સમસ્યાનું સમાધાન

કેટલાયે વખતથી એક મુશ્કેલીથી મૂંઝાતો હતો. શાત્ઝીને વોક પર કેવી રીતે લઈ જવી તે. રસ્તા ઉપર એ હસ્કી ની જેમ ખેંચ ખેંચ કરે. (ખૂબ બળવાન હસ્કી કૂતરાઓ ધ્રુવપ્રદેશોમાં સ્લેજગાડી ખેચવામાં કામ લાગે છે. સીધું કહીએ તો બળદ.) અને બીજા કૂતરા જોયા નથી કે તરત ઉછળી ને દોડી જ સમજો. ધ્યાન ન હોય તો ભૂમિગત થવા તૈયાર રહો. એ ખેચએંચને કેમ કન્ટ્રોલ કરવું? પછી મેં “ઈન્ડીયન કેનેલ ગેઝેટ”માં “જેન્ટલ લીડર”ની જાહેરાત જોઈ. એ એક જાતનો ઈમ્પોર્ટેડ (યુ.કે.)ડોગ કોલર છે જે ડોગના મઝલ (મોઢું) અને ડોક પર લાગે છે અને તેને મુશ્કેલી ન પડે તે રીતે તેને લીડ પર ખેંચતો અટકાવે છે. જાહેરાતમાં વખાણ વાંચ્યા ત્યારે બહુ વિશ્વાસ નહોતો, પણ અંતે મેં તે મગાવ્યો અને કાલે તે મળ્યો અને બપોરે જ મેં અજમાવ્યો.

ચમત્કાર!

શાત્ઝીને લઈને હું બપોરે અને સાંજે ખૂબ ટ્રાફીકના સમયે પણ રોડ પર ફરી આવ્યો અને તે જાણે વર્ષોથી ખેંચ્યા વગર જ મારી સાથે સાથે જ (હિલ પોઝિશનમાં) ચાલવા ટેવાયેલી હોય તે રીતે સાથે સાથે આવી. હું ખૂબ ખુશ છું કે અંતે હવે હું તેને લઈને રસ્તા પર લાંબા વોક માટે જઈ શકું છું. (આજે સવારે પણ અમે એક ખૂબ લાંબુ ચક્કર લગાવી આવ્યા.) વળી આ કોલરની વિશેષતા એ છે કે તેનાથી શાત્ઝીને કોઈ જાતની તકલીફ નથી. (નામ જ છે જેન્ટલ) તેને ડોક ઉપર આંચકા લાગતા નથી અને મારા હાથ પણ સલામત રહે છે.

હવે મેં સારા માટે પણ એક જેન્ટલ લીડર ઓર્ડર કર્યો છે.

મારા કોઈ શ્વાનપ્રેમી મિત્રોને જો આવી સમસ્યા હોય તો તે પ્રોડક્ટની વેબસાઈટ અહીં છે. http://www.gentleleader.co.uk/
એ સિવાય પણ ડોગટ્રેઈનીંગ અંગે કંઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો મારો સંપર્ક kanakvo@gmail.com પર કરી શકો છો.

Advertisements

5 responses to “સમસ્યાનું સમાધાન

 1. સરસ સમાધાન છે – પણ તમારા માટે, શાત્ઝી માટે નહીં. શાત્ઝીને હજુયે છુટું ફરવું ગમે છે – ક્યારેક ફરી પાછા “મધુવન” ના બગીચામાં લાવજો. હજુયે ભાગી છુટવું ગમે છે – ક્યારેક છુટી મુકી જો જો.

  જે દિવસે તમે તેને છુટી મુકી દ્યો અને છતાં પણ તે તમારાથી દૂર ન જાય ત્યારે માનજો કે બંનેને સમાધાન મળ્યું છે.

  હા અત્યારે તમને સમાધાન મળ્યું તે બદલ અભીનંદન – શાત્ઝી માટે પણ ક્યારેક વિચારજો.

