તમારા પ્રોગ્રામ તમારી સાથે..

યુએસબી પેનડ્રાઈવ આજકાલ ખૂબ સામાન્ય થઈ ગઈ છે અને લોકો પોતાની અગત્યની ફાઈલ્સ અને ડેટા સાથે રાખવા તેનો ઘણો ઉપયોગ પણ કરે છે.

પણ શું તમે જાણો છો કે પેનડ્રાઈવનો ઉપયોગ માત્ર ડેટાફાઈલ્સ રાખવા પુરતો સીમિત નથી. તમે તમારા ફેવરીટ પ્રોગ્રામ્સ પણ એમાં રાખી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે જે-તે પ્રોગ્રામ સીધો પેનડ્રાઈવમાંથી જ (ઈન્સ્ટોલ કર્યા વગર જ) રન કરી શકો છો, જેમાં ઓફીસ સ્યુટ, ઈમેઈલ ક્લાયન્ટ અને ઈન્ટરનેટ બ્રાઉઝર ઉપરાંત એન્ટીવાઈરસ પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. (તમે તમારા બ્રાઉઝરના બુકમાર્ક્સ હવે સાથે રાખી શકો છો.) આ માટે ઘણી “‌પોર્ટેબલ એપ્લિકેશન્સ” ઉપલબ્ધ છે જે ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી રહેતી. આ માટેની જ એક રસપ્રદ સાઈટ છે, પોર્ટેબલએપ્સ.કોમ

આ સાઈટ એક આખો પોર્ટેબલ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા દે છે જે તમે તમારા કોઈપણ પોર્ટેબલ ડીવાઈસ પર (હા, કોઈપણ ડીવાઈસ. મેં આ સ્યુટ મારા મોબાઈલના મેમરી કાર્ડમાં ઈન્સ્ટોલ કર્યો છે.)રાખી શકો છો અને જ્યારે જરૂર હોય ત્યારે તે ડીવાઈસને કોઈપણ વિન્ડોઝ ધરાવતા કમ્પ્યુટર સાથે લગાવી જે-તે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો. વળી, મજા એ છે કે આ સાઈટ પર ઉપલબ્ધ બધી જ પોર્ટેબલ એપ્લિકેશન “ઓપન સોર્સ” છે એટલે તેના માટે તમારે કંઈ ખર્ચ કરવો પડતો નથી. માત્ર ડાઉનલોડ કરો અને ઉપયોગ કરો. પોર્ટેબલએપ્સ સ્યુટ કહેવાતો પ્રોગ્રામ તો વળી એક મેનુ પણ ધરાવે છે જેમાં તમારી બધી એપ્લિકેશનના શોર્ટકટ મળી રહે છે. માત્ર એ મેનુ રન કરી અને તેમાંથી એપ્લિકેશન સિલેક્ટ કરી શકાશે. ઉપરાંત બીજી ઘણી “સ્ટેન્ડ અલોન” એપ્લિકેશન પણ છે જે તમે અલગ અલગ ડાઉનલોડ કરી શક્શો. આમાં ઓફીસ પ્રોગ્રામ, ઈન્ટરનેટ પ્રોગ્રામ, સિક્યુરીટી સોફ્ટવેર, ફાઈલમેનેજર્સ અને ગેમ્સ પણ સામેલ છે. વધુ વિગત અને ડાઉનલોડ (ફ્રી) માટે નીચેની લીંક ક્લીક કરો.

http://portableapps.com

Advertisements

5 responses to “તમારા પ્રોગ્રામ તમારી સાથે..

 1. જયભાઈ ઘણી ઉપયોગી માહિતી મુકવા બદલ આભાર અને આવી વધુ ને વધુ માહિતી આપતા રહેજો જેથી અમને પણ ટેકનીકલ જાણકારી આસાનીથી મળી શકે .

 2. હા જયભાઈ ઘણા સમય પહેલા જ્યારે મને આ સાઈટની ખબર પડી ત્યારથી જ હું મારી સાથે મારી 4 જી.બી ને પેનડ્રાઈવમાં નીચેના પ્રોગ્રામ રાખુ છુ..

  નોટપેડ++ ( HTML અને PHP કોડિંગ માટે )
  ગુગલ અર્થ
  ગુગલ ક્રોમ
  ગુગલ ટોલ્ક
  ઓપેરા
  ફાયરફોક્સ
  ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર અને બીજા ઘણા બધાં..

 3. જયભાઈ આ તમારા માટે..
  મેં પણ આ સાઈટ વિશે એક લેખ લખેલ મારે આ બાબતે કંઈ વાંધો નથી હું તો માત્ર તમને જણાવવા અર્થે જ તમને લિન્ક આપુ છુ.
  http://gujaratisansar.wordpress.com/2010/10/20/software-khajana/

 4. જયભાઈ, આ ગુગલની જે નવી ક્રોમ ઓપરેટીંગ સિસ્ટમ આવી રહી છે એમાં આ પોર્ટેબિલિટીનો પ્રોબ્લેમ પણ નીકળી જશે. કેમકે આખી સોફ્ટવેર દુનિયા ‘ક્લાઉડ’માં સમાવા જઇ રહી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s