“નગર” [ સ્વરચિત (!) ]

ઉપર આશ્ચર્યચિહ્ન એટલે છે કે હું અને વળી રચના?

હું કબુલ કરી જ ચૂક્યો છું કે હું સર્જક નથી. પણ મગજ તો મારે પણ છે. (નવી વાત! નહિ?) એટલે વિચારો પણ આવે છે. (આશ્ચર્યના આઘાતોથી બેભાન ન થઈ જતા.) એટલે ક્યારેક આવું કંઈક જોડાઈ જાય..

 

આ અટૂલું, એકાંત, એકલવાયું નગર
જાણે ટોળાઓમાં, ભીડમાં ખોવાયું નગર.

ચારે તરફ દોડતા રસ્તાઓ, ગલીઓ,
એમ સવાર-સાંજ કાયમ, રઘવાયું નગર.

સફળતાની તૃષ્ણાઓ લઈ દોડતો માનવ,
એની આંખમાં મૃગજળ બની સંતાયું નગર.

તોયે હંમેશા વિસ્તર્યું, જરી યે ન દબાયું,
છો ને લાખોની ભીડમાં ભીંસાયું નગર.

શોધે બિચારો માનવી, હૈયાની હૂંફ ક્યાં?
પડછાયાઓના સમૂહથી જ સર્જાયું નગર.

Advertisements

4 responses to ““નગર” [ સ્વરચિત (!) ]

  1. શોધે બિચારો માનવી, હૈયાની હૂંફ ક્યાં?
    પડછાયાઓના સમૂહથી જ સર્જાયું નગર.

    વાહ – તમે સર્જક બની શકો તેમ છો.

  2. ખુબ સરસ શરૂઆત કરી છે જયભાઈ.

  3. મજાની રચના… એમ ના કહેતા કે મજાક મજાકમા રચના બની ગઇ… 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s