મારો.. કાપો..!

આ વિડીયો જુઓ..

આ એક ગેઈમ નું પ્લે-મુવી છે. નામ છે “અનરીયલ ટુર્નામેન્ટ – 3”. મારી પ્રિય પીસી ગેઈમ છે. ગેઈમ મારામારી ની છે અને એટલી ઇન્ટેન્સ  છે કે ઝટ મુકવાનું મન ન થાય.

આમ તો એમાં ઘણા મોડ છે જે દરેક માં મુખ્ય હેતુ હરીફોને મારવાનો જ છે. સૌથી લોકપ્રિય છે ડેથમેચ અને ટીમ ડેથમેચ. ડેથમેચમાં એકલા રમવાનું છે ને જે દેખાય તે આપણો દુશ્મન એમ ગણીને મારામારી ચાલુ રાખવાની. ને હા, એ જ રીતે તમે પણ બીજાઓના નિશાન પર રહેશો, મરો કે મારો નહિ ત્યાં સુધી.

ટીમ ડેથ-મેચ માં ટીમ કહેતા જૂથ, બનાવીને રમવાનું ને આપણી ટીમ માં ન હોય તેની પાછળ લાગ્યા રહેવાનું ને એ લોકો તમારી પાછળ જ હશે. -ફરી, મરો કે મારો નહિ ત્યાં સુધી.

બે દિવસથી હું ઘણો સમય બગાડું છું એની પાછળ, ને એ રમતા રમતા કંઈક વિચાર, કંઈક  યાદ આવે છે. તમને શું વિચાર આવે છે આ ગેઈમના કન્સેપ્ટ અને આ વિડીયો ઉપરથી? 😉

(બીજી ગેઈમ જે હમણાં રમું છું તે છે “પ્રિન્સ ઓફ પર્શિયા – ફરગોટન સેન્ડ્સ”. એની વાત પછી.)

Advertisements

22 responses to “મારો.. કાપો..!

 1. એમ તો મને પણ પી.સી. ગેમો રમવાનો શોખ છે. GTA (Grand Theft Auto) સિરિઝ ની લગભગ બધી જ ગેમો કમ્પ્લીટ કરી નાખી છે એક GTA IV ને બાદ કરતાં. મેં પ્રિન્સ ઓફ પર્શિયા સિરિઝની પણ બધી ગેમો કમ્પ્લીટ કરી નાખી છે. હવે “પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ” રમવાની ઈચ્છા ધરાવું છું, પણ તે અત્યારે અહિં કોઈ પણ ગેમ શોપમાં ઉપલબ્ધ નથી.

  શું તમે મને જણાવી શકશો કે મારા પી.સી.માં નીચે મુજબનું configuration હોવા છતાં GTA IV ધીરે ચાલે છે. શા માટે?
  Intel Dual Core E2140 @ 1.60 GHz
  2.5 GB DDR-II RAM
  1 GB nVIDIA GeForce 9400GT Graphics Card

  શું હું આ configuration પર “પ્રિન્સ ઓફ પર્શિયા – ધ ફરગોટન સેન્ડ્સ” સરળતાથી ચલાવી શકીશ?

 2. જય ભઈલા, તને ‘ડાઇરેક્ટ ટુ દિલ’ વાળી વાત કહી દઉં?

  આ ગેમ ના રમીને તું તારી જાત પર ઘણો મોટો ઉપકાર કરીશ. આ તો મગજની સજા છે. ગેમનો વિરોધી નથી પણ મારામારીની મગજમારીમાં આવા બીજ રોપાય એના કરતા ‘બુદ્ધિવાળી’ ગેમ્સ હજારો છે. એ તો મગજની મજા છે.

 3. ગેમ વિશે વધૂ જાણતો નથી,પણ મારામારી કાપાકાપીની ગેમ છે એટલે રમવી ગમશે. 🙂 ક્યાંથી મળશે અથવા ડાઉનલોડ થશે ?

 4. હમણાં નવી આવેલી ગેમ Call of Duty – Black Ops પણ જોરદાર લાગે છે !!!

 5. I don’t like any violence games… so I am “ODD MAN OUT” here… 😉

 6. મારી ફેવરિટ – ક્વેક ૩ અરેના અને તેનાં જ એન્જિન પરથી બનેલી – ઓપનઅરેના (ઓફકોર્સ, ઓપનસોર્સ). અમે ઓફિસમાં લેન પર બહુ ટીચતા. અને, મોટાભાગ રાત્રે ૧૨ વાગ્યા પછી બહુ મજા આવતી..

 7. હા. બોટ્સ માણસો કરતાં ઘણાં સ્માર્ટ હોય છે 🙂

 8. Rockstar Games ની Grand Theft Auto સિરિઝની San Andreas ગેમ એક જોરદાર ગેમ છે. એ ગેમને મેં બે વાર પાર કરી નાખી છે. એ ગેમ રમવાની મજા એટલા માટે આવે છે કારણ કે એ ગેમ ‘Free Roaming Stye’ વાળી છે. ગેમમાં તમે ગમે ત્યાં ફરી શકો, ગમે તેને શૂટ કરી શકો, કાર ચલાવી શકો અને રીયલ લાઈફની જેમ લગભગ બધું કરી શકો.

 9. આમ તો હું બોઉં ગેમ રમતો નથી પણ મારી ફેવરીટ ગેમ “ક્રુસેડર” છે. હજી સમય મળ્યે રમી લઉં છું . પણ મહીને એકાદ વાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s