“કનકવો”ના રૂપ-રંગ

"કનક્વો" નવી "ગુજરાતી" હેડર ઇમેજ

“કનકવો” વારંવાર રૂપ બદલ્યા પછી એક ફાઈનલ સ્વરૂપ ધારણ કરે છે એવું લાગે છે. (જો કે એ ફાઈનલ છે કે નહિ એ તો આપ સૌ જ નક્કી કરી શકો.)

આમ તો નવી ઈમેજ બે જ દિવસ પહેલા મૂકી હતી, પણ શ્રી મૂર્તઝાભાઈએ વિશદ ચર્ચા દ્વારા અમને નવેસરથી વિચારવા માટે પ્રેર્યા. અંતે નવેસરથી હેડર ડીઝાઈન કરવાનું નક્કી કર્યું.

મૂર્તઝાભાઈની એક ફરિયાદ એ હતી કે થીમમાં “ગુજરાત ક્યાંય દેખાતું નથી.” (થીમમાં “કનકવો”નું ઉદગમસ્થાન, ભાવનગરને અલગ દર્શાવવાનો હેતુ પણ હતો.)આ ફરિયાદ દૂર કરવા અંતે હર્ષદભાઈ સાથે ચર્ચાઓ કરીને (અને તેમના આઈડીયાઝને અનુસરીને) મેં આ નવી હેડર ઈમેજ તૈયાર કરી છે. આશા છે આપ સૌને પસંદ આવશે. પ્રતિભાવો, ટીકાઓ અને સૂચનો માટે કોમેન્ટબોક્સ છે જ.
તા.ક. પહેલા જે ડાર્ક થીમ હતી તેમાં મેં પોસ્ટના ફોન્ટ્સ રંગબેરંગી વાપર્યા હતા. હવેની આ લાઇટ થીમમાં એ પોસ્ટ્સ વાંચવામાં તકલીફ પડે છે. હું એ જૂની પોસ્ટ્સ નો રંગ બદલી જ રહ્યો છું. કૃપા કરી થોડી ધીરજ રાખી સહકાર (હંમેશા આપો છો તેમ) આપશો. આભાર.

Advertisements

12 responses to ““કનકવો”ના રૂપ-રંગ

 1. પોસ્ટ માટે આટલી ટુંકી જગ્યા ભાગ્યે જ કોઈ બ્લોગ ઉપર જોઈ હશે. મુખ્ય પોસ્ટ ઉપર અને છેલ્લી પોસ્ટ ઉપર જો વાચકોનું ધ્યાન કેન્દ્રિત કરાવવું હોય તો પોસ્ટ માટે ઓછામાં ઓછી ૬૦% સ્ક્રીન હોવી જોઈએ. શું પેપર કદી હાંસ્યામાં લખીએ છીએ?

  • જગ્યાની વાત હું બરાબર સમજ્યો નથી. ખરેખર મેં થીમ તો બદલી જ નથી. ખાલી ડાબી બાજુએ હતાં તે વિજેટ જમણી બાજુએ લઈ આવ્યો છુ, એટલે સ્ક્રીન ના વિભાજનમાં કાંઈ ફેરફાર નથી. પહોળાઈ દરેક વિજેટની અને પોસ્ટની પહેલા જેટલી જ છે. હા, અમુક વિજેટની લંબાઈમાં વધ-ઘટ જરૂર થઈ છે. પોસ્ટ્ની પહોળાઈમાં લાગતો ફેરફાર કદાચ નવા રંગોને લીધે લાગતો હોય તેવું બને?

   • અતુલભાઈ,
    મેં ફરીવાર જે પ્રયોગો માટે બ્લોગ બનાવેલો છે (પ્રાઇવેટ) તેના પર જૂના લે-આઉટ્નિ ગોઠવણી કરી ને જગ્યા માપી જોઈ. અત્યારે જે થીમ હું વાપરું છું (કોરાલાઈન) તેમાં દરેક લે આઊટ્માં પોસ્ટ માટે જગ્યા એક સરખી જ રહે છે. વિજેટની એક કોલમ ઓછી કરું તો પણ. એટલે મને નથી લાગતું કે પોસ્ટ માટેની જગ્યા પહેલા કરતાં ઓછી થઈ હોય.

 2. જયભાઈ થીમ અને હેડર બંને સરસ છે , પણ અમુક કલરના ફોન્ટ વાંચવામાં તકલીફ પડે છે . જેમકે આ પોસ્ટ મને મળો.., ઓસ્ટ્રેલિયા સામે ભારતે મેળવી “ક્લીનસ્વીપ” જીત . બ્લેક ફોન્ટ જ આ થીમમાં સરળતાથી વાંચી શકાશે તે આપ જોઈ સુધારો હોય તો કરી લેજો .