  • હું સંમત નથી. 🙂 પહેલી વાત તો એ કે શાત્ઝીને “ભાગી છૂટવું” નથી ગમતું, “છુટ્ટા રહેવું” ગમે છે (જે કોઈપણ સજીવ માટે સ્વાભાવિક છે.) અમે રસ્તા પર છુટી મુકીને જોયું છે કે અમે ચાલવા માંડીએ એટલે એ પાછળ આવે જ છે. છૂટી ન રાખવાનું કારણ તો એ કે એનું છુટા રહેવું બીજાઓ માટે તો ઠીક, એના પોતાના માટે જોખમી છે. એક તો એ ક્યાંક અથડાઈને ઈજા પામે. કોઈ ડરી ગયેલા લોકો એને “ભયાનક” માનીને એને મારે એવું પણ જોખમ ખરું. શેરીના અન્ય કુતરાઓની જેમ એ પોતાનું રક્ષણ કરી ન શકે કારણ કે ટેવાયેલી નથી. એને રસ્તા પર છૂટી મુકતા અમે જોયું છે કે અવાજ અને ટ્રાફિકથી એ ગભરાઈ જાય છે અને નાસભાગ કરે છે એટલે એને જ તકલીફ પડી શકે.
   સામાન્ય કોલર હોય તો લોકો ડોગને કંટ્રોલ કરવા ઝટકા મારતા હોય છે જે એને તકલીફ આપે છે. આ કોલર એની ડોકને ખેંચવાના બદલે એના મઝલ ઉપર (મોઢા ઉપર) હળવું દબાણ આપે છે. કુતરાઓમાં કમ્યુનીકેશનની એ એક રીત છે જેમાં નાના કુતરા મોટા કુતરાને(ખાસ કરીને ગલુડીયા પોતાની મા ને) પોતાનું મઝલ પકડવા દે છે ને એનાથી સલામતી અનુભવે છે. આમ એ દબાણ એને સંદેશ આપે છે કે આપણે અહી “સીનીયર” છીએ અને એ આપણી સાથે સલામત છે.
   આ કોલર દુનિયાભરના પ્રાણી-સ્વભાવ શાસ્ત્રીઓ સૂચવે છે.
   ખેર, આ પુરાણ લખતા નહિ ખૂટે. ક્યારેક રૂબરૂ ચર્ચા વખતે ડોગ ટ્રેઈનીંગ તથા ડોગ બિહેવિયર વિષે વાત. 🙂

 2. સરસ …. ! આ પોસ્ટ વાંચવામાં થોડી મોડી પડી …. હજી આજે સવારેજ ક્રિષ્ણકાંત Germany થી પરત આવ્યા….. ચાલો કંઈ નહિ હવે courier થી મંગાવી લઈશું…. મારી બહેનની ડોગી ફ્રીઝ્બી માટે ! તમે સાચું કહ્યું જયભાઈ, તેઓને ભાગી નથી જવું હતું પણ છુટ્ટા ફરવું હોય છે … ફ્રીઝ્બી Deshand છે … આપને જે પણ વાત કરીએ તે બધીજ બરોબર સમજે … બસ ખાલી બોલી નથી શકતી એટલુંજ ….. જાણે ઘરનું પાંચમું બાળક … બહારથી આવીએ અને જો ચારે છોકરાઓ માટે ભાગ લાવ્યા હોઈએ તો એનો પણ લાવવોજ પડે .. નહીતો રિસાય જાય ! ચીઝ , ડેરીમિલ્ક , અને વેનીલા આઈસક્રીમ એના ફેવોરેટ… !! મારી બહેન એના ફેમીલી સાથે london ગઈ હતી ત્યારે તે મારી પાસે હતી .. તમે કહ્યું તેમ વોક પર જવામાં બહુ દોડાવે …. એટલું જોર કરે કે આપણે પરાણે દોડવું પડે …તેનું ગળું ભીસાઈ જવાની બીકે …. બે દિવસ તો આમ ચાલ્યું … પછી ત્રીજે દિવસે માને નહિ અને કબુતર પાછળ ભાગે … એટલે મેં હાથમાંથી દોરી છોડી દીધી અને મેં કહ્યું “જા કિત્તા હવે માસી નહિ દોડે … જ્યાં જવું હોય ત્યાં એકલી જા !” તો તે એકદમ ચુપ … થોડે આગળ પહોંચી ગયેલી ત્યાંથી પાછી આવીને વ્હાલકરી ને મનાવવા લાગી , અને પછી દોરીનો છેડો પકડીને મારા હાથમાં મુકવા લાગી !!!

  • ડોગ્સ ખુબ પ્રેમાળ પ્રાણીઓ છે. અમારી બન્ને (શાત્ઝી અને સારા) ખુબ જ રમતિયાળ ને પ્રેમાળ છે. ઘરના સભ્યો જ.
   અરે હા, ડેરીમિલ્ક નું તમે લખ્યું છે એટલે જણાવવાનું કે ચોકલેટ એ ડોગ્સ માટે ઝેરી છે. થોડી ચોકલેટ પણ જીવ નું જોખમ ઉભું કરે છે. માટે ડોગ ને ક્યારેય ચોકલેટ ન જ આપવી જોઈએ.

 3. oh …. never new this….. she really loves dairy-milk … now onwards we’ll never give that …. Thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s