મજાનું લિનક્સ! મજાનો અનુભવ!

મારું લિનક્સ ડેસ્કટોપ

મેં મારા લેપટોપમાં ગઈકાલે લગભગ ૪ વર્ષના ગાળા પછી લિનક્સ ઈન્સ્ટોલ કર્યું. SUSE Open Linux ૧૧.૩ ઈન્સ્ટોલ કર્યું છે. અને અનુભવ મજાનો રહ્યો. આરામથી ૧૦ જ મિનીટમાં ઈન્સ્ટોલેશન પૂરૂં થઈ ગયું. જો કે પછી અપડેટમાં થોડી વાર રાહ જોવી પડી. પણ મજાની વાત એ કે એકપણ એપ્લિકેશન કે ડ્રાયવર ઈન્સ્ટોલ ન કરવા પડ્યા. (મારી પાસે Dell Inspiron Laptop છે.) ઈન્ટરનેટ માટે પણ માત્ર યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા કે તરત કનેક્ટ થઈ ગયું. પછી માત્ર પ્રયોગ ખાતર મારો Nokia N95 Mobile કેબલથી લગાવી જોયો (પીસી સ્યુટ ઈન્સ્ટોલ કર્યા વગર)..

અને અહા! મહા આશ્ચર્ય…

લિનક્સે જાતે જ ફોન ડીટેક્ટ કરી લીધો અને ૫-૧૦ સેકંડમાં જ સિસ્ટમ ટ્રે પાસે મેસેજ દેખાયો. “Mobile Broadband available”. મેં માત્ર ત્યાં રાઈટ ક્લિક કરીને એક્સેસપોઈંટનું નામ આપ્યું અને અત્યારે આ પોસ્ટ હું એ જ કનેક્શન પરથી મૂકી રહ્યો છું. 🙂

હા, લિનક્સ ઝડપભેર વિકસી રહ્યું છે. ખરેખર!

Advertisements

8 responses to “મજાનું લિનક્સ! મજાનો અનુભવ!

 1. માહીતી બદલ ખુબ-ખુબ આભાર જયભાઈ,
  આ લિનક્સ કઇ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે..?

 2. અને હું અત્યારે Fedora Linux પણ ડાઉનલોડ કરી રહ્યો છું. તે પણ એક ફીચરરિચ ડિસ્ટ્રીબ્યુશન છે.

 3. હાલ મા મારું લેપટોપ બંધ છે. તે મા વિન્ડો વીસ્તા હતી.

  શું હું તેમાં લિનુક્ષ્ ઈન્સ્તાલ કરી શકું ?

  શું લિનુક્ષ્ મા બધાજ સોફ્ટવેર ચાલશે કે જે વીસ્તા મા ચલ તા હતા ?

  પ્લીસ જવાબ આપશો

  • સૌપહેલા તો મોડો જવાબ આપવા બદલ ક્ષમાયાચના.
   આપ કોઈપણ કમ્પ્યુટરમાં લિનક્સ ઈન્સ્ટોલ કરી જ શકો છો. જ્યાં સુધી સોફ્ટવેરનો સવાલ છે તો એ બાબતે જણાવવાનું કે વિન્ડોઝના અને લિનક્સના સોફ્ટવેર જૂદા હોય છે એટલે લિનક્સમાં એ સોફ્ટવેર ચાલે નહિ, પણ જે-તે સોફ્ટવેરની જેવા જ લિનક્સ સોફ્ટવેર (ફ્રી) ઉપલબ્ધ હોય જ છે, જેમ કે એમએસ ઓફીસના બદલે ઓપનઓફીસ. છતાં આપ આપની જરૂરીયાત જણાવશો તો વધુ સારી રીતે જણાવી શકીશ કે લિનક્સ આપને કેટલું ઉપયોગી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s