સારો નાગરિક

સારા નાગરિક બનવું એટલે શું? 

સારા નાગરિક બનવું એટલે પોતાના હકો પ્રત્યે જાગૃત રહેવું, પણ પોતાના હકોનો આગ્રહ રાખતાં પહેલા અન્યોના હકોનો સ્વિકાર કરવો.
સારા નાગરિક બનવું એટલે શબ્દો અને કાર્યોની સ્વતંત્રતા માણવી, પરંતુ એ યાદ રાખવું કે એ સ્વતંત્રતા અન્યની સ્વતંત્રતા પર તરાપ મારીને ન ભોગવાય.
સારા નાગરિક બનવું એટલે પોતાના હાથો વડે સુંદર અને ઉપયોગી રચનાઓ કરવી, અને સાથે સાથે અન્યોએ પ્રેમ અને વિશ્વાસથી જે સર્જન કર્યું છે તેનો આદર કરવો.
જે કંઈ મેળવવું તે મહેનત અને માત્ર મહેનતથી જ મેળવવું, અને જે મેળવ્યું હોય તે કરતાં ઓછું ખર્ચવું જેથી જ્યારે તમે ન હો ત્યારે તમારા બાળકોને અન્ય ઉપર આધારીત ન રહેવું પડે.

(ખલિલ જિબ્રાન)

“Punch” તત્વ

ઘણા સિદ્ધાંતો અને ઉપદેશો બારીના કાચ જેવા હોય છે. આપણે તેમના દ્વારા સત્ય જોઈ શકીએ છીએ પણ તેઓ (એક આવરણ દ્વારા)આપણને સત્યથી વિખુટાં પાડી દે છે.

(ખલિલ જિબ્રાન)

Advertisements

4 responses to “સારો નાગરિક

  1. ખલીલ જીબ્રાનની વાતો વિચારીને જીવવા જેવું છે.

    ઘણાં લોકો પહેલાં જીવે છે અને પછી વિચારે છે – પણ ખરેખર પહેલાં વિચારવું જોઈએ અને પછી જીવવું જોઈએ.

  2. શ્રી જયભાઈ ( કનકવો )

    ખુબ જ સુંદર અને વિચાર યુક્ત સંદેશ પાઠવ્યો છે.

    માનવી આટલું વિચારે તો દુખી ક્યારેય ના થાય.

    ખુબ જ સુન્દર

  3. સહુને હક જોઈએ છીએ પણ બીજાના હકોનું શું એ કોઈ નથી વિચારતું.
    સિદ્ધાંતો જ્યારે કહેવાતા “વિદ્વાનો”ના રમકડા બને ત્યારે એ સત્યથી દુર જ રાખવાના. તકલીફ એ છે કે સહુને પોતાના સિદ્ધાંતોને ગાઈ બતાવવા ગમે છે પણ અમલ ? શૂન્ય.
    મજાની વાત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s