એકડે એક

૧-૧-૧૧ થી શરૂ થતું નવું વર્ષ આવી ગયું. વિદ્વાનો કહે છે કે એકડાઓનું નવું વર્ષ પ્રગતિ લાવશે. સાચે જ આજથી નવેસરથી એકડો ઘુંટવાનો છે મારે..
બધી કડવાશ, ખટાશ, ખારાશ, તીખાશ, તુરાશ નું મીંડુ વાળી દઈને મીઠાશનો એકડો ઘુંટવો છે. મીઠાશ સફળતાની, મીઠાશ પ્રગતિની, મીઠાશ શિક્ષણની, મીઠાશ જાતને જોવાની, મીઠાશ જીવન જીવવાની.

નવું વર્ષ શરૂ થાય ત્યારે મન ઘણા સંકલ્પો કરવા થનગની ઉઠે..
પણ સંકલ્પો નથી કરવા, માત્ર એટલું ધ્યાંન રાખવું છે કે સતત આગળ વધાય. કંઈક નવું કરી શકાય. નવું શીખી શકાય. નવા મિત્રો મળે, નવી સફળતા મળે. નવા નવા એકડા ઘુંટાય.
જીવન ભલે જૂનું રહે જીવનને જોવાની રીત નવી રહે એ જોઈએ.

અને મારા ગુરૂ શ્રી મુર્તઝાભાઈએ એક નવું કાર્ય તો આપ્યું જ છે-બાળક જેવી નિખાલસતાથી પોતાની જાતને જોવાનું, પોતાની જાતને ઓળખવાનું, પોતાની પેશનનું પરીક્ષણ કરવાનું. તમે એ પોસ્ટ ન વાંચી હોય તો અહીં વાંચી લો. માત્ર વેપાર માટે જ નહિ, જીવનને દરેક રીતે ખુશીથી જીવવા માટેની મજાની ટીપ્સ છે.

બસ ત્યારે, જાતને વધુ જાણો, ખુલીને જીવો, નિખાલસતાથી જીવો, આગળ વધો અને જલ્સા કરો-કરાવો.

ઓલ ધ બેસ્ટ.

હેપી ન્યૂ યર.

Advertisements

13 responses to “એકડે એક

 1. જયભાઈ,
  મને ખુશીમાં શામેલ કર્યો એ માટે ઘણો આભાર.

  ભઈલા, આ રીતે આપણે ‘એક-એક’ જન ખુશીઓની ‘લીંક’ આ રીતે શેર કરતા રહીએ તો લાગે છે કે મોટી મોટી શાંતિ મંત્રણાઓની જરૂર છે?

  આબાર દેખો હોબે!

 2. શ્રી જયભાઈ ( કનકવો )

  ૨૦૧૧ ના વર્ષાગમને શુભ કામના.

  કનકવો ખુબ ઉચે આકાશમાં વિહરતો, લહેરાતો અને વિકસતો

  રહે એવી શુભ કામના.

 3. ૧-૧-૧૧ થી શરૂ થતું નવું વર્ષ તમારું પણ સારું જાય એવી શુભકામના….

 4. વેલ…બંગાળી ભાષા છે. મને સાંભળવી ગમે છે. ….અર્થ: ‘ફરી પાછા મળીશું’.

 5. (૧-0૧-૧૧)એકડે એકના ૩૭ દિવસ પછી ९-२-११ આવે છે.પ્રેમીપંખીડાઓએ नो दो ग्यारह થઈ જવાનું 😉 . પાછુ એકડે એક બીજી વખત આવે છે ૧-૧૧-૧૧ (મારા ભાઈની બર્થ ડે છે).

 6. કનકવો અને જયભાઈ તમને બંને ને નવા વર્ષ ની શુભકામનાઓ
  માધવ મેજિક બ્લોગ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s