WWF ફાઈલ ફોર્મેટ વાપરો..વૃક્ષો બચાવો.

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ, જર્મની દ્વારા એક નવું ફાઈલ ફોર્મેટ રજૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મેટમાં સેવ થતી બધી ફાઈલનું એક્સ્ટેન્શન .wwf રહેશે. આ ફાઈલ ફોર્મેટ .pdf જેવું જ છે, માત્ર એટલો ફરક છે કે આ ફોર્મેટમાં સેવ થતી ફાઈલ માત્ર સ્ક્રીન પર જોઈ શકાશે, તેનું પ્રિન્ટઆઉટ નહિ લઈ શકાય.

Save as WWF, Save a Tree

વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ‌ના કહેવા મુજબ, “દર વર્ષે 13000000 હેક્ટર જેટલા (ગ્રીસના ક્ષેત્રફળની બરાબર) વૃક્ષોનો સફાયો થઈ જાય છે અને એ સાથે જ અનેક પ્રાણીપંખીઓના કુદરતી વસવાટનો પણ નાશ થાય છે. આ નવું ફોર્મેટ બીનજરૂરી પ્રિન્ટઆઉટ્સ અટકાવશે અને એ રીતે એટલા કાગળ બનાવવા વપરાનારા વૃક્ષો બચાવશે.”

અત્યારે આ ફોર્મેટ માત્ર mac OS (મેકીન્ટોશ સિસ્ટમ) માટે જ ઉપલબ્ધ છે પણ ટૂંક સમયમાં વિન્ડોઝ માટે પણ તે ઉપલબ્ધ બનશે. આ માટેનું સોફ્ટવેર એક પ્લગઈન છે જે પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં “save as wwf” નો ઓપ્શન આપશે. આ પ્લગઈન www.saveaswwf.com પરથી ડાઉનલોડ કરા શકાય છે. (જો કે વિન્ડોઝ યુઝર્સે વાટ જોવી રહી.)

આમ તો આઈડીયા સારો છે, પણ જે લોકોને પ્રિન્ટ લેવી જ છે તેમને તો મદદ કરવા હેકર્સ તૈયાર જ રહેવાના એટલે આ પગલું કેટલા વૃક્ષો બચાવશે તે ખબર નહિ, પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સારો પ્રયત્ન તો છે. 🙂

Advertisements

One response to “WWF ફાઈલ ફોર્મેટ વાપરો..વૃક્ષો બચાવો.

  1. હવે તો આજકાલ લોકો ઈ-મેઈલ માં પણ સિગ્નેચર તરીકે લખે છે કે “જો જરૂર ના હોય તો આ મેઈલ ની પ્રિન્ટ ના કાઢશો”.

    ખરેખર આ એક સરસ પ્રયાસ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s