3G ઈન્ટરનેટ, અનલિમીટેડ – બિલકુલ ફ્રી

હા જી,

આ બિલકુલ મજાક નથી. BSNL તરફથી નવા 3G મોબાઈલ કાર્ડ પર 7 દિવસનો અનલિમીટેડ ઈન્ટરનેટ વપરાશ મફત આપવામાં આવે છે. કાર્ડના એક્ટીવેશનથી આ સાત દિવસ ગણવામાં આવશે.

આ સ્કીમ ગુજરાત સર્કલમાં તો છે જ. બીજા સ્થળોએ ખરીદતા પહેલા તપાસ કરી લેવી હિતાવહ રહેશે. આજે જ મેં નવું કાર્ડ ખરીદ્યું, જેમાં 59 રૂપિયા સીમકાર્ડના થયા. ઉપરાંત તરત એક 120 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું હોય છે. આમ, કુલ 179 રૂપિયામાં 7 (સાત) દિવસ સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરી શકાય છે. આ ઉપરાંત કુલ 150 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. તે સિવાય 1000 લોકલ અને 1000 નેશનલ sms પણ એક મહિના માટે મફત મળે છે. આ ઉપરાંત પણ કંઈક હતું જે હું ભૂલી ગયો છું 😛 પણ આટલું પણ ઓછું છે?

આ સ્કીમ 28 જાન્યૂઆરી, 2011 સુધી અમલમાં છે. આ સ્કીમ માત્ર મોબાઈલ કનેક્શન માટે જ છે. ડેટા કાર્ડમાં આ સ્કીમ નથી.

(નોંધ- જ્યારે પણ કાર્ડ ખરીદો ત્યારે જાતે જ પૂછપરછ કરીને વિગતોની ચોક્કસાઈ કરી લેવી જેથી સ્કીમ બદલાઈ ગઈ હોય તેના કે અન્ય જોખમથી બચી શકાય.)

Advertisements

7 responses to “3G ઈન્ટરનેટ, અનલિમીટેડ – બિલકુલ ફ્રી

  1. @જયભાઇ,
    મારા પપ્પા BSNL માં જ છે.આ સ્કીમ ખુબ સરસ કહેવાય.
    અને બીજી એક વાત, આપે આ લેખમાં છેલ્લો :p કર્યું છે જે વાસ્તવમાં 😛 (કેપીટલ પી) કરશો.જેથી આપ જીભ કાઢી શકશો. 😛 🙂

  2. મોબાઈલ નોકીયા ૩૨૩૦ છે. એમાં આવું ૩જી કાર્ડ ચાલે કે અલગ ૩જી સપોર્ટેડ હેન્ડસેટ વસાવવો પડે ?

    • નિશીતભાઈ,
      પહેલા તો અહીં આવવા બદલ આભાર.
      આપના નોકીયા 3230ના સંદર્ભમાં જણાવવાનું કે 3230માં 3G સુવિધા ઉપલબ્ધ નથી. આથી આપે એ સુવિધા માટે નવો હેન્ડસેટ લેવો રહ્યો. આપના નોકીયા 3230 અંગે વધુ માહિતી માટે નીચેની લિંક ક્લીક કરી શકો છો.
      http://www.gsmarena.com/nokia_3230-923.php
      આ સાઈટ ઉપરથી અન્ય મોબાઈલ ખરીદી કરતા પહેલા તેના વિષે જાણી લેશો અને રિવ્યૂ જોઈ લેશો તો મેં કરેલી તેવી ભૂલમાંથી બચી શક્શો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s