જૂની રમૂજો – ૭

 • એકવાર એક સ્ત્રી તેની ખૂબ મોંઘી કાર લઈને જતી હતી. અચાનક તેણે એક પરસેવે રેબઝેબ છોકરાને રસ્તા ઉપર દોડતો જોયો. એ છોકરાની પાછળ ત્રણ મોટા કૂતરા દોડી રહ્યા હતા. સ્ત્રીને પોતાની કારનું મોંઘુ ઈન્ટીરીયર બગડવાની બીક હોવા છતાં દયા આવી અને તેને થયું કે એ છોકરાને બચાવવો જ જોઈએ. તેણે કાર ઉભી રાખી અને છોકરાને બેસી જવા કહ્યું.

  છોકરાએ કહ્યુ, “આપનો ખૂબ આભાર. સામાન્ય રીતે લોકો મને લીફ્ટ નથી આપતા જ્યારે તેઓ જૂએ કે મારી પાસે ત્રણ મોટા કૂતરા છે.”

 • એક નેતા લાંબુ લાંબુ ભાષણ કર્યે જ જતા હતા. શ્રોતાઓ કંટાળી ગયા છતાં એ અટકતાં જ નહોતા. અંતે ગુસ્સે થઈને એક જણાએ નેતા પર એક પથ્થર ફેંક્યો. એ નિશાન ચૂકી ગયો અને પથ્થર નેતાને બદલે પાછળ બેઠેલા બીજા વ્યક્તિને વાગ્યો. પેલો માણસ નીચે પડ્યો અને અર્ધબેભાન જેવી અવસ્થામાં જ તેણે બૂમ પાડી, “મને હજી વધુ મારો. હું હજી તેમનું ભાષણ સાંભળી શકું છું.”

 • Q. માણસખાઉએ તેની ગર્લફ્રેન્ડને કેમ છોડી દીધી?

  A. એનો “ટેસ્ટ” જરા જૂદો હતો.

 • એક બહેનનો નાનો છોકરો રૂપિયાનો સિક્કો ગળી ગયો. તેમની બુમાબુમ સાંભળીને એક ભાઈ દોડતા આવ્યા અને છોકરાને ધબ્બા મારીને સિક્કો બહાર કાઢી આપ્યો. પેલા બહેન આભારવશ થઈ ગયા અને પૂછ્યું, “શું તમે ડૉક્ટર છો?”

  પેલા ભાઈએ જવાબ આપ્યો, “ના, ઈન્કમટેક્સ ઓફીસર છું.”

 • એક ભાઈની એનિવર્સરી આવી રહી હતી. એના મિત્રએ પૂછ્યું કે એનિવર્સરી પર એ તેની પત્નીને શું આપશે. પેલાએ કહ્યું, “ત્રણ વરસ પહેલાની એનિવર્સરીએ હું એને લઈને આંદામાન-નિકોબાર ગયો હતો.”

  મિત્ર: “સરસ. આ વખતે એને ક્યાં લઈ જશે?”

  પેલા ભાઈએ કહ્યું, “પહેલા એને પાછી તો લઈ આવવા દે !”

 • પાગલોની હોસ્પિટલમાં ચેકઅપ ચાલી રહ્યું હતું.

  ડૉક્ટરે પહેલા દર્દીને પૂછ્યું, “બે ને બે કેટલા થાય?”

  દર્દી બોલ્યો, “એક હજાર.”

  ડૉક્ટરે બીજા દર્દીને બોલાવ્યો અને પૂછ્યું, “બે ને બે કેટલા થાય?”

  દર્દી બોલ્યો, “શુક્રવાર”

  નિરાશ ડૉકટરે ત્રીજા દર્દીને બોલાવ્યો અને એ જ પ્રશ્ન પૂછ્યો. એના આશ્ચર્ય વચ્ચે દર્દીએ જવાબ આપ્યો, “ચાર.”

  ડૉક્ટરે કહ્યું, “વાહ, તમે એ કેવી રીતે ગણ્યું?”

  દર્દીનો જવાબ: “સરળ જ છે. મેં એક હજારમાંથી શુક્રવારને બાદ કરી નાખ્યો.”

 • એકવાર એક વેપારીનો કેસ લડી રહેલા વકીલે કેસ જીત્યા પછી એ વેપારીને ફોન કર્યો, “અંતે ન્યાયનો જ વિજય થયો છે.”

  વેપારીએ તરત કહ્યું, “હાઈકોર્ટમાં અપીલ કરો.”

 • થીયેટરમાં ફીલ્મ શરૂ થયા પછી એક માણસે બાજુવાળાને પૂછ્યું, “સોરી, પણ તમે કહી શક્શો કે સ્ક્રીન પર શું આવી રહ્યું છે?”

  પેલા ભાઈએ જવાબ આપ્યો, “ફિલ્મના ટાઈટલ.”

  પેલો માણસ બોલ્યો, “આભાર. અને પ્રોડ્યુસરનું નામ પણ કહેશો? મારી આંખ ખૂબ નબળી છે એટલે હું જોઈ નથી શક્તો.”

  પેલા ભાઈએ કહ્યું, “તો તમે ફીલ્મ શા માટે જૂઓ છો? તમને એમાં શું મજા આવશે?”

  પેલા માણસે જવાબ આપ્યો, “મજાની વાત નથી. હું છાપામાં ફીલ્મના રિવ્યૂ લખું છું.”

 • એકવાર સ્વિસબેંકમાં એક ભારતીય નેતાએ ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, “મારે તમારી બેન્કમાં પચાસ કરોડ રૂપિયા મૂકવા છે.”

  બેન્કના અધિકારીએ કહ્યું, “ખુલીને વાત કરો સર. ગરીબાઈ એ કંઈ ગુનો નથી.”

Advertisements

4 responses to “જૂની રમૂજો – ૭

 1. બધા જ જોક સરસ…
  એમાંય આ ઇન્કમટેક્ષ ઓફીસર વાળી તો જક્કાસ… 🙂
  આજે મે મારા બ્લોગ પર જોક નથી મુક્યો એટલે તમે મુક્યા એવું તો નથી ને? 😉

 2. અરે આ તો અજાણતા જ બની ગયુ પણ જે થાય તે સારા માટે. (કે શાત્ઝી માટે?) 😉

 3. #
  એક ભાઈની એનિવર્સરી આવી રહી હતી. એના મિત્રએ પૂછ્યું કે એનિવર્સરી પર એ તેની પત્નીને શું આપશે. પેલાએ કહ્યું, “ત્રણ વરસ પહેલાની એનિવર્સરીએ હું એને લઈને આંદામાન-નિકોબાર ગયો હતો.”
  મિત્ર: “સરસ. આ વખતે એને ક્યાં લઈ જશે?”
  પેલા ભાઈએ કહ્યું, “પહેલા એને પાછી તો લઈ આવવા દે !”
  ….. not fair…. 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s