેં મેનુમાં જોઈ હતી પણ અડ્યો નહોતો તે છે બ્લોગ ક્લાયન્ટ. Blogilo નામનો આ પ્રોગ્રામ મારા બ્લોગ સાથે સરસ રીતે કામ કરે છે. (જો તમે આ પોસ્ટ વાંચી શક્તા હો તો તો કરે જ છે. મેં આ પોસ્ટ તે પ્રોગ્રામ દ્વારા જ મૂકી છે.) આ રહ્યો એક સ્ક્રીનશોટ-

બ્લોગીલો (બ્લોગ ક્લાયન્ટ)

અપડેટ

મેં ચેક કરી લીધું છે. આ ક્લાયન્ટ બરાબર ચાલે છે. પોસ્ટ મૂકવા માટે, તેને મોડીફાય કરવા માટે પણ તેમાં સગવડ છે. મને વધારે જે ગમ્યું તે તો એ કે આમાં પોસ્ટ “ઓફલાઈન” ડ્રાફ્ટ કરીને સેવ કરી રાખી શકાય છે અને પછી જ્યારે અનુકુળ હોય ત્યારે પબ્લીશ કરી શકાય છે.

આ પ્રગ્રામ વિઝ્યુઅલ એડીટર અને એચટીએમએલ એડીટર ઉપરાંત એક પ્રિવ્યૂ વિંડો પણ આપે છે જ્યાં પોસ્ટને પબ્લીશ કરતાં પહેલા તેનો પ્રિવ્યૂ જોઈ શકાય છે અને તે પણ તમારા પોતાના બ્લોગની સ્ટાઈલમાં જ. 🙂

ભાવનગર – આઇ ટી ફેર


ભાવનગર ઈન્ફર્મેશન ટેક્નોલોજિ એસોસિએશન દ્વારા ભાવનગરના ડોક્ટર હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે એક આઇટી ફેર આયોજિત કરાયો છે. ૨૪-૨૫-૨૬ ડીસેમ્બર સુધી ચાલનાર આ મેળામાં એસોસિએશનના દાવા મુજબ લોકો આધુનિક ટેક્નોલોજિથી માહિતગાર થઈ શક્શે. જો કે આ દાવો ખાસ દમદાર નથી. ભાગ્યે જ કૈં નવું જોવા કે જાણવા મળે તેમ છે. પણ હા, એકસાથે અનેક પ્રોડક્ટ્સ જોવા મળે એ ફાયદો પણ મહત્વનો તો છે જ. ઘણી વસ્તુઓ એવી છે કે જે સામાન્ય રીતે ભાવનગરમાં બ્રોશર્સ જોઇને જ મગાવવી પડે. અહી દરેક વેપારીઓ એવી અવનાવી વસ્તુઓ પ્રદર્શીત કરી રહ્યા છે. આમ, આઇટી ફેર એ એક પ્રકારનો વેપાર મેળો જ છે એમ કહીએ તો ચાલે. જુદા જુદા ક્લાસિસ અહી પોતાના કોર્સિસ અંગે માહિતી આપે છે. ઘણા લેપટોપ્સ ના ડેમો જોવા મળે છે. અવનવી ગેમ્સ વેચાતી મળે છે. કમ્પ્યુટર ફર્નિચર પણ છે. અને હા, જાત જાતના કિબોર્ડ અને માઉસની વેરાયટી તો હોય જ. અન્ય પેરીફેરલ્સ જેવા કે સ્પિકર્સ, કેમેરાઝ, હેડફોન્સ, પેન ડ્રાઇવ્સ અને આકર્ષક એસેસરીઝ પણ ઉપલબ્ધ છે.

ફેરની થોડી તસ્વીરો પ્રસ્તુત છે. મોટી સાઈઝમાં જોવા માટે જે તે ઇમેજ પર ક્લિક કરો.

મજાનું લિનક્સ! મજાનો અનુભવ!


મારું લિનક્સ ડેસ્કટોપ

મેં મારા લેપટોપમાં ગઈકાલે લગભગ ૪ વર્ષના ગાળા પછી લિનક્સ ઈન્સ્ટોલ કર્યું. SUSE Open Linux ૧૧.૩ ઈન્સ્ટોલ કર્યું છે. અને અનુભવ મજાનો રહ્યો. આરામથી ૧૦ જ મિનીટમાં ઈન્સ્ટોલેશન પૂરૂં થઈ ગયું. જો કે પછી અપડેટમાં થોડી વાર રાહ જોવી પડી. પણ મજાની વાત એ કે એકપણ એપ્લિકેશન કે ડ્રાયવર ઈન્સ્ટોલ ન કરવા પડ્યા. (મારી પાસે Dell Inspiron Laptop છે.) ઈન્ટરનેટ માટે પણ માત્ર યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા કે તરત કનેક્ટ થઈ ગયું. પછી માત્ર પ્રયોગ ખાતર મારો Nokia N95 Mobile કેબલથી લગાવી જોયો (પીસી સ્યુટ ઈન્સ્ટોલ કર્યા વગર)..

