મને આ કહેવું નથી ગમતું, પણ…

મને આ કહેવું નથી ગમતું, પણ ઘણા વાક્યો એવા હોય છે, જે એના દેખીતા અર્થ કરતાં કંઈક જૂદું જ સૂચવતા હોય છે.

“મને આ કહેવું નથી ગમતું, પણ…” એ એમાંનું જ એક વાક્ય છે. આવા ઘણા વાક્યો આપણે સાંભળીએ છીએ. જેમ કે, “હું નાસ્તિક નથી પણ..” આ વાક્ય મોટાભાગે ઈશ્વરનો વિરોધ કરનાર બોલે છે. “તમારી વાત સાવ સાચી છે પણ..” એ વાક્ય અસહમતી ની શરૂઆત કરવા જ વપરાતું હોય છે. આવા તો અનેક ઉદાહરણો મળે જેમાં વાક્યની શરૂઆત જે રીતે થાય તે કરતા જૂદું જ કરવાનો ઉદ્દેશ્ય હોય. એક રીતે જોઈએ તો આ “પણ” વાળા વાક્યો ખોટું બોલનાર વ્યક્તિને ઓળખાવી દે છે.

આવા વાક્યોનો હેતુ મોટાભાગે તેઓ જે કરવાના હોય છે તે પછી તેમના પર આવનારા આરોપોમાંથી બચવા માટેનો હોય છે. તમે તેમના પર ખોટું બોલવાનો કે અન્ય કોઈ આરોપ મૂકો તે પહેલા તેઓ પોતાના બચાવની ભૂમિકા (આરોપથી ઈન્કાર) રજૂ કરી દે છે.

જ્યારે તેઓ કહે કે, “ખોટું ન લગાડશો, પણ..” ત્યારે માનજો કે આવનારી વાત તમને ખૂંચે તેવી જ હશે. જ્યારે “મારે શું લાગેવળગે? પણ…” સાંભળો ત્યારે જાણજો કે એ વાતથી એમને ફરક પડતો જ હશે-અને તે પણ ઘણો.

આવું લોકો શા માટે કરે છે? દેખીતું એક કારણ તો ઉપર કહ્યું તેમ સ્વ-બચાવનું છે. તેમાં એવી આશા રહેલી છે કે પહેલેથી એવું કહેવાથી સાંભળનાર વ્યક્તિ પોતાના ઉપર (મૂકવો જોઈએ તેવો) આરોપ નહિ મૂકે. પણ એથીય વધુ તો આમાં જાતને છેતરવાનો પ્રયત્ન પણ રહેલો હોય છે. દરેક માનવી એમ માનવા ઈચ્છે છે કે પોતે ખોટા કે અવિવેકી કે અનિચ્છનીય વર્તન કરનારા નથી જ. એ પોતાના જ ગળે ઉતારવા માટે થઈને વ્યક્તિ આવું ખોટું બોલે છે.

કોઈને ખરાબ લાગે તેવું હું નથી કહેવા માગતો પણ આવા લોકો પોતાની જાત આગળ સારા દેખાવા, પોતાને જ છેતરતા હોય છે.

[નોંધ – આમ તો મને ક્યાંય થી કોપી કરવી નથી ગમતી, પણ ઘણા વખત પહેલા વાંચેલું આ લખાણ મારી ડાયરીમાંથી મળ્યું એટલે અહીં વહેંચ્યા વગર નથી રહી શક્તો. :)]

Advertisements

8 responses to “મને આ કહેવું નથી ગમતું, પણ…

 1. શ્રી જયભાઈ, ( કનકવો)

  આપનો એકદમ સચોટ વાત દર્શવતો લેખ.

 2. આ પણ વિશે તો સમજ્યાં – પણ 🙂
  પણ પણ પણ વિશે તમે શું કહી શકશો? 🙂

 3. ? સમજાયું નહિ તમે શું કહેવા માગો છો તે.

 4. ઘણાં લોકો વાક્યમાં ત્રણ વખત પણનો ઉપયોગ કરે છે તે શેને માટે કરતાં હશે?

 5. મને આ લેખ બોઉં ગમ્યો પણ….

 6. A Few Posted the Comments already.
  Now it is ME !
  The use of “Pan or But ” in the Vakya !
  Humans are “very clever” Beings…..They can “listen”…& say NOTHING..or say by AGREEING to ALL said…..and the 3rd ROUTE is bring the TOPIC discussed and add DISAGREEMENT. The value of “PAN” is understood well here !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  “kankvo” is invited to Chandrapukar. Hope to see you !…And may you “fly” often to Chandrapukar & share your “thoughts” !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s