બ્લોગને લોકપ્રિય બનાવવા શું કરશો?

શું કરવું?

મહેરબાની કરીને હસવામાં ન કાઢતા. આજે આમ તો બીજી એક પોસ્ટ મૂકવી હતી પણ એ પહેલા મારી આદત મુજબ વિવિધ બ્લોગ પર આંટા મારતો હતો અને જે-તે બ્લોગ પર મૂકાયેલી કોમેન્ટ્સ જોતો હતો. સાથે સાથે ઘણાખરા બ્લોગ પર મૂકાયેલી ટોપ પોસ્ટની યાદી જોતા વિચાર આવ્યો કે ખરેખર લોકોને શુ ગમે છે તે કેમ જાણવું? અર્થાત્, બ્લોગને લોકપ્રિય કેમ બનાવાય? એટલે થયું કે આનો સર્વે કરી જોઉં.

તો પ્લીઝ, અહીં આપનો કિંમતી અભિપ્રાય આપો. આપની દ્રષ્ટિએ બ્લોગ ઉપર વધુ ક્લિક્સ અને કોમેન્ટ્સ મળે તે માટે શું કરવું જોઈએ? અને માત્ર ગંભીરતાથી જવાબ આપવા ફરજીયાત નથી. આપ આપના અભિપ્રાય, સૂચન, મજાક, ટોળ, તીર, તુક્કા કંઈ પણ આપી શકો છો.

રાહ જોઉં છું આપની કોમેન્ટ્સની…

(નોંધ: આ પોસ્ટનો હેતુ કોઈ ચોક્કસ બ્લોગ કે બ્લોગરનો વિરોધ કરવાનો નથી..કૃપા કરી (પોતાની સિવાયના)અંગત ઉલ્લેખો ટાળશો.)

Advertisements

25 responses to “બ્લોગને લોકપ્રિય બનાવવા શું કરશો?

 1. * તમારા બ્લોગ ઉપર વિવાદો ઉભા કરતી પોસ્ટ લખો

  * બીજાના બ્લોગ પર જઇ ને વાહિયાત અને વિવાદીત કોમેન્ટો કરો

  * બીજાની ભૂલો કાઢતી પોસ્ટ તમારા બ્લોગ પર મૂકો

  * પ્લેજરીજમને લગતી પોસ્ટ

  આ જનરલ ટોપીક્સ મેં જોયા છે જેનાથી તરત તમારો બ્લોગ ટોપ પોસ્ટમાં આવી જાય છે… અને કોમેન્ટો પણ વધારે મળે છે….

  • દુઃખ થાય છે, પણ આપણા બ્લોગજગતની આ પરિસ્થીતી એ એક કડવી વાસ્તવિકતા છે. વિવાદો લોકોને તરત આકર્ષે છે. જો કે મારો અનુભવ છે કે કંઈપણ અનોખું અને શ્રી સોહમભાઈ તેમની કોમેન્ટમાં જણાવે છે તેમ હાસ્યરસ ને લગતી પોસ્ટ્સ ખૂબ સારો આવકાર પામી છે, એ બતાવે છે કે બ્લોગરોને વિવાદ સિવાયની બાબતોમાં પણ એટલો જ રસ છે.

 2. 🙂 જયભાઇ,
  સાચું કહું???
  આમ તો ઉપર લખ્યું તેમ અમર ભાઇની વાત સાવ સાચી છે…હમણાં કાલ સાંજે જ એક નવો બ્લોગ આવ્યો છે.નામ આપવાની મારે જરુર નથી… 😦 પણ એ તાજું જ ઉદાહરણ છે…

 3. બહુ જ અઘરો સવાલ. એક અદના બ્લોગરથી લઈને મોટા મોટા સામયિકો તેમજ વર્તમાન પત્રોના તંત્રીઓને અને ફિલ્મ મેકર્સને સખત સતાવતો સવાલ. જો કે કોઈને હજી જવાબ મળ્યો નથી કે વાચકરાજ્જાને કે દર્શકરાજ્જાને શું ગમે છે?
  લોકપ્રિય થવા માટે કેટલાક સુચનો (મારી સમજ પ્રમાણે) રજુ કરું છું…
  ૧) પ્રિય બનો.
  ૨) મદદરૂપ બનો.
  ૩) ચોક્કસ વિચારસરણીને અનુસરો અને વળગી રહો.
  ૪) જેવા છો તેવા વ્યક્ત થાઓ.

  @ અમર
  પ્લેજરીઝમનો વિરોધ કરવાથી લોકપ્રિય નહીં પણ અપ્રિય જરૂર થવાય છે!