અને અહા! મહા આશ્ચર્ય…

લિનક્સે જાતે જ ફોન ડીટેક્ટ કરી લીધો અને ૫-૧૦ સેકંડમાં જ સિસ્ટમ ટ્રે પાસે મેસેજ દેખાયો. “Mobile Broadband available”. મેં માત્ર ત્યાં રાઈટ ક્લિક કરીને એક્સેસપોઈંટનું નામ આપ્યું અને અત્યારે આ પોસ્ટ હું એ જ કનેક્શન પરથી મૂકી રહ્યો છું. 🙂

હા, લિનક્સ ઝડપભેર વિકસી રહ્યું છે. ખરેખર!

માત્ર મારો અને કાપો નહિ..દોડો, કૂદો, બચો અને…


હા, આજે જે ગેમ વિષે લખવું છે તે મારો કાપોથી ઘણી જ વધારે છે. આ રહ્યો એનો વિડીયો..

આ છે પ્રિન્સ ઓફ પર્શીયા – ફરગોટન સેન્ડ્સ જે હું આજ કાલ થોડી થોડી રમું છું. (હજી તો થોડા જ સ્ટેજ પાર કર્યા છે.)

પ્રિન્સ ઓફ પર્શિયા સિરીઝની આ એક વધુ (લગભગ ચોથી?) ગેમ છે. આજ સુધી કેટલાયે હીટ મૂવીઝ પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો આવે છે. જેમાં સ્પાઈડરમેન, સુપરમેન થી માંડીને મેટ્રિક્સ, સ્ટારવોર્સ, અવતાર અને બીજી કેટલીય ગેમનો સમાવેશ થાય છે. પણ પ્રિન્સ ઓફ પર્શિયા એક એવી ગેમ છે કે જેના પરથી મૂવી બનાવવામાં આવ્યું. તેનું મૂવી રૂપાંતરણ હમણાં જ મેં જોયું. (જો કે ગેમ રમવા જેવી મજા મૂવીમાં નથી આવતી.) પ્રિન્સ ઓફ પર્શિયા – ફરગોટન સેન્ડ્સ સિરીઝની બીજી બધી જ ગેમની જેમ જ એરોબેટિક સ્ટન્ટ્સ. સ્પીડ અને સ્વૉર્ડ કોમ્બેટ એટલે કે તલવારબાજીની ગેમ છે. મારામારી તો ઠીક પણ એમાં ડગલે અને પગલે જે સ્ટન્ટ્સ કરવા પડે છે અને જે ઝડપ અને ચપળતા દાખવવી પડે છે એ ગેમને ખૂબ રસપ્રદ બનાવી દે છે. ઉપરાંત જક્કાસ ગ્રાફીક્સ, સુપર્બ સાઉન્ડ અને થ્રીલીંગ સ્ટોરી. એક્શન એડવેન્ચરના રસિયાઓએ મૂકવા જેવી નથી.કમ્પ્યુટર સિવાય આ ગેમ PS3 , XBOX360 અને PSP માટે પણ ઉપલબ્ધ છે. કમનસીબે PS2 માટે તે નથી મળતી એટલે ત્યાં મારે જૂનો ભાગ (ટુ થ્રોન્સ) રમીને સંતોષ માણવો પડશે. પણ આ પ્રકારની ગેમ ખરેખર તો કન્સોલ (એટલે કે પીએસ ટુ, થ્રી કે એક્સબોક્સ 360) પર જ રમવાની મજા આવે.

અને હા, મારા માટે અને બીજા ઘણા લોકો માટે પ્રિન્સ બહુ જૂનું કેરેક્ટર છે. ડોસના જમાનામાં પણ આ ગેમ ઉપલબ્ધ હતી જ્યારે mono VGA મોનિટર પર અમે એ રમતા (1995-96 ની વાત છે.)અહીં એ ડોસ વાળી 2D Prince of Persia નું ગેમ પ્લે મૂવી પણ માણો અને ગેમની પ્રગતિ જૂઓ.

અત્યારે તો એ મારા બન્ને મોબાઈલ (htc TP અને Nokia N95)માં પણ છે. 🙂 આ રહી મોબાઈલની મૂવીક્લિપ.

એક જ પોસ્ટમાં ત્રણ ત્રણ વિડીયો વધુ પડતા લાગે તો ક્ષમા, પણ મારો હેતુ એ ગેમની લોકપ્રિયતા દર્શાવવાનો છે. ગેમ વિષે વધુ માહિતી, સ્ક્રીનશોટ્સ અને રિક્વાયરમેન્ટ્સ માટે અહીં ક્લિક કરો.

