લિનક્સનું બ્લોગ ક્લાયન્ટ – Blogilo

લિનક્સમાં કામ કરવાની મજા આવે છે એ તો હું પહેલા જ કહી ચૂક્યો છું.

હું લિનક્સનું ફેડોરા 14 ડીસ્ટ્રીબ્યુશન વાપરું છું અને ધીમે ધીમે તેના ફીચર્સ તપાસતો જાઉં છું. રોજ કંઈક નવું આશ્ચર્યજનક અને આનંદદાયક મળી આવે છે.

પહેલા તો એ જાણવા મળ્યું કે મારા લેપટોપમાં બ્લૂટુથની સગવડ છે. નવાઈ લાગી? હા, મને સાચે જ એ નહોતી ખબર. વિન્ડોઝને એ બ્લૂટુથ નહોતું જડતું એટલે હું એને એક્ટીવેટ પણ નહોતો કરી શક્યો, પણ લિનક્સે તેને ઓટોડીટેક્ટ કરીને સિસ્ટમટ્રેમાં તેનો આઈકન દેખાડ્યો.

બીજી મજાની વસ્તુ જે મેં મેનુમાં જોઈ હતી પણ અડ્યો નહોતો તે છે બ્લોગ ક્લાયન્ટ. Blogilo નામનો આ પ્રોગ્રામ મારા બ્લોગ સાથે સરસ રીતે કામ કરે છે. (જો તમે આ પોસ્ટ વાંચી શક્તા હો તો તો કરે જ છે. મેં આ પોસ્ટ તે પ્રોગ્રામ દ્વારા જ મૂકી છે.) આ રહ્યો એક સ્ક્રીનશોટ-

બ્લોગીલો (બ્લોગ ક્લાયન્ટ)

અપડેટ

મેં ચેક કરી લીધું છે. આ ક્લાયન્ટ બરાબર ચાલે છે. પોસ્ટ મૂકવા માટે, તેને મોડીફાય કરવા માટે પણ તેમાં સગવડ છે. મને વધારે જે ગમ્યું તે તો એ કે આમાં પોસ્ટ “ઓફલાઈન” ડ્રાફ્ટ કરીને સેવ કરી રાખી શકાય છે અને પછી જ્યારે અનુકુળ હોય ત્યારે પબ્લીશ કરી શકાય છે.

આ પ્રગ્રામ વિઝ્યુઅલ એડીટર અને એચટીએમએલ એડીટર ઉપરાંત એક પ્રિવ્યૂ વિંડો પણ આપે છે જ્યાં પોસ્ટને પબ્લીશ કરતાં પહેલા તેનો પ્રિવ્યૂ જોઈ શકાય છે અને તે પણ તમારા પોતાના બ્લોગની સ્ટાઈલમાં જ. 🙂

Advertisements

7 responses to “લિનક્સનું બ્લોગ ક્લાયન્ટ – Blogilo

 1. એમ?
  જોકે હુ તો હજી Windows-7 જ વાપરું છું.

 2. લેખોની (lekhonee) પર નજર માંડજો. એ મારા મિત્રે બનાવ્યું છે અને ફેડોરામાં સારુ એવું કામ કરે છે. હું પણ આજ-કાલમાં લિનક્સનાં સારા સોફ્ટવેર્સ પર એક લેખમાળા શરુ કરવાનું વિચારું છું 🙂

 3. Ubantu Linux vapro je windows and linux bane ek j computer ma chhale chhe.
  paresh

  • પરેશભાઈ,
   લિનક્સ કોઈપણ હોય, તેની સાથે વિન્ડોઝ ચલાવી જ શકાય છે. હું ફેડોરા લિનક્સ વાપરું છું અને તેની સાથા સાથે વિન્ડોઝ પણ ડ્યુઅલબુટમાં ચલાવું જ છું. (જો કે ઘણા દિવસથી વિન્ડોઝ ચાલુ નથી કર્યું એ અલગ વાત છે. :))

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s