“ભણના” તો અંગ્રેજીમેં જ ચાહીએ?

એક જોક હતી..

એકવાર એક ઉંદરડી એના બચ્ચા સાથે ક્યાંક જતી હતી. અચાનક એક બિલાડી પાછળ દોડી. ઉંદરડીએ તરત કૂતરા જેવો અવાજ કાઢ્યો, એ સાંભળીને બિલાડી નાસી ગઈ. ઉંદરડીએ તેના આશ્ચર્યચકિત બચ્ચાને કહ્યું. “બેટા, આ છે ‘સેકન્ડ લેંગ્વેજ’ શીખવાનો ફાયદો.”

વાત સાચી છે. પણ એ બીજી ભાષા બીજી રહેવી જોઈએ. જો ઉંદરડી એની પોતાની ભાષા ભૂલી જશે તો એ નહિ ઉંદર રહે કે નહિ બિલાડી બને. આજકાલ અંગ્રેજી ભાષાના ગુણગાન ગાવાનો ‘મેનિયા’ ફેલાયેલો છે. અંગ્રેજી હવે અનિવાર્ય બની રહી છે તેની પણ ના નથી. પણ શું એના માટે શિક્ષણ અંગ્રેજીમાં હોવું ફરજીયાત છે?

મને તો એવું નથી લાગતું. હું પોતે ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું અને મને અંગ્રેજીમાં વ્યવહારની જરૂર પડે ત્યારે જરાય મુશ્કેલી પડતી નથી. શિક્ષણ માતૃભાષામાં હોય તેથી બીજી ભાષા અઘરી નહિ, સહેલી બને છે. કારણકે ભાષામાં વ્યક્ત કરવા માટે વિચારો હોવા જરૂરી છે. અન્ય ભાષામાં અસરકારક વ્યવહારો માટે વિચારો પણ તે જ ભાષામાં આવવા જોઈએ. હંમેશા જોઈ શકાશે કે અંગ્રેજી બોલનાર વ્યક્તિ જો અંગ્રેજીમાં જ વિચારે તો જ એની ભાષા અને શબ્દપસંદગી યોગ્ય અને અસરકારક બને. ગુજરાતીમાં વિચારે અને અંગ્રેજીમાં ભાષાંતર કરીને એ વિચારોને વ્યક્ત કરે તે વ્યક્તિ ક્યારેય અંગ્રેજીમાં અસરકારક સંભાષણ નહિ કરી શકે. અને મુશ્કેલીઓ ત્યાંથી જ શરૂ થાય છે. બાળક (કોઈપણ હોય, ગુજરાતી કે અન્ય) હંમેશા પોતાની ભાષામાં જ વિચારવાનું શરૂ કરે છે, કારણ કે તેની આસપાસ વાતાવરણ એ જ પ્રકારનું હોય છે. ઘરમાં અને આસપાસ બધે એને ગુજરાતી સાંભળવા મળે ત્યારે તેનું શબ્દભંડોળ અને વિચારો બન્ને “ગુજરાતીમાં” વિકસે છે. પછી જ્યારે તેને ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં અભિવ્યક્તિ માટે જ પ્રોત્સાહન અપાય ત્યારે એ “ભાષાંતર” કરે છે અને એ વિચિત્ર બને છે. આજકાલમાં માતા-પિતા બાળકને અંગ્રેજી જ શીખવવાનો આગ્રહ રાખે અને પછી જ્યારે લારીવાળા પાસેથી ફળ ખરીદવાના હોય, ત્યારે એ બાળક કહેશે, “મમ્મી, મને ટુ બનાના જોઈએ છે.”  નહિ એ બાળક ગુજરાતી રહે, નહિ એ અંગ્રેજીભાષી બની શકે. બહેતર એ છે કે એને પહેલા ગુજરાતીમાં જ સ્વાભાવિક રીતે વિકસવા દો અને પછી તેને પોતાની ભાષાના માધ્યમથી અન્ય ભાષાઓ શીખવા અને માણવા દો. નહિ તો આવા અધકચરું ગુજરાતી-અંગ્રેજી ભણેલા બાળકોની હાલત શું થાય એ મને આજે જ જોવા મળ્યું. મારા સાયબરકાફેમાં હું કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ-રિપોર્ટ્સ ટાઈપ કરી આપવાનું ‘જોબવર્ક’ પણ કરું છું. આજે જ અંગ્રેજી માધ્યમમાં  માસ્ટર્સ ડીગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ મારે બનાવી આપવાનો હતો તેમાં નીચેના નમૂના વાંચવા મળ્યા.

