લિનક્સ – માન્યતાઓ અને સત્યો

મેં હમણા થોડા સમયથી લિનક્સ વાપરવાનું શરૂ કર્યું છે. હું ફેડોરા ૧૪ વાપરું છું અને ઘણો સંતુષ્ટ છું. (ભૂતકાળમાં પણ મેં લિનક્સ વાપરી જોયું હતું પણ ખાસ મજા નહોતી આવી.)

લિનક્સ વાપરવાનું શરૂ ન કરવા પાછળ લોકોની (જેમ મારી હતી તેમ) લિનક્સ અંગેની ઘણી ગેરમાન્યતાઓ જવાબદાર હોય છે. પણ લિનક્સ વાપર્યા પછી અને લિનક્સ અંગેની સાઈટ્સ પર અવારનવાર આંટા માર્યા પછી એમાં સત્ય ઘણું ઓછું દેખાય છે. લિનક્સ પહેલા કરતા સાવ અલગ અને ખૂબ વિકસી ચૂકેલું છે અને હવે મજેદાર લાગે છે. ઉપરાંત બધા જ સોફ્ટવેર “હક થી” વાપર્યાનો સંતોષ તો ખરો જ. ઘણી સાઈટ પર લિનક્સ અંગેની માન્યતાઓ અને ખુલાસાઓ વાંચ્યા પછી અને મારા પોતાના અનુભવો પછી આ પોસ્ટ વડે થોડું શેર કરવાનું મન થયું.

