ભાવનગર – આઇ ટી ફેર

ભાવનગર ઈન્ફર્મેશન ટેક્નોલોજિ એસોસિએશન દ્વારા ભાવનગરના ડોક્ટર હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે એક આઇટી ફેર આયોજિત કરાયો છે. ૨૪-૨૫-૨૬ ડીસેમ્બર સુધી ચાલનાર આ મેળામાં એસોસિએશનના દાવા મુજબ લોકો આધુનિક ટેક્નોલોજિથી માહિતગાર થઈ શક્શે. જો કે આ દાવો ખાસ દમદાર નથી. ભાગ્યે જ કૈં નવું જોવા કે જાણવા મળે તેમ છે. પણ હા, એકસાથે અનેક પ્રોડક્ટ્સ જોવા મળે એ ફાયદો પણ મહત્વનો તો છે જ. ઘણી વસ્તુઓ એવી છે કે જે સામાન્ય રીતે ભાવનગરમાં બ્રોશર્સ જોઇને જ મગાવવી પડે. અહી દરેક વેપારીઓ એવી અવનાવી વસ્તુઓ પ્રદર્શીત કરી રહ્યા છે. આમ, આઇટી ફેર એ એક પ્રકારનો વેપાર મેળો જ છે એમ કહીએ તો ચાલે. જુદા જુદા ક્લાસિસ અહી પોતાના કોર્સિસ અંગે માહિતી આપે છે. ઘણા લેપટોપ્સ ના ડેમો જોવા મળે છે. અવનવી ગેમ્સ વેચાતી મળે છે. કમ્પ્યુટર ફર્નિચર પણ છે. અને હા, જાત જાતના કિબોર્ડ અને માઉસની વેરાયટી તો હોય જ. અન્ય પેરીફેરલ્સ જેવા કે સ્પિકર્સ, કેમેરાઝ, હેડફોન્સ, પેન ડ્રાઇવ્સ અને આકર્ષક એસેસરીઝ પણ ઉપલબ્ધ છે.

ફેરની થોડી તસ્વીરો પ્રસ્તુત છે. મોટી સાઈઝમાં જોવા માટે જે તે ઇમેજ પર ક્લિક કરો.

Advertisements

12 responses to “ભાવનગર – આઇ ટી ફેર

 1. જયભાઈ તમે આ માહીતી
  http://gujaratisansar.amigowork.com/forumdisplay.php?fid=2
  પર મુકો તો વધુ લોકો તેનાથી માહીતગાર થઈ શકે છે..

 2. જયભાઇ,
  કદાચ આ જ પોસ્ટ બે અલગ-અલગ એડ્રેસ રુપે આવી ગયા છે.જોઇ લેશો…

  ૧.)

  https://kanakvo.wordpress.com/2010/12/25/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%86%E0%AA%87-%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0/25122010068/

  ૨.)

  https://kanakvo.wordpress.com/2010/12/25/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%86%E0%AA%87-%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0/

  😛

  બીજા નંબરનું એડ્રેસ યોગ્ય છે.પણ આ બે પોસ્ટમાં એક જ લખાણ છે.એટલે કદાચ આપની એક નાનકડી ભુલ થઇ હોય એમ લાગે છે.ચેક કરી લેશો..
  આવજો…. 🙂

  • મેં તો એક જ પોસ્ટ મૂકી હતી પણ બે વાર કેમ આવી છે એ સમજાતું નથી. ચેક કરું છું.

   • @ સોહમભાઈ,
    આપે દર્શાવેલી બન્ને લિંક ટેમ્પરરી છે અને એક જ લેખની છે. તમે બન્ને પર જઈને જોઈ શક્શો કે બન્ને પોસ્ટમાં માત્ર લખાણ જ નહિ, તમારી અને મારી કોમેન્ટ્સ પણ સરખી છે જે દર્શાવે છે કે બન્ને પોસ્ટ એક જ છે. પોસ્ટની permalink એક જ છે. જ્યારે લેખ પર જવા માટે અલગ અલગ જગ્યાઓએથી લિંક ક્લીક કરો ત્યારે તેની ટેમ્પરરી લિંક અલગ હોઈ શકે જે અહીં બન્યું છે. (ખરેખર તો શું બન્યું છે એ સમજવું પડશે, કારણ કે જે બે લિંક તમે ઉપર બતાવી છે એમાં એક તો જાણે લેખની લિંક છે અને બીજી લિંક આ લેખમાંના પ્રથમ ફોટોનું એડ્રેસ હોવાનું દેખાય છે. જોકે બન્ને લઈ તો જાય છએ લેખ ઉપર જ. :P)

 3. દર વખતે એકનું એક હોય છે – કોક લોકો વળી કશુંક નવું લાવે છે. આ વખતે ભાગ ન લીધો – આમ તો ગયા વરસે પણ નહોતો લીધો. શરૂઆતમાં હું આ પ્રકારના મેળામાં ભાગ લેતો હતો – પ્રતિભાવ પણ સારા મળતાં હતા. હવે ડમી ઈન્ક્વાયરી વધારે હોય છે અને ઘણી વખત તો સાચા ગ્રાહકો કરતાં હરીફો વધારે પૂછપરછ કરતા હોય છે. પણ એકંદરે આવી પ્રવૃત્તિ વર્ષમાં એક-બે વખત થવી જોઈએ.

  એક આડ વાત – ભરુચ આવવું છે? રાત્રે ૯:૪૫ની બસ છે.

 4. Take Care
  મારે લાયક કામકાજ હોય તો કહો : બા અને બાળકો ઘરે છે – વચ્ચે શાત્ઝીને રમવા આવવું હોય તો લઈ આવશો – બાળકો અને શાત્ઝી બંનેને ગમશે.

 5. વાહ, મારા બાપ-દાદાઓના શહેર ની પ્રગતિ વિશે જાણીને ખુબ આનંદ થયો……… અભિનંદન જયભાઈ……..

 6. હમ્મ્મ્મ.. હું ગયા વર્ષે આ મેલા માં ગયો હતો કઈ લેવાનું નહોતું પણ છતાં આંટો મારી ને પાછા આવ્યા. અને આ તમે ફોટા મુક્યા તો જોઈ ને એમજ લાગે કે ગયા વરસ ના જ ફોટો છે. 😛
  http://sthitpragnaa.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s