Re: ગોફણ, ઠળિયા…

મારી આજની પોસ્ટ કદાચ થોડી કડવી થઇ ગઈ છે. અને આદરણીય પારુબહેને તો મને “વિવેક” વિષે એક લીંક પણ આપી છે. મીઠી, યોગ્ય ટકોર શિરોમાન્ય છે અને એ બદલ એમનો આભારી છું જ. પણ થોડો ખુલાસો કરવો જોઈએ એવું લાગે છે જેથી વસ્તુ સ્થિતિ એકતરફી ન બની જાય.

પારુબહેનનું કાવ્ય ખુબ સરસ છે. પરંતુ નીચેની પંક્તિઓ પણ તેમાં છે જ..
ક્ષમાદૃષ્ટિ તે નહી નિર્બળતા,  વિવેકનું પ્રમાણ છે!
જુલમને અન્યાય સામે લડવું ગીતા તણું જ્ઞાન છે.

મેં ક્યારેય કોઈના બ્લોગ પર અણછાજતી કોમેન્ટ્સ કરી હોય તો હું ચોક્કસ લાખવાર ક્ષમા માગવા તૈયાર છું. પણ કારણ વગર, માત્ર હું કોઈનો સંબંધી છું એટલે, કે મેં ક્યારેક કોઈની નમ્ર શબ્દોમાં તરફેણ કરી એટલે મારી મજાક કરવાના હીન પ્રયાસ એ શું અવિવેક નથી? ને મારી પોસ્ટમાં શું ખોટું હતું કે એની પેરોડી થાય? અરે ભાઈ, જેણે ધ્યાનથી મારી બધી પોસ્ટ વાંચી હશે એ જ એની મજાક ઉડાવી શકે છે ને? જેને મારી રીત ન ગમતી હોય એ મારી પોસ્ટ ન વાંચે. બાકી માત્ર ઉંમર મોટી હોય એટલે ગમે તેને આડે હાથે લેવાનો હક મળી નથી જતો.
હું મારું કામ કરું છું અને ઘણા મિત્રોને મારી અંગત બાબતોમાં રસ હોય છે એટલે એમને જણાવું છું.

બાકી હા, આને લડાઈ ગણીને હું મંડ્યો નહિ રહું. આ તો માત્ર જણાવવાનું છે કે કટાક્ષ, સર્જન, બુદ્ધિ વગેરે કોઈના બાપના ન હોય. ચાબખા મારવા માટે સર્જક હોવું જરૂરી નથી.

મારી જૂની બધી પોસ્ટ વાંચશો, તો પણ ખ્યાલ આવશે કે મેં અવાર નવાર બ્લોગ્સ પર અવિવેક નો વિરોધ કર્યો છે. વારંવાર કહ્યું છે કે આખા ૩૦૦-૪૦૦ એક્ટીવ બ્લોગર્સ માંડ છીએ. આપણે. શા માટે લડીએ? અરે ભૂતકાળમાં મારી જે પોસ્ટ પર વિવાદ જાગ્યા એ પોસ્ટ્સ પણ મેં હટાવી લીધી હતી અથવા પ્રાઇવેટ કરી નાખી હતી. માત્ર વિવાદ ટાળવા. ઝગડવું એ મારો સ્વભાવ નથી. એ માટે મારી પાસે સમય કે શક્તિ પણ નથી. ઘણા વખત થી જે બ્લોગર્સ ને મારું વલણ પસંદ ન હોય તેમના બ્લોગ પર વખાણ સિવાયની કોમેન્ટ કરવાનું, અરે જ્યાં એમની કોમેન્ટ હોય ત્યાં મારો પ્રતિભાવ આપવાનું પણ ટાળ્યું છે.

અને વિરોધી સુરની કોમેન્ટ કરનારા જેમને “લબાડ”, “ડખ્ખાબાજ” અને “લલ્લુઓ” લાગતા હોય તેમને “મોડરેશન” વિષે ખબર નથી? પહેલા નીખાલસતાનો દંભ કરવા બધી કોમેન્ટ અપૃવ કરવી અને પછી લાગે કે આ તો સાલું આપણી વિરુદ્ધ ચાલ્યું એટલે કોમેન્ટ્સ ડીલીટ કરવી? એ તો ઠીક, એમના અધિકારની જ વાત છે. પણ કોમેન્ટ્સ ડીલીટ કરો, બ્લોગરને બ્લોક કરો એ પુરતું નથી? પછી ભાંડવાનાં શા માટે? ખરેખર તો આ બધી લોકપ્રિય રહેવાની તરકીબો લાગે છે. વળી, નેટ એ ખુલ્લું માધ્યમ છે. અહી વારંવાર “અપમાનિત થઇ જનારા” અને “ઘવાઈ જનારા”નું શું કામ? એવું જ હોય તો બ્લોગને બદલે એકાદું પ્રાઈવેટ ગ્રુપ બનાવો. વધુ મજા આવશે. બાકી માત્ર ઉંમરના આધારે માન મેળવવાનું હોય તો ગોળી વાગે એ માન ને. માન તો વાણી, વર્તન અને વિચારો ને લઈને મળે. એ આપમેળે મળે. માગવાથી ભીખ મળે, સહાનુભુતિ મળે, દયા મળે, પણ પ્રેમ, લાગણી અને સન્માન તો વ્યક્તિત્વ, વાણી, વિચાર, વર્તન ને આધારે જ મળી શકે.

