ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર

આજે “ગુજરાતી સંસાર” વાળા મયુરભાઈ ની નવી સેવાની પોસ્ટ વાંચતો હતો ત્યારે કોમેન્ટ્સ માં તેમને પડતી ટાઈપીંગ મુશ્કેલી અંગે જાણ્યું. અને આ મુશ્કેલી ઘણા જ બ્લોગર્સ ને રહે છે. (ટ્રાન્સલીટરેશન વાપરનારાઓ ને તો નહિ, પણ વિન્ડોઝ નું નેટીવ યુનીકોડ વાળું કીબોર્ડ વાપરનારાઓને) એટલે આ ટાઈપીંગ ટ્યુટર યાદ આવ્યું. હિન્દી અને ગુજરાતી ટાઈપીંગ ની પદ્ધતિસર પ્રેક્ટીસ માટે તે ઉપયોગી છે. નીચેની લીંક પરથી આ “આસાન ટાઈપીંગ ટ્યુટર” ફ્રી ડાઉનલોડ કરી શકાશે.

http://download.cnet.com/aasaan-hindi-typing-tutor/3000-2051_4-10845175.html

આ માહિતી મેં ગુજરાતી સંસાર પર તો કોમેન્ટ માં મૂકી જ છે પણ બધાને ઉપયોગી છે તેમ લાગતા અહી પણ શેર કરી. આશા છે કામ લાગશે.

Advertisements

6 responses to “ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર

  1. માહીતી આપવા બદલ ખુબ આભાર તમારો.,,,
    તમે મારી સાઈટમાં કોમેન્ટ પર આપેલ માહીતી વડે હું આસાની થી હવે ” સોર્સ ” શબ્દ લખી શકુ છુ..
    પહેલા કંઇક આવુ થતુ ” સોસઁ ” ..

    🙂

  2. દોસ્તો, આ બધી સેવા કરતા પણ થોડી વધારે મજબૂત સેવા આ સાઈટની લાગે છે:

    http://www.google.com/transliterate

    એક-બે નહિ પણ ૨૩ ભાષાઓ. આરામથી જેમ બોલો એમ જ લખવાની. એમાંય ઓનલાઈન ન જવું હોય તો તમને જે ભાષા જોઈએ એની સ્ક્રીપ્ટ એક વાર ડાઉનલોડ કરીને કોઈ પણ વર્ડ-પ્રોસેસરમાં યા નોટપેડમાં લખવાનું શરુ થઇ જાવ. જયન્તીલાલોને જલસા જ જલસા!

    • ગુરુજી,
      ટ્રાન્સલીટરેશન સરળ છે એની ના નહિ. પણ દર વખતે નહિ. દા.ત. “ટ્રાન્સલીટરેટ” જ લખવું હોય તો કેમ લખવું? મને મળેલા પરિણામો આ રહ્યા..
      translitaret = ત્રન્સ્લીતારેત
      traanslitret = ત્રાન્સ્લીત્રેત
      traans +litaret = “ત્રાંસ લીટ રેત” અને પછી એને સુધારીને “ટ્રાન્સ લીટ રેટ” કર્યુ અને પછી સ્પેસ રિમૂવ કરી ત્યારે “ટ્રાન્સલીટરેટ” લખાયું. વળી અનેકવાર બીજા પણ અનેક લોચા થાય છે અને મારે ઘણીવાર તો કોમેન્ટ બીજુવાર સુધારીને લખવી પડે છે.
      જો કે આ નેટીવ કીબોર્ડ વાપરતા નવેસરથી શીખવાનું હોય તો મુશ્કેલી પડે. એ માટે જો સમય ન હોય તો ગૂગલ ઈઝ ધ બેસ્ટ.

  3. હું વિશાલભાઈનું ટાઇપ પેડ વાપરું છું. http://www.vishalon.net/Download.aspx
    ગૂગલ ટ્રાન્સલીટરેશનમાં વાર લાગે છે અને મજા નથી.એવું મને અંગત લાગે છે.મને સીધૂ બ્લૉગ પર અને ગુજરાતી લીપીમાં ટાઇપ કરવું પસંદ છે.ટ્રાન્સલીટરેશનમાં ‘અદ્‍ભુત’ની સાચી જોડણી બરોબર લખાતી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s