“There is a ‘sivan class’ running by this organization to empower women so they can stand on her own legs.”

“We aware about which type of hurdles have to face in this type of project.”

“During these days we such realized that how important roll of NGO in a society.”

આ બધા નમૂનામાં સ્પેલીંગ પણ જેમના તેમ રહેવા દીધા છે. સ્પષ્ટ છે કે તેઓ ગુજરાતીમાં વિચારે છે અને અંગ્રેજીમાં ફેરવે છે. ગુજરાતી દ્વારા અંગ્રેજી શીખ્યા નથી, એટલે શબ્દોનું જ્ઞાન નથી. અંગ્રેજી તેમની સ્વાભાવિક ભાષા નથી, એટલે વ્યાકરણ કે જોડણી અંગે ખાસ કંઈ જાણતા નથી. તો આવા લોકો શું બને છે અંતે? “ધોબીના..?”

ફરીવાર, અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષા સ્વાભાવિક છે એટલે એને તરછોડ્યે ચાલશે નહિ. શિક્ષણ માતૃભાષામાં હશે તો જ એ માત્ર ગોખણીયું ન બની રહેતા સ્વાભાવિક અને સમજણભર્યું બનશે. બધી વાતમાં વિદેશોથી અંજાયેલા આપણા લોકો એ કેમ નથી જોતા કે કેટલાયે વિદેશી મહાનુભાવો આપણે ત્યાં પધારે છે ત્યારે પોતાની ભાષામાં જ બોલતા હોય છે અને દુભાષીયાની મદદથી જ વાતચીત કરે છે? એમાં એમને શરમાવા જેવું કંઈ નથી લાગતું તો આપણને આપણી ભાષાની શરમ શા માટે લાગે છે?
અંગ્રેજી શીખીએ જરૂર. પણ ભણવાનું આપણી ભાષામાં રાખીએ એ જ સારું.

Advertisements

14 responses to ““ભણના” તો અંગ્રેજીમેં જ ચાહીએ?

 1. શ્રી જયભાઈ, ( કનકવો)

  આજે આપે એક મહત્વની અને અસરકારક વાત કરી છે .

  અને આપની જે સમજાવવાની શક્તિ આબેહુબ અને અનન્ય

  છે. મારા જાણવા મુજબ એસ .એસ.સી માં પ્રથમ ૧૦ નંબર

  મેળવનારમાં ૬ થી ૭ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે.

  એક જોક એવી છે કે ……….

  “દેશ ફર્યો વિદેશ ફર્યો શીખી લાવ્યો અવર વાણી ,

  વોટર વોટર કરતા જીવ ગયો ખાટલા નીચે પાણી.”

  અને હું તો કહું છું અને મારું આ સૂત્ર છે કે…

  “સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અને અંગ્રેજી વેપારે વપરાય,

  હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ જ વિવેક દેખાય ”

  ખુબ જ સરસ મને તો ખુબ ગમ્યું. આપને અંતરના અભિનંદન.

 2. પણ ભણવાનું અને ભણાવવાનું આપણી ભાષામાં રાખીએ એ જ સારું.

 3. અમદાવાદમાં પણ ઘણાં ‘હાઇ-ફાઇ’ લોકો બહાર જાય ત્યારે એમ કહે કે હુ ટેન-થર્ટીએ જવું છું અને ફોર ઓ’ક્લોકે આવીશ! અને ફીફ્ટીને રજા છે.!
  બોલો, એના કરતાં સીધે સીધું ગુજરાતીમાં જ કીધું હોત તો? અને કદાચ અંગ્રેજી ભાષા શીખવી હોય તો ધીમે-ધીમે આખા વાક્યો બોલવાનો પ્રયત્ન કરો ભલે ભુલ પડે.! પણ આ તો ના, હમ નહિં બદલેંગે… ::P )

  બાય ધ વે,

  જયભાઇ, મારે હમણાં લગભગ દસેક દિવસથી ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હતો.એટલે એકેય બ્લોગ પર કોમેન્ટ ન’તો કરી શકતો અને એક તક મળતા આ મુન્નીવાળી પોસ્ટ શીડ્યુલમાં મુકીને જતો રહ્યો હતો.પણ નસીબ તો જુઓ, જ્યારે નેટ ચાલુ થયું ત્યારે સામુ ટપકું પણ સારાનું અને પોસ્ટ પણ એની જ(લાસ્ટ અપડેટ.!)

