જૂની રમૂજો (૫)

પ્રસ્તાવનાની જરૂર છે? 😉

 • સન્તા અને બન્ટાને પોલીસમાં નોકરી મળી. પણ બે જ દિવસ પછી એક ચોરને નાસી જવા દેવા બદલ એમને ઉપરીએ બોલાવ્યા.

  “તમે એને પકડ્યો કેમ નહિ?” ઉપરીએ પૂછુયું.

  સન્તા-બન્ટા: “એ થિયેટરમાં જતો રહ્યો.”

  ઉપરી: “તો તમે થિયેટરમાં કેમ ન ગયા?”
  સન્તા-બન્ટાનો જવાબ: “અમે તો એ પિક્ચર જોયેલું હતું.”

 • નિરાશાવાદી: “આનાથી વધુ ખરાબ કશું હોઈ જ ન શકે.”

  આશાવાદી: “એવું ન હોય, આશા ન છોડ, કંઈપણ થઈ શકે છે.”

 • લોભીયો લલ્લુ મૃત્યુના બિછાને પડ્યો હતો.

  અચાનક તેણે પૂછ્યું, “મારી પત્ની અહીં છે?”

  તેની પત્નીએ જવાબ દીધો, “હા, હું અહીં જ છું.”

  લલ્લુએ ફરી પૂછ્યું, “મારા બાળકો?”

  ‌તેના મોટા દિકરાએ કહ્યું, “હા પિતાજી, અમે અહીં જ છીએ.”

  લલ્લુએ પાછું પૂછ્યું, “બાકીના કુટુંબીજનો પણ અહીં જ છે?”

  બધાએ કહ્યું કે બધા તેની પાસે જ છે.

  લલ્લુએ બરાડો પાડ્યો, “મૂર્ખાઓ, જો બધા જ અહીં છો તો રસોડામાં લાઈટ શા માટે બળે છે?”

 • એકવાર એક મહેમાન વક્તાએ લાંબા ભાષણ પછી તેને બોલાવનાર સંસ્થાના વડાનો ભાષણ વિષેનો અભિપ્રાય માગ્યો.

  ચેરમેને કહ્યું, “ઓહ, તમારું વક્તવ્ય તો રોલ્સરોઈસ જેવું હતું.”

  વક્તા ખુશ થયો. પણ પછી ચેરમેનને તેના સેક્રેટરીએ પૂછ્યું, “સાહેબ, એમનું ભાષણ તો મહા-બોરીંગ હતું તો તમે આવું કેમ કહ્યુ?”

  ચેરમેને કહ્યું, “હું ખોટું નથી બોલ્યો. તેમનું ભાષણ માંડ સાંભળી શકાય તેવું અને ખૂબ ટકાઉ હતું.”

 • “સ્ત્રીને પોતે હવે ઘરડી થઈ છે એવો વિચાર ક્યારે આવે?”

  “જ્યારે એ પુરાતન વસ્તુઓની હરાજીમાં જાય અને કોઈ એના માટે પણ બોલી લગાવી દે ત્યારે?”

 • “આજે તો મારે મારી પત્ની સાથે સખ્ખત ઝગડો થઈ ગયો .”

  “પછી?”

  “અરે, છેલ્લે તો એ ઘુંટણીયે પડીને મારી પાસે આવી અને માથું નમાવીને બોલી..”

  “શું?”

  “એમ જ, કે બીકણ! હિંમત હોય તો પલંગ નીચેથી બહાર નીકળ!”

 • એક પોલીસને અમેરિકન અંગ્રેજીમાં શું કહેવાય?

  “cop”

  અને બે પોલીસવાળા જો ટ્વીન્સ હોય તો?

  “copies”

 • નિરાશાવાદીઓ માટે એક વધુ બુરી ખબર..

  “એક સંશોધન પ્રમાણે આશાવાદીઓ વધુ લાંબુ જીવે છે.”

 • એક ભાઈ પાગલખાનાની મુલાકાતે ગયા. એમણે ડૉક્ટરને પૂછ્યું કે એ લોકો કોઈ પાગલ છે કે નહિ એ કેવી રીતે નક્કી કરે છે?

  ડૉક્ટરે કહ્યું, “અમે એક બાથટબમાં પાણી ભરીએ છીએ અને પછી દર્દીને એ ખાલી કરવા એક ચમચી, એક ટમ્બલર અને એક ડોલ આપી ગમે તે એક પસંદ કરવાનું કહીએ છીએ.”

  પેલા ભાઈ કહે, “હું સમજી ગયો. જે પાગલ ન હોય તે ડોલ જ પસંદ કરશે, નહિ?”

  ડૉક્ટર: “ના, જે ડાહ્યો હશે તે બાથટબનું નીચેનું બુચ ખોલી નાખશે. બોલો તમને બીજી શી શી તકલીફ છે?”

Advertisements

5 responses to “જૂની રમૂજો (૫)

 1. જૂની રમુજો પણ અમુક રમુજો તો નવી જ લાગે છે. 🙂
  આ નેતાની રમુજ ઉપરથી મને પણ એક રમુજ યાદ આવી…

  એકવાર એક નેતાએ ખુબ જ લાંબુ ભાષણ કર્યું.પછી નેતા બોલ્યોઃ
  “સોરી ભાઇઓ અને બહેનો….મારે વધારે સમય લેવાઇ ગયો.હુ આજે હાથમાં ઘડીયાળ પહેરવાનું ભુલી ગયો એટલે મને સમનો ખ્યાલ ના રહ્યો.”

  એટલામાં એક ખુણામાં બેઠેલો ભાઇ બોલ્યો,”ઘડીયાળ નથી પણ વાંહે કેલેન્ડર તો લટકે છે ને.! આ આખો દિવસ બદલાઇ ગયો ત્યાં લગી ખબર ના પડી…” 🙂 😀

 2. શ્રી જયભાઈ, ( કનકવો )

  ખુબ સરસ જોક. મઝા આવી.

  કનકવો ફરકતો રહી નવું જુનું બધું સારું શોધી લાવે છે.

 3. આટલી જોક્સથી તો ભઈલા ફ્રેશ થઇ ગયો આજે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s