  • આપની વાત સાચી છે રૂપેનભાઈ,
   એ બધી પોસ્ટના રંગ કાળા બેકગ્રાઉંડ માટે બનાવ્યા હતા.રંગ બદલવાનું કામ ચાલુ કરી રહ્યો છું. એક બે દિવસમાં જ બધી પોસ્ટ વાંચવામાં સરળ થઈ જશે. સહકાર અને સૂચન બદલ આભાર.

 3. ઓકે – તમને પસંદ છે ને તો બસ.
  મારે તો રોજ એક કે બે પોસ્ટ જ વાંચવાની હોય છે તેથી હું તો ચલાવી લઈશ. પણ મુળભુત રીતે જ આ થીમમાં પોસ્ટ માટે જગ્યાં ઓછી છે. એમાં પણ જ્યારે ઈમેજ મુકવી હોય ત્યારે પુરતી જગ્યા હોવી જોઈએ.

  આપણે ઘરમાં જેમ ઈચ્છીએ તેમ રહી શકાય – પણ મહેમાન આવે ત્યારે તેને બેસવા માટે જગ્યા જ ન હોય અને ઘર એકલું રાચરચીલાથી જ ભર્યું હોય તો મહેમાન વાતો ક્યાં બેસીને કરે?

  તેવી જ રીતે મુખ્ય પોસ્ટ માટે વધારે જગ્યા કોઈ પણ થીમમાં હોવી જોઈએ. આ ખામી મુળભુત રીતે થીમની છે તેથી તેમાં તમે કશું કરી ન શકો તે સમજી શકાય તેવી વાત છે. તો પણ થીમ પસંદગીમાં એ વાત જરૂર ધ્યાન રાખવી જોઈએ કે મુખ્ય પોસ્ટ માટે પુરતી જગ્યા હોય.

  • તમારી વાત સાવ સાચી છે. પણ મુશ્કેલી એ છે કે વર્ડપ્રેસની થીમ ગેલેરીમાં વધુ જગ્યા મળે તેવી બહુ ઓછી થીમ્સ છે. અને જે છે તેમાં કસ્ટમાઇઝેશનના ઓપ્શન (ખાસ તો કસ્ટમ હેડર) નથી હોતા. અને હું એટલું તો ઇચ્છું જ છું કે “કનકવો” એક ખાસ વિઝ્યુઅલ ઇફેક્ટ ધરાવતો હોય. અને એ માટે કસ્ટમ બેકગ્રાઉંડ અને કસ્ટમ હેડર ઇમેજ મારે જોઇએ જ. તેથી આ થીમ સિવાય રસ્તો નથી. હા, પૈસા ખર્ચીને પ્રિમીયમ થીમ લઈએ તો વાત જૂદી! (હું એવું કરું એવું લાગે છે? 😛 )

 4. આઈલા…મારી ટીપ્પણી (ટીપ્સ)ની આ અસર પડશે એવો મને ખયાલ ન હતો. હુરરરે! આ તો ઉત્તરાયણ પહેલા જ કનકવામાં રંગોની ભરમાર શરુ થઇ ગઈ રે!

  કાંઈક ગુજરાતમાં આવી ગયા હવે એવું લાગ્યું. મને સૌથી સારી બાબત એ લાગી કે જયભાઈ કે આપની બ્લોગ કોમ્યુનીટીમાં એક્ટીવનેસ ફેક્ટર આવ્યો ખરો. આ જ વલણ આવતી કાલે આપણને આગળ લાવશે…આજે ડીઝાઇનના ક્ષેત્રમાં આઉટ-સોર્સમાં આપણું ઇન્ડિયા ક્રિએટીવીટીમાં ઘણું આગળ છે તો પછી આપણે પછી શું કામ ઘંટી ચાટવી?…શુદ્ધ આટો ખાવો આપણો પહેલો હક છે.

  ગુજ્જુ કનકવો લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ હવામાં પણ ચગતો રહે એવા બેસ્ટ વિશિઝ!

  @હર્ષદભાઈ, હેડર પહેલા કરતા ઘણું બેટર છે. Try to improve more your Photoshop skill. This will be very helpful to you in coming days!
  If you need any help or guidance….let me know.

 5. આભાર મિત્રો,

  હવે લાગે છે કે “કનકવો”ના આ નવા રૂપ-રંગ સર્વાનુમતે નહી તો પણ બહુમતીથી તો સ્વિકારાયા છે. એટલે મેં કમ્પ્યુટરજીને આ થીમ લોક કરવા જણાવ્યું છે. હા આ લોક ગમે ત્યારે ખુલી શકે તેવું છે એટલે કોમેન્ટ બોક્સ તો ખુલ્લું જ રહેશે અને અભિપ્રાયો આવકાર્ય.

  જય ત્રિવેદી

 6. લોક કર દિયા જાયે જયભાઈ… અને ખરેખર તમે રંગ રાખ્યો છે હો.. શું રાપ્ચિક Design બનાવી છે.

  http://www.sthitpragnaa.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s