જો કે હા, હું પારુબહેન અને એમના જેવા બીજા સર્વ પ્રેમાળ વાચકોને નિશ્ચિંત રહેવા જણાવું છું કે એમને આવી “ગંદી”, “રાજકારણી” પોસ્ટ અહી આગળ જતા નહિ મળે. મારું કામ લખવાનું છે અને એક મુલાકાતી પણ જ્યાં સુધી “કનકવો”ની મુલાકાત લેતો રહેશે ત્યાં સુધી હું યથાશક્તિ લખીશ.

અસ્તુ.

ક્ષમાપ્રાર્થના સહ,

જય ત્રિવેદી

Advertisements

6 responses to “Re: ગોફણ, ઠળિયા…

 1. જયભાઈ… કહેવાય છેને, તેજી ને બસ એક ટકોરો જ કાફી છે …. ! મારો ભાવાર્થ તમે જરૂરથી સમજી જશો ને સીધા અર્થમાં જ લેશો તેવી મનથી ખાત્રીજ હતી તેથીજ આવી હિંમત કરી હતી.
  બાકી હા, આને લડાઈ ગણીને હું મંડ્યો નહિ રહું. આ તો માત્ર જણાવવાનું છે કે કટાક્ષ, સર્જન, બુદ્ધિ વગેરે કોઈના બાપના ન હોય. ચાબખા મારવા માટે સર્જક હોવું જરૂરી નથી……. તમારી આ વાત ગમી….

 2. “એક મુલાકાતી પણ જ્યાં સુધી “કનકવો”ની મુલાકાત લેતો રહેશે ત્યાં સુધી હું યથાશક્તિ લખીશ.”

  પ્રિય જયભાઇ,
  હુ તો તમારો બ્લોગ કાયમ જોઇશ.કેમ કે તમે કંઇક નવું જ પીરસો છો.(બ્રાહ્મણ છું એટલે ખાવાનું તરત યાદ આવી જાય છે. 😛 ) સમજો ને કે રોજ પેપર વાંચવાની સાથે સાથે તમારો બ્લોગ જોવાની પણ આદત પડી ગઇ છે. હા, કદાચ સમયના અભાવે થોડાંક દિવસો સુધી ના પણ આવી શકું પણ આવીશ ત્યારે ચોક્કસ આગળની બધી જ પોસ્ટ જોવાની ચુકાશે નહિં.!

  એટલે બીજે બધે ક્યાંય આપનું ધ્યાન કેન્દ્રિત કર્યા વગર આપ આપનું કાર્ય અવિરતપણે ચાલું રાખો. અને મારા જેવા ઘણાં લોકો આપનો બ્લોગ નિયમિત વાંચે જ છે.

  • સોહમભાઈ,
   આપ જેવા બધા મિત્રોના સહકાર અને પ્રોત્સાહનથી જ તો હું ટકી રહ્યો છું. અને મેં માત્ર મિત્રોને ગમે તેવું અને ક્યારેક મારા જીવન અંગે મિત્રો સાથે શેર કરવા જેવું જ લખ્યું છે. હું બ્લોગ પર છું જ મિત્રો બનાવવા અને જો મિત્રો સાથે અંગત જીંદગી શેર ન કરી શકાય તો મિત્રતા શા કામની રહે? જ્યારે પણ કંઈ ખોટું, ન ગમે તેવું લખાય કે ભૂલ થાય તો તરત જ ટપારશો. મને તો વિદ્યાર્થી બની રહેવામાં રસ છે.
   આભાર

 3. I read your earlier and this post as well…
  There is no doubt that you are doing absolutely fabulous that’s why all other people are talking about you… Keep doing the good work..

  I read one good quote which would help you understand the situation…
  “When somebody criticizes you don’t worry, Stones are generally thrown only at tree full of fruits” 🙂