જૂની રમૂજો (૬)

 

 • એક વકીલ મરી ગયો. તેણે જોયું કે યમદૂત તેને લઈને એક મોટા ઓરડામાં ગયો. એ ઓરડામાં અનેક ઘડીયાળો રાખેલી હતી. દરેક ઘડીયાળ ઉપર એક વ્યવસાયનું નામ લખેલું હતું. પણ દરેક ઘડીયાળ અલગ અલગ ઝડપે ચાલી રહી હતી.
  તેણે યમદૂતને કહ્યું, “મારે તમને બે પ્રશ્નો પૂછવા છે. એક તો એ કે આ ઘડીયાળો પર અલગ અલગ વ્યવસાયના નામ કેમ છે?”
  યમદૂતે જવાબ આપ્યો, “આ બધી ઘડીયાળો જે-તે વ્યવસાયના લોકો જે ઝડપે પાપ કરે છે તે બતાવે છે. વધુ પાપ કરતા હોય તેમની ઘડીયાળ ઝડપી અને ઓછા પાપ કરનારની ઘડીયાળ ધીમી ચાલે છે.”
  વકીલે પૂછ્યું, “અચ્છા, પણ અહીં વકીલાતની ઘડીયાળ કેમ નથી?”
  યમદૂતે કહ્યું, “એ તો ઉનાળાનો સમય છે એટલે વર્કશોપના કારીગરો વકીલાતની ઘડીયાળનો પંખા તરીકે ઉપયોગ કરે છે.”
 • એક બસડ્રાઈવર (વીટકોસ ભાવનગરનો?) અને એક ધર્મગુરૂ મરીને સ્વર્ગમાં ગયા. ચિત્રગુપ્તે બન્નેના ચોપડા જોઈને બસડ્રાઈવરને રહેવા પુષ્કળ નોકરચાકર સાથેનો એક ભવ્ય મહેલ આપ્યો. પેલા ધર્મગુરૂને રહેવા એક સામાન્ય બે રૂમનું ઘર મળ્યું. ગુરૂને એ અન્યાય લાગ્યો. તેમણે ફરિયાદ કરી, “એ ડ્રાઈવર તો આડેધડ બસ ચલાવતો હતો અને લોકોના જીવને જોખમમાં નાખતો હતો છતાં તેને મહેલ અને મેં તો અનેક લોકોને કથામાં ઈશ્વર અંગે સમજાવ્યું અને ધર્મનો પ્રચાર કર્યો તોયે મને સામાન્ય ઘર?”
  ચિત્રગુપ્તે તેમને કારણ સમજાવ્યું, “તમારી વાત સાચી છે. પણ જ્યારે તમે કથા કરતા ત્યારે લોકો ઝોકાં ખાતા હતા, અને જ્યારે એ ડ્રાઈવર બસ ચલાવતો ત્યારે લોકો ભગવાનનું નામ લેતા હતા.”
 • એક ટેક્સીડ્રાઈવર અને ધર્મગુરૂ બન્ને મરીને સ્વર્ગમાં ગયા. પ્રવેશ માટે બન્ને લાઈનમાં ઉભા હતા. અંતે ચિત્રગુપ્તે દરવાજા ખોલ્યા અને ધર્મગુરૂને રાહ જોતા રાખી ડ્રાઈવરને પહેલા સ્વર્ગમાં જગ્યા આપી. ગુરૂને અપમાન લાગ્યું, “મેં તો ખૂબ સારું જીવન જીવીને લોકોને સારા માર્ગે વાળ્યા હતા છતાં એક ડ્રાઈવરનું મહત્વ મારાથી વધુ?”
  ચિત્રગુપ્તનો જવાબ, “એ ખરૂં, પણ તમારા કરતાં એ ડ્રાઈવરે લોકોને વધુ સારી રીતે સમજાવ્યું હતું કે દેહ ક્ષણભંગુર છે અને અંતે સૌએ મરવાનું જ છે.”
 • હવે નાસ્તિકો માટે ટેલિફોન પર પ્રાર્થનાની સગવડ કરવામાં આવી છે. xxxx નંબર ડાયલ કરો અને રિંગ વાગશે..રિંગ વાગશે..રિંગ વાગશે…અને કોઈ જવાબ નહિ આપે.
 • ચંદુ રોજ મંદિરે જાય અને પ્રાર્થના કરે, “હે ભગવાન, મને એક લાખની લોટરીનું ઈનામ અપાવો.” કેટલાયે વખત સુધી આમ ચાલ્યું.
  અંતે એક દિવસ એણે એક ગંભીર અવાજને પોતાને બોલાવતો સાંભળ્યો.
  તેણે ઉત્સુકતાથી પૂછ્યું, “હે ભગવાન, શું તમે જ છો?”
  જવાબ આવ્યો, “હા વત્સ, આ મારો જ અવાજ છે.”
  ચંદુએ તરત ફરિયાદ કરી, “તમે મને લોટરીનું ઈનામ કેમ નથી અપાવતા?”
  ભગવાને કહ્યું, “બધું મારાથી જ ન થાય બેટા. તારે પણ કંઈક તો કરવું જોઈએ. તારે કમ સે કમ એકવાર ટીકીટ તો ખરીદવી જ જોઈએને?”
Advertisements

3 responses to “જૂની રમૂજો (૬)

 1. બીજો જોક જોરદાર છે હો જયભાઇ…
  અને આ ટ્રીન-ટ્રીન પરથી મને પણ એક જોક યાદ આવ્યો…

  એક વાર એક કાકા મારી બાજુમાં બેસીને બીડી પીતા હતા તો એમાંથી “ટ્રીન-ટ્રીન” એવો અવાજ આવે.
  મે કીધું કાકા આ બીડી પીઓ ત્યારે અવાજ કેમ આવે છે?
  તો મને કહે ભાઇ, આ “ટેલિફોન” બીડી છે…. 🙂

 2. જય, લખતા લખતા થોડાં ફ્રેશ થવાય ખરું. પણ ભઈલા, આજે પોસ્ટ થયેલો મારો બ્લોગ: http://goo.gl/J5ErI વાંચ્યો?

  મને તો તારા ચટકે જવાબની ઈંતેઝારી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s