કમ્પ્યુટર આર્ટ – સારા


આજની પોસ્ટ મુકવામાં મોડું એટલે થયું છે કે હું સારાનું આ ચિત્ર પુરું કરી રહ્યો હતો. ગઈ કાલે પૂનમ સારાને લઈને ઓફિસે આવી અને એના ફોટા અમે જોતાં હતાં ત્યારે મને વિચાર આવ્યો કે એક ચિત્ર બનાવીને બ્લોગ પર મુકું. મેં પેઈન્ટ ખોલ્યું અને ચિતરડા ભમરડા શરુ કર્યા. પરિણામ આ રહ્યું.

સારા - પેઈન્ટ્માં બનાવેલું ચિત્ર

આ ચિત્ર બનાવવા માટે માત્ર એમ એસ પેઈન્ટના પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. એ સિવાય કોઇ જ ડિજિટલ એડીટર્સ જેમ કે કોરલ ડ્રો કે ફોટોશોપ વાપર્યા નથી.

આશા છે આપ સૌને ગમશે.

અને હા, પોસ્ટને રેટીંગ અને તમારો અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ આપશો પ્લીઈઈઈઈઈઈઝ….

નોંધ – આ ખરેખર સારા જેવું જ લાગે છે કે નહિ એ ખબર નથી. પણ મારે તો માત્ર હું પેઈન્ટમાં કેવુંક કામ કરી શકું છું તે જ જોવું હતું, (કારણ કે પેન્સીલ કરતા માઉસ પર કન્ટ્રોલ રાખવો વધુ અઘરો છે) એટલે બનાવ્યું છે.

યોગાનુયોગે આ મારા બ્લોગ પર મૂકાયેલી 100મી પોસ્ટ છે તે હમણા સ્ટેટીસ્ટીક્સ જોતાં મને ખબર પડી. 🙂

તમારા પ્રોગ્રામ તમારી સાથે..


યુએસબી પેનડ્રાઈવ આજકાલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે અને લોકો પોતાની અગત્યની ફાઈલ્સ અને ડેટા સાથે રાખવા તેનો ઘણો ઉપયોગ પણ કરે છે.

પણ શું તમે જાણો છો કે પેનડ્રાઈવનો ઉપયોગ માત્ર ડેટાફાઈલ્સ રાખવા પુરતો સીમિત નથી. તમે તમારા ફેવરીટ પ્રોગ્રામ્સ પણ એમાં રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જે-તે પ્રોગ્રામ સીધો પેનડ્રાઈવમાંથી જ (ઈન્સ્ટોલ કર્યા વગર જ) રન કરી શકો છો, જેમાં ઓફીસ સ્યુટ, ઈમેઈલ ક્લાયન્ટ અને ઈન્ટરનેટ બ્રાઉઝર ઉપરાંત એન્ટીવાઈરસ પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. (તમે તમારા બ્રાઉઝરના બુકમાર્ક્સ હવે સાથે રાખી શકો છો.) આ માટે ઘણી “‌પોર્ટેબલ એપ્લિકેશન્સ” ઉપલબ્ધ છે જે ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી રહેતી. આ માટેની જ એક રસપ્રદ સાઈટ છે, પોર્ટેબલએપ્સ.કોમ

આ સાઈટ એક આખો પોર્ટેબલ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા દે છે જે તમે તમારા કોઈપણ પોર્ટેબલ ડીવાઈસ પર (હા, કોઈપણ ડીવાઈસ. મેં આ સ્યુટ મારા મોબાઈલના મેમરી કાર્ડમાં ઈન્સ્ટોલ કર્યો છે.)રાખી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તે ડીવાઈસને કોઈપણ વિન્ડોઝ ધરાવતા કમ્પ્યુટર સાથે લગાવી જે-તે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો. વળી, મજા એ છે કે આ સાઈટ પર ઉપલબ્ધ બધી જ પોર્ટેબલ એપ્લિકેશન “ઓપન સોર્સ” છે એટલે તેના માટે તમારે કંઈ ખર્ચ કરવો પડતો નથી. માત્ર ડાઉનલોડ કરો અને ઉપયોગ કરો. પોર્ટેબલએપ્સ સ્યુટ કહેવાતો પ્રોગ્રામ તો વળી એક મેનુ પણ ધરાવે છે જેમાં તમારી બધી એપ્લિકેશનના શોર્ટકટ મળી રહે છે. માત્ર એ મેનુ રન કરી અને તેમાંથી એપ્લિકેશન સિલેક્ટ કરી શકાશે. ઉપરાંત બીજી ઘણી “સ્ટેન્ડ અલોન” એપ્લિકેશન પણ છે જે તમે અલગ અલગ ડાઉનલોડ કરી શક્શો. આમાં ઓફીસ પ્રોગ્રામ, ઈન્ટરનેટ પ્રોગ્રામ, સિક્યુરીટી સોફ્ટવેર, ફાઈલમેનેજર્સ અને ગેમ્સ પણ સામેલ છે. વધુ વિગત અને ડાઉનલોડ (ફ્રી) માટે નીચેની લીંક ક્લીક કરો.

http://portableapps.com