આપણો ચહેરો – આપણું વ્યક્તિત્વ

Mysteries of Vedic Face Reading નામના પુસ્તકના લેખક, ફેસરિડીંગના નિષ્ણાત શ્રી ઋષિકેષ દુબેના કહેવા મુજબ આપણા ચહેરાના “ફીચર્સ” પરથી આપણા વ્યક્તિત્વ વિષે જાણવા મળે છે.

“મીડ-ડે”માં પ્રગટ થયેલા આ લેખમાં જણાવ્યા મુજબ શ્રી ઋષિકેષજી કહે છે કે નાકની લંબાઈ, આંખોની વચ્ચેની જગ્યા અને કાનનું કદ આપણા વિષે ઘણું બધું જણાવે છે.

દા.ત. જો તમારા ચહેરાનો વચલો ભાગ (ચહેરાના ત્રણ આડા ભાગ કરીએ તો વચલો નાકવાળો ભાગ) ખૂબ લાંબો હોય તો તમે ભૌતિકવાદી અને સુખસમૃદ્ધિના ચાહક હશો અને એ ભાગ જો મધ્યમ હોય તો તમે ઉદ્યમી, હાજરજવાબી અને ખૂબ સક્રિય હોઈ શકો. આ જ ભાગની લંબાઈ ખૂબ ઓછી હોય તેવા લોકો સામાન્ય રીતે સમયનો વ્યય કરનારા અને નિરસ હોઈ શકે છે.

એજ રીતે બે આંખો વચ્ચેનું અંતર વધારે હોય તેવા લોકો ધીમા, બેદરકાર, અને એકાંતપ્રિય હોય છે. તેઓ પોતાના વર્તનની અન્યો પરની અસર પ્રત્યે બેજવાબદાર રહે છે.

આંખો વચ્ચે મધ્યમ (પ્રમાણસર) અંતર હોય તેવા લોકો સંતુલિત સ્વભાવના, પૂર્વગ્રહરહિત, ધીરજ ધરાવનારા હોય છે. જ્યારે અંતર ખૂબ ઓછું હોય તો તેવા લોકો એકાગ્ર પરંતુ અસહિષ્ણુ, અસંતોષી હોય છે.

=========================================

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s