માનો કે ન માનો : “ટાઈટેનીક” પહેલાની “ટાઈટેનીક”

જી હા, માનો કે ન માનો..

આર.એમ.એસ. ટાઈટેનિક

પણ આ વાત “ટાઈટેનિક” ની દુર્ઘટના બન્યાનાં ૧૪ વર્ષ પહેલા જ “ડૂબી ચુકેલી” એક કાલ્પનિક લક્ઝરી શીપની છે. મશહૂર અમેરિકન કથાકાર મોર્ગન રોબર્ટસને લખેલી એક નવલિકા “ફ્યુટિલીટી” (નિરર્થકતા)માં તેણે એક વિશાળ “ઓશન લાઈનર” (લકઝરી શીપ)ની કથા લખી છે. આ સ્ટીમર દુનિયામાં ત્યાર સુધીમાં બનેલી સૌથી મોટી હોવાનું તેણે લખ્યું અને તેની સાથે ઘટેલી દુર્ઘટના જેમાં તે નાશ પામી તે લખી છે.

“માનો કે ન માનો” જેવી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ કથામાં વર્ણવાયેલી શીપને ૧૪ વર્ષ પછી બનનારી અને ૧૯૧૨માં પોતાની પહેલી જ સફરમાં ડૂબી જનારી “ટાઈટેનિક” સાથે ગજબનું સામ્ય છે. વાંચો નીચેનું લિસ્ટ, જેમાં તેનું “ટાઈટેનિક” સાથેનું સામ્ય જણાવ્યું છે.

  • સૌથી પહેલા..૧૯૧૨માં સાચેસાચ ડૂબેલી સ્ટીમર હતી, “ટાઈટેનિક” જ્યારે આ નવલકથાની કાલ્પનિક સ્ટીમરનું નામ હતું..
    “ટાઈટન”.
  • કથા પ્રમાણે “ટાઈટન” દુનિયાની સૌથી મોટી પેસેન્જર સ્ટીમર હતી જેની લંબાઈ ૮૦૦ ફીટ અને વજન ૭૫૦૦૦ ટન હતું. (“ટાઈટેનીક” પણ દુનિયાની ત્યાર સુધીની સૌથી મોટી શીપ હતી-લંબાઈ ૮૮૨ ફીટ, વજન ૫૩૦૦૦ ટન)
  • બન્ને ૨ કૂવાસ્તંભ અને ૩ પ્રોપેલર ધરાવતી હતી. “ટાઈટેનિક” ૪૬૦૦૦ હોર્સપાવરની સ્ટીમર હતી. “ટાઈટન”ના હોર્સપાવર હતા ૪૦૦૦૦.
  • “ટાઈટન” ને તેના લેખકે તેના વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ્સને લીધે “અનસિંકેબલ” ગણાવી હતી, અને “ટાઈટેનિક” તેના પેટાળમાં આવેલા વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટના કારણે ” પ્રેક્ટીકલી કદિ ન ડૂબે તેવી” (Unsinkable) ગણાતી હતી.
  • “ટાઈટેનિક” ઉપર માત્ર ૧૬ લાઈફબોટ હતી (અને વધારામાં ૪ ફોલ્ડીંગ બોટ્સ) જે તેની કુલ પેસેન્જર ક્ષમતા (૩૫૦૦) માટે “જોઈએ તે કરતાં અડધાથી યે ઓછી” હતી. “ટાઈટન” માત્ર “કાયદા મુજબ જરૂરી” તેવી ૨૪ લાઈફબોટ્સ ધરાવતી હતી. ફરી, તેની “ક્ષમતા (૩૦૦૦) માટે જોઈએ તે કરતાં અડધાથી ઓછી.”
  • “ટાઈટેનિક” એપ્રિલ ૧૪, ૨૦૧૨ ના રોજ રાત્રે વધુ પડતી ઝડપે (૨૨.૫ નોટ્સ) હંકારવા જતા હિમશીલા સાથે ટકરાઈને ડૂબી હતી. “ટાઈટન” પણ કથાવર્ણનમાં એપ્રિલ મહિનાની રાતે વધુપડતી ઝડપે (૨૫ નોટીકલ માઈલ) હંકારતા હિમશીલા સાથે ટકરાઈ અને ડૂબી હતી.
  • બન્ને શીપ (અસલ અને કાલ્પનિક) આફરી સફર ન્યૂયોર્ક અને ઈંગ્લેંડ વચ્ચે ખેડી રહી હતી. બન્ને ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં ન્યૂફાઉન્ડલેન્ડથી ૪૦૦ કિમીના અંતરે ડૂબી.
  • અનસિંકેબલ ગણાતી હોવા છતાં “ટાઈટેનિક” ડૂબી અને તેના ૨૨૦૭ પેસેન્જરમાંના અડધા કરતાં પણ વધુ મુસાફરો ડૂબી ગયા. “ટાઈટન” પણ તેની સાથે તેના ૨૫૦૦ માંના અડધા કરતા વધુ મુસાફરોને ડૂબાવતી ગઈ.

“ટાઈટેનીક” અંગે બીજી પણ ઘણી વાતો છે. ફરી ક્યારેક વાત.

વીકીપીડીયા ખરેખર મજાની વસ્તુ છે.  🙂

2 responses to “માનો કે ન માનો : “ટાઈટેનીક” પહેલાની “ટાઈટેનીક”

Leave a comment