ચેતવણી

મારી હમણાની એક-બે પોસ્ટથી બ્લોગજગતમાં લડાઈ ફેલાઈ જવાની વાતે ગમ્મતમાં આવી ગયેલા કોઈ અનામી મિત્રોએ એક બ્લોગ શરૂ કર્યો છે અને મારી તથા શ્રી યશવંતભાઈ ઠક્કરની બધી પોસ્ટ ત્યાં રિબ્લોગ કે બીજી કોઈ રીતે મૂકાય છે. તેમાં ઘણી કોમેન્ટ્સ જે મેં એપ્રુવ ન કરી હોય તેવી પણ મારા નામની પોસ્ટમાં મૂકાય છે. તો એમાં મારી સહમતી માની લેતા પહેલા મારા બ્લોગની મુલાકાત લેવી અને માત્ર મારા બ્લોગ (કનકવો) પર એપ્રુવ થયેલી કોમેન્ટ્સ જ મેં એપ્રુવ કરી છે તેમ માનવું. વિશેષ એ કે મને કોઈ સાથે ઝગડા જ કર્યા કરવામાં રસ નથી અને મારી એ શક્તિ પણ નથી તેથી ( હાર માનો તો હાર  🙂 પણ) હું એ ચર્ચા અહીં જ પૂરી જાહેર કરું છું અને મારી એ પોસ્ટ્સ પર કોમેન્ટ્સ પણ ડીસેબલ કરું છું.

આભાર.

જય ત્રિવેદી

Advertisements

7 responses to “ચેતવણી

 1. મારી હમણાની એક-બે પોસ્ટથી બ્લોગજગતમાં લડાઈ ફેલાઈ જવાની વાતે ગમ્મતમાં આવી ગયેલા કોઈ અનામી મિત્રોએ એક બ્લોગ શરૂ કર્યો છે અને મારી તથા શ્રી યશવંતભાઈ ઠક્કરની બધી પોસ્ટ ત્યાં રિબ્લોગ કે બીજી કોઈ રીતે મૂકાય છે. તેમાં ઘણી કોમેન્ટ્સ જે મેં એપ્રુવ ન કરી હોય તેવી પણ મારા નામની પોસ્ટમાં મૂકાય છે. તો એમાં મારી સહમતી માની લેતા પહેલા મારા બ્લોગની મુલાકાત લેવી અને માત્ર મારા બ્લોગ (કનકવો) પર એપ્રુવ થયેલી કોમેન્ટ્સ જ મેં એપ્રુવ કરી છે તેમ માનવું.
  Read this !
  News to me !
  If that is the case..it is sad !
  We all the Bloggers should remain united with Love….Many are new to this Computer World. Those who claim to be the Experts, should refrain from the “Ego” and be “true teachers”.Noone needs to be treated as a “Criminal”.
  Best Wishes for 2011 !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting “Kanakavo” to Chandrapukar.

 2. તે બ્લોગમાં “ભજનામૃત વાણી” અને “મધુવન” ના નામો પણ બ્લોગ-રોલમાં મુક્યાં છે. આથી સ્પષ્ટતા કરવાની કે તે બ્લોગર કોણ છે તે હું જાણતો નથી અને અમારા બ્લોગ્સને તે બ્લોગર કે બ્લોગ સાથે કોઈ સ્નાન-સૂતકનોયે વ્યવહાર નથી.

 3. કોઈ અનામી મિત્રોએ એક બ્લોગ શરૂ કર્યો છે અને મારી તથા શ્રી યશવંતભાઈ ઠક્કરની બધી પોસ્ટ ત્યાં રિબ્લોગ કે બીજી કોઈ રીતે મૂકાય છે
  શૂ નામ છે એ બ્લોગનુ????

  • એ બ્લોગનું નામ આપવાનો અર્થ થશે એની પ્રસિદ્ધી કરવી. આથી એ બ્લોગનું નામ કે લિંક નથી આપી. આમ પણ શ્રી યશવંતભાઈ માને જ છે કે આવા બ્લોગ્સ હું અને “મારા મળતીયાઓ” જ ચલાવીએ છીએ. હું એમની એ શંકાને પણ પોષવા નથી માગતો. એથી ક્ષમાપના સાથે જણાવવાનું કે એ બ્લોગનું નામ અહીં નહિ આપું. આ ચેતવણી કે ચોખવટની પોસ્ટ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો જાણે કે હું જ્યારે પણ કરીશ ત્યારે ખુલ્લો વિરોધ કરીશ. ખોટા નામે કોમેન્ટ્સ કે બ્લોગ્સ નહિ મૂકું. અને આમ પણ વિવાદો અનંત હોય છે અને એમને આપણે ન છોડીએ તો વિવાદો આપણને નહિ છોડે. આથી વધારે સારું તો એ જ કે હવે આગળ વધીએ. 🙂

 4. જય ત્રિવેદી મારી વેબ સાવ જુદા પ્રકારની છે અને હું આવા ડ્ખાઓ વાંચતો નથી
  પણ વેબ્જગત અને એની કાર્ય પધ્ધતિ વિશે મારે લખ્વું છે ગુજરાતી સામ્યિકોમા
  તેથી હું તો માહિતિ જ ભેગી કરું છું અને વેબોને મરા બુકમાર્કમાં જમા કરું છું, મારી વેબ અમેરિકામાં છે, મન થાયતો ત્યાં માહિતિ મોકશો આભાર, @
  http://himanshupatel555.wordpress.com
  (ગુજરતી ભાષાનો સદ્યતન બ્લોગ).

  • હિમાંશુભાઈ,
   આપના બ્લોગની હું મુલાકાત લેતો જ હોઉં છું. અને આપ ડખાઓ સાથે કોઈ સંબંધ ધરાવો તેવું હું જ નહિ, કોઈ જ ન માને. અહીં આપનું અપમાન કરવાનો નહિ પણ જે ઓલરેડી ફેલાઈ રહ્યા છે તે ડખાઓને નિવારવાનો જ હેતુ હતો. આપને ખરાબ લાગ્યું હોય તો ક્ષમા કરશો.