 • વિન્ડોઝ લિનક્સ જેવું નથી.
  સૌથી પહેલી વાત તો એ કે લિનક્સ એ વિન્ડોઝ નથી. આથી, લિનક્સને એક સ્વતંત્ર સિસ્ટમ તરીકે જ જોવું જોઈએ. તેમાં કેટલું કામ થાય છે અને કેટલી સરળતાથી એ જોવાય પણ બન્નેની ઈન્ટરફેસ પણ સરખી હોય તેવી અપેક્ષા રાખતા લોકો નિરાશ થાય. એ તો સ્કુટર અને બાઈક બન્નેમાં ગિયર સરખા હોય તેવી અપેક્ષા રાખવા જેવું છે.
 • મેં શીખવાનો પ્રયત્ન કર્યો પણ લિનક્સ અઘરું છે.
  ઘણાખરા લોકો લિનક્સને એકસ્ટ્રા ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઈન્સ્ટોલ કરે છે. એટલે કે સિસ્ટમને ડ્યુઅલબુટ રાખે છે. મારો પોતાનો અનુભવ છે તેમ લિનક્સ ખરેખર શીખવું જ હોય તો કમ્પ્યુટરમાં માત્ર લિનક્સ જ હોય એ ઉત્તમ છે. આપણે અનિવાર્ય નહિ હોય તો લિનક્સ ને માત્ર રમકડા તરીકે જોઈશું, એક ઉપયોગી સિસ્ટમ તરીકે નહિ. જો બીજો વિકલ્પ ન હોય તો આપણે એ શીખી શકીશું – ખરેખર!
 • લિનક્સના સોફ્ટવેર નહિ મળે તો?
  લિનક્સ ન અપનાવવા પાછળનું એક કારણ તેના સોફ્ટવેર નહિ મળે તેવી માન્યતા છે. ખરેખર એ ખોટી વાત છે. હા, સોફ્ટવેર માટેના વિન્ડોઝના રસ્તા કરતા લિનક્સના માર્ગો અલગ છે. અહીં પાઈરેટેડ સોફ્ટવેરની સાઈટ્સ કે મોંઘા ભાવે તૈયાર મળતી સીડીઝ નથી હોતી. તેની જરૂર પણ નથી. દરેક લિનક્સ ડીસ્ટ્રો એક પેકેજ અપડેટ/મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે જે તેની સાઈટ પરના હજારો પ્રોગ્રામ્સને સીધા ડાઉનલોડ કરવા દે છે. વળી બધા જ પ્રોગ્રામ કાયદેસર અને ફ્રી અને વાયરસથી મૂક્ત હોય છે.
 • લિનક્સ દેખાવે જૂદું છે/વિચિત્ર છે/નથી ગમતું.
  ખરેખર લિનક્સના અનેક “ડીસ્ટ્રીબ્યુશન્સ” મળે છે જે એકબીજા કરતા દેખાવે અલગ હોવા ઉપરાંત દરેકમાં અનેક કસ્ટમાઈઝેશન્સના ઓપ્શન્સ હોય છે. તમે લિનક્સને તમને ગમે તે રીતે ઢાળી શકો છો અને એક “ડીસ્ટ્રો” ન ગમે તો બીજું ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી જ શકો છો.
 • લિનક્સમાં કમાન્ડલાઈનમાં વર્ક કરવું પડે છે.
  એ હકીકત છે કે કમાન્ડ લાઈનથી લિનક્સમાં ઘણા કામો સરળતાથી થઈ શકે છે. પણ સામાન્ય યુઝર માટે હવે એવા ડીસ્ટ્રીબ્યુશન્સ ઉપલબ્ધ છે જ જેમાં કમાન્ડલાઈનની મોટાભાગે જરૂર જ ન પડે. અને છતાં જો અનુકુળતાએ થોડો અભ્યાસ કરીએ તો કમાન્ડલાઈન ભયંકર નહિ, ઉપયોગી જ છે.
 • લિનક્સમાં ગેમ્સ નથી રમી શકાતી.
  આ એક એવી માન્યતા છે જેમાં થોડું ઘણું તથ્ય છે. આમ તો લિનક્સ માટે પણ સેંકડો ફ્રી ગેમ્સ (દરેક પ્રકારની) મળે જ છે અને તે ખૂબ સારી ક્વોલીટીની હોય જ છે. પરંતુ લિનક્સ ગેમ્સ વિન્ડોઝ માટેની કોમર્શીયલ ગેમ્સ જેટલા હાઈ રેઝોલ્યુશન ગ્રાફીક્સ નથી ધરાવતી હોતી. પણ સદભાગ્યે હવે લિનક્સ માટે એવા પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે જ કે જે તમારી મનપસંદ વિન્ડોઝ ગેમને લિનક્સમાં ચલાવી આપશે.
 • લિનક્સ માટે મદદ નહિ મળે તો?
  આ સૌથી મોટી ગેરમાન્યતા છે. પહેલી વાત તો એ કે લિનક્સ શીખવાનું હવે એટલું સરળ છે કે કોઈનીયે મદ વગર જ શીખી શકાય. પણ મદદની જરૂર પડે તો પુષ્કળ સાઈટ્સ, ફોરમ્સ અને ચેટરૂમ્સ એવા છે કે જ્યાં અનેક લિનક્સપ્રેમીઓ તમને મદદ કરવા હંમેશા તૈયાર છે. લિનક્સના બધા પ્રેમીઓ હંમેશા પ્રોપ્રાઈટરી સોફ્ટવેરને દૂર રાખવા પ્રયત્નશીલ હોય છે એટલે જ્યારે પણ તમે લિનક્સ અંગે મદદ માગો, તો મળશે જ. ઉપરાંત અનેક સાઈટ્સ પર લિનક્સના અંગે અનેક લેખો અને ડોક્યુમેન્ટ્સ પણ મળે જ છે. માત્ર ગૂગલમાં સર્ચ કરી જૂઓ. (અને ખરીદવી હોય તો લિનક્સ અંગે થોડી બુક્સ પણ મળે છે.)
 • ઘણા હાર્ડવેર પાર્ટસ લિનક્સ સાથે કામ નથી કરતા.
  આ માન્યતા ઘણા વખત પહેલા સાચી હતી, હવે નહિ. હકીકતે તો લિનક્સ ઘણાખરા હાર્ડવેર સાથે કમ્પેટીબલ છે એટલું જ નહિ. તે મોટાભાગે દરેક હાર્ડવેરને આપમેળે ઓળખીને ઈન્સ્ટોલ કરી લે છે. વિન્ડોઝની જેમ તેમાં એકએક ડ્રાઈવર્સ ઈન્સ્ટોલ નથી કરવા પડતા. મેં આ અંગે મારો અનુભવ જણાવ્યો જ છે. મારા લેપટોપમાં બ્લૂટુથ છે તેવી જાણ પણ મને વિન્ડોઝે નહોતી થવા દીધી કારણકે તેના ડ્રાઈવર્સ નહોતા. લિનક્સે આપમેળે એ ચાલુ કરી દીધું. મોબાઈલ દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પણ મારે માત્ર મોબાઈલ કનેક્ટ કરી અને એક્સેસ પોઈંટનું નામ જ આપવાનું રહ્યું. અને પછીથી તો મને એ પણ જાણવા મળ્યું કે એક્સેસપોઈંટ્સ (ભારતના પણ)નું લિસ્ટ પણ લિનક્સમાં છે જ.

