બ્લોગ વિષે..

નકવો..

એ ટેગલાઈનમાં જણાવ્યા મુજબ જ, વિવિધ રંગોનો સંગ્રહ છે.કનકવો..

કોઈ એક ચોક્કસ વિષયને અનુસર્યા વગર વિવિધ બાબતો અંગેની પોસ્ટ્સ આવરી લેવાનો નમ્ર પ્રયાસ છે.

પોસ્ટ્સ માં પ્રગટ થતા લખાણો મારા ન પણ હોઈ શકે..પણ જે કાંઈ મને ગમે છે, તે વહેંચવાના આશયથી પ્રગટ કરું છું. અલબત્ત મારી માન્યતાઓ કે વિચારોને અનુરૂપ બાબતો વધુ હોય તે સ્વાભાવિક છે. પણ આપે સંમત થવું બિલકુલ જરૂરી નથી. હું તો આપની કોમેન્ટ રૂપે આપના વિચારો માગું છું. એ વિરોધ કે ટીકા હોય તો પણ મને વિચારવા માટે એક નવો એંગલ આપે છે એટલે સહર્ષ આવકારીશ જ. કોઈપણ કોમેન્ટ – જો એ તદ્દન અસંબદ્ધ કે અશિષ્ટ ન હોય તો – હંમેશા મારા આનંદ અને ઉત્સાહને ઉત્તેજે જ છે. એ કડક ટીકાઓ હોય તો પણ. આમ પણ પતંગ (કનકવો) સારી રીતે ઉડે એ  માટે માત્ર ઢિલ જ નહિ, ક્યારેક ખેંચ પણ જરૂરી હોય છે અને ક્યારેક સળી (અમારી નાનપણની ભાષામાં “ઢઢ્ઢો”) મરડવાનું પણ આવશ્યક બની જાય છે જ ને!

આભાર. મળતા રહેજો.

તા.ક. “કનકવો”ની હેડર ઇમેજના કલાકાર છે, શ્રી માધવ/હર્ષદભાઈ. (http://www.iharshad.wordpress.com/)

12 responses to “બ્લોગ વિષે..

  1. ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    અન્ય બ્લોગ પરથી રચના લીધેલી હોય તેની લિન્ક અને સૌજન્ય દાખવવાથી ‘ઉઠાંતરી’ ધારી લેવાની જરૂર રહેશે નહીં. વર્ડપ્રેસ બ્લોગ પરથી લીધેલી રચના માટે ‘રીબ્લોગ’ સગવડ પણ વાપરી શકાય.

    • આભાર અને સ્વાગત વિનયભાઈ,
      બ્લોગીંગ હજી શીખું છું એથી થોડી મુશ્કેલી રહે. અને શક્ય હોય ત્યાં સુધી તો લીંક અને રેફરન્સ આપું જ છું. પણ ક્યારેક જાણતો ન હોઉં કે શરતચૂકે રહી જાય તો ધ્યાન દોરતા રહેશો. આપનું પ્રોત્સાહન મળતું રહેશે તો આભારી થઈશ.
      જય

  2. મે તમારા બ્લોગ ની લિન્ક ને મારા બ્લોગ ના “લિન્ક હેવન” પેજ મા મુકી છે.

  3. રંગબેરંગી બ્લોગ…બેસ્ટ ઓફ લક અને સારુ લખ (લખો) 🙂

  4. સમય મળે ત્યારે મારાં પણ બે બ્લોગની મુલાકાત લેશો. જો કે હું ફકત દસ ધોરણ જ ભણેલ છું અને એ પણ 22 વરસ પહેલાં કમ્પુટર કે ઇન્ટરનેટની વ્યવસ્થિત તાલીમ મે લીધેલ પણ નથી તેમ છતાં આપણું ગાડું તો ચાલે છે!!! visit me http://www.simplyyyystupid.wordpress.com
    http://www.crcdhasa.wordpress.com
    Email: mlpatel007007@gmail.com

  5. ખુબ સરસ બ્લોગ….
    ઈન્ટરનેટ વિભાગ ની માહિતી ખુબ ગમી…..બની શકે તો ગણિત-ગમ્મત વિભાગમાં નવી પોસ્ટ મુકશો….
    મારા બ્લોગની મુલાકાત લેજો-
    http://gujratisms.wordpress.com/

  6. તમારો કોન્ટેક્ટ નમ્બર આપો ફોન કરીને અભિનંદન આપવા ૬એ દોસ્ત.

  7. પિંગબેક: સિધ્ધપુરની મુલાકાત અને બ્લોગની અપડેટ્સ… « » નટખટ સોહમ રાવલનો બ્લોગ «

Leave a reply to simplyyyystupid જવાબ રદ કરો