 4. ખુબજ સરસ બ્લોગ!!! સારી મહેનત લીધી છે બ્લોગ બનાવવા માટે!!!

 5. જય દોસ્ત, જય હો!

  મને તો આ લેખમાં મારા વિચારોનું ‘રીફ્લેક્શન’ દેખાયું છે. નાનકડાં લખાણમાં સુંદર રીતે વાત કહી દીધી છે. ગર્વથી કહું છું કેમકે કોલેજના દરવાજાની બહાર વાસ્તવમાં મને માહિતીઓની ઈંગ્લીશ ‘બહાર’ (વસંત) દેખાઈ ચુકી હતી. એટલે સાયન્સ ગ્રેજ્યુએશન ભલે સંપૂર્ણપણે ગુજરાતીમાં કર્યું પણ ઈંગ્લીશ બો લ વું જ પ ડ શે એમ માની ઘણું બધું બાંધીને શીખતો ગયો. આજે અહિયાં ‘કોન્ફીડન્સ’થી અંગ્રેજીમાં પણ કોર્પોરેટ પ્રેઝન્ટેશન આપી શકું છું. ને વચમાં ક્યાંક અરેબિક વાતચીત શરુ કરવી જ પડે તોય ‘વાંઢો’ નથી રહેતો.

  હું માનું છું કે સેકંડ લેંગ્વેજ પછી પણ થર્ડ લેંગ્વેજ શીખવી જરૂરી છે.

  • આભાર ગુરૂજી,
   આપની વાત સાચી છે. ભાષાઓ અને બોલીઓ આપણને લોકો સાથે ભળવામાં મદદ કરે છે. હું જ્યારે મારે ત્યાં ગ્રામ્ય કસ્ટમર્સ પધારે ત્યારે એમની જેમ જ કાઠીયાવાડી ‘ઈશ્ટાઈલ’થી વાતો કરું છું અને એ મને એમની નજીક રાખે છે. તેઓ મને ‘એલિયન’ નથી ગણતા અને મારા પર વિશ્વાસ મૂકી શકે છે.
   મારે ઘણી ભાષાઓ શીખવી છે. સવાલ એ છે કે પહેલા કઈ? અને ક્યાં અને કેવી રીતે? ભાવનગરમાં સોર્સીસ મર્યાદીત છે. શક્ય હોય તો માર્ગદર્શન આપશો.

 6. Jay,
  If you want to learn other languages, I can suggest you little yet effective steps.
  1. Make a list of those languages you REALLY WANT TO LEARN (NOT just to know).
  2. Give them priority. Select the most imp. one you want to start with.
  3. Search in Wikipedia about it and just go through it at first. You may find good resources even from them.
  4. Follow the most appropriate site you find user-friendly.
  5. Learn at least 1 or 2 words along with its meaning …everyday.
  6. Go to: http://www.answers.com. Know how the word is being spoken.

  I am sure in few days you may get bit confidence on its pronunciation.

  OR

  Go to: http://www.rosettastone.com and purchase the software of that language you want to learn.

  Have a Nice Lingo World Ahead!….To your Success!
  Murtaza.

 7. ખુબ જ મુદ્દા ની વાત કરી છે જયભાઈ તમે,
  ઘણી જગ્યા પર લોકો દેખાદેખી માં પોતાના બાળક ને અંગ્રેજી માધ્યમ માં મુકે છે. અને પછી ઘરે તો કોઈ ને આવડતું પણ નથી હોતું અને ૩-૪ વરસ પછી ફરી બિચારા ને ગુજરાતી માધ્યમ માં પાછો મુકવામાં આવે…આમાં બાળક ની હાલત તો ધોબી ના કુતરા જેવી થઇ જાય.

  અને આવા કિસ્સા ના બને તે માટે કોઈ સંસ્થા પણ કામ કરી રહી છે તેમની જાહેરાત મેં “સફારી” માં વાંચેલી જો તેની કોઈ માહિતી મળશે તો જરૂર થી અહી મુકીશ.

 8. તદ્દન સાચી વાત છે!

  અને આ ફકરા સાથે હું એકદમ સહમત chu :

  અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષા સ્વાભાવિક છે એટલે એને તરછોડ્યે ચાલશે નહિ. શિક્ષણ માતૃભાષામાં હશે તો જ એ માત્ર ગોખણીયું ન બની રહેતા સ્વાભાવિક અને સમજણભર્યું બનશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s