ટૂંકમાં, વાત એટલી છે કે લિનક્સ અઘરું નથી, વિચિત્ર નથી. પણ કોમર્શીયલ કંપનીઓ તેને પ્રોત્સાહન નથી આપતી એટલે એ થોડું અપ્રચલિત રહે છે. ઉપરાંત તે સતત વિકસી રહ્યું છે એટલે થોડી મુશ્કેલીઓ ક્યારેક રહે છે. પણ આપણે ન ભૂલવું જોઈએ કે વિન્ડોઝ પણ ક્યારેક અવિકસીત જ હતું અને હજી પણ ઘણા બગ્ઝ ધરાવે છે. (Dont Send કહેવાતી એરર યાદ આવી?) ઉપરાંત વિન્ડોઝને નડતો એક મોટો પ્રોબ્લેમ લિનક્સ સોલ્વ કરી આપે છે – સિક્યુરિટીનો. વાઈરસનો ભય લગભગ નથી જ. ઉપરાંત અનધિકૃત એક્સેસને અટકાવવાનું અત્યંત સરળ અને કાર્યક્ષમ રીતે થઈ શકે છે. લિનક્સ હજી વધુ ને વધુ કાર્યક્ષમ બનશે જ. આપણે પણ લિનક્સ વાપરવાનું શરૂ કરીને તેમાં ફાળો કેમ ન આપીએ?

હું લિનક્સ વાપરું છું. તમે ક્યારથી શરૂ કરો છો?

(નોંધ – હું લિનક્સ પ્રેમી જરૂર છું, જાણકાર ખાસ નથી. પણ શીખવા સતત પ્રયત્નશીલ છું જ. આ લેખ થોડી લિનક્સ સાઈટ્સ પર વાંચેલા મુદ્દાઓમાંથી વીણેલી બાબતોનો સંગ્રહ છે.)

Advertisements

4 responses to “લિનક્સ – માન્યતાઓ અને સત્યો

 1. Dont Send કહેવાતી એરર યાદ આવી?
  હા ભાઇ…યાદ જ છે. એને તો કેમ ભુલાય? દિવસમાં એકાદવાર તો દર્શન દે જ છે 🙂

  હું લિનક્સ વાપરું છું. તમે ક્યારથી શરૂ કરો છો?

  અરે ભાઇ, મને લાગે છે કે તમે મને લિનક્સ ભેગા કરી જ દેશો. લિનક્સ ઇન્સ્ટોલ કરવું છે પણ હજી શાંતિથી… 😛 એ વખતે આ લેખ અને આગળ લખેલો લિનક્સનો લેખ ફરીથી વાંચીશ. 🙂

  • 🙂
   ખરેખર તો જેને ગેમ્સનો બહુ જ શોખ ન હોય અને એકાઉન્ટીંગની ખૂબ જરૂરીયાત ન હો ય તે બધા લિનક્સ આરામથી વાપરી જ શકે. એ બે જ વસ્તુ એવી છે કે જેમાં મને બહુ કોન્ફીડન્સ નથી. ગેમ્સ તો લિનક્સની પોતાની ઘણી બધી છે જ અને વિન્ડોઝ સોફ્ટવેર સચાવવાના રસ્તા પણ છે જ પણ એ થોડું કુથું કામ છે.

 2. Good Informative Article!!! I have used linux 5 years back… now purely back in Windows… Would love to work with linux (soon)…

 3. jay bhai khub saras mahiti aap linux no dar aa mahiti vachi gano ocho tahyo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s