 4. ૧.) લોકોને રમુજ વધારે ગમે છે.શક્ય હોય તો તે મુકવા.આપે અલગ-અલગ ભાગ મુકેલા એટલે આપને ખબર હશે…તે દિવસોમાં ટ્રાફિક-કોમેન્ટ્સ વધારે હશે…
  ૨.)જે પણ વિઝિટર કોમેન્ટ આપે એમને એટલિસ્ટ રીપ્લાય આપવો જોઇએ જેથી એને બીજી વખત આવવાનું મન થાય.
  ૩.) એવી પોસ્ટ મુકો જે બીજે ક્યાંય ના હોય.આઇ મીન ડીફરન્ટ અને હેડીંગ પણ ચોંકી જવાય એવું રાખવું જેથી ટોપ-પોસ્ટમાં બ્લોગ/પોસ્ટ આવે તો સારા એવા વિઝિટર આવે…. 🙂

  સંમત?

  -નટખટ

 5. શ્રી જયભાઈ,( કનકવો)

  જો બ્લોગ લોક પ્રિય બનાવવો હોય તો હર હમેશ નવું જાણવા જેવું, સારા કાવ્યો, લેખો,

  સચોટ અને સરળ ભાષામાં પીરશો. જેમ ભોજન સારું હોય તો બધાને ગમે છે તેમ સારી

  સામગ્રી પીરસો. આને આપ તો સુપેરે આ બધું બ્લોગ પર પીરસો છો..

 6. ..અરે સાહેબ બ્લોગને કેવી રીતે લોકપ્રિય બનાવો તે તમે સારી રીતે જાણો જ છો નહિતો આવી પોસ્ટ કરી જ ન હોત..! બ્લોગને લોકપ્રિય બનાવવા આવીજ પોસ્ટ કરવાની…! બધા ટપો ટપ તમારા બ્લોગ પર આવશે જો હું ન આવ્યો..? (મજાક)

 7. જયભાઈ,

  હું તો પહેલા મારા બ્લોગ પર ક્રિકેટ ના ન્યુઝ, થોડા જોક્સ અને મારી પોતાની વાતો રજુ કરતો હતો..જેનાથી મને ૧૦-૧૫ રેગ્યુલર Visitor મળ્યા હતા… અને હા લોકપ્રિય બનાવવા માટે ફેસબુક પર જરૂર શેર કરું છું.

 8. ખૂબ અભ્યાસ કરો : અને જરૂર પડે ત્યારે જ તે માહિતિનો ઉપયોગ કરો.

 9. એવું કંઈક લખો કે જે લોકોને માત્ર તમારા બ્લોગ પર જ મળી શકે !
  જો મનોરંજક સાહિત્ય લખો તો એવું કે બીજા કોઈ બ્લોગ પર તમારા જેવું ના હોય.
  લખાણની ગુણવત્તા બને એટલી સારી રાખો !

  પોસ્ટ્સનાં ટાઈટલ એવાં રાખો કે એ વાંચીને જ તમારી પોસ્ટ વાંચવાની ઈચ્છા થાય !
  ઓરકૂટ અને ફેસબૂક જેવી સાઈટ્સની તમારી ગુજરાતી કોમ્યુનિટીઝ અને ફ્રેન્ડ્સને દરેક પોસ્ટ પછી એક લિન્ક અને પોસ્ટ વિષે ટૂંકમાં લખાણ મોકલી શકો…અમુક લોકો તો વાંચશે જ ને ! :p

  છેલ્લો ઉપાય : હવે હું જે અહીં લખવાનો છું એવું તમે પણ કોઈકની પોસ્ટ પર જેન્યુઈનલી કોમેન્ટ્સ આપ્યા બાદ લખી શકો :

  “ટૂંકી વાર્તાઓ , ફિલ્મો ના વિગતવાર રીવ્યૂઝ અને અન્ય રસપ્રદ લેખો માટે મારા બ્લોગ “મારી કલ્પના” ની મુલાકાત લેવા માટે હું આપને આમંત્રણ આપું છું. કોઈ પણ પોસ્ટ વાંચો ત્યારે વિનંતિ કરું છું કે કોમેન્ટ્સ જરૂર આપશો જેથી મને મારી લખાણસામગ્રી નો રીવ્યૂ મળતો રહે અને એમાં સુધારા વધારા કરી શકું. તો આ રહી લિન્ક : http://maarikalpanaa.blogspot.com/

 10. બે રીત છે ટોપ પર આવવાની.એક તો વિનયભાઈ અને બીજા મિત્રોએ હકારાત્મક રીતો બતાવી છે તે બીજી છે બ્લોગર મિત્રો ની પીઠ અને જરૂર પડે છાતીમાં છરી મારો.એક લેખની નીચે બે બે લીટીની પાંચ કે દસ કોમેન્ટ્સ સામટી મૂકી તેને પરેશાન કરો.અસંગત કોમેન્ટ્સ લખો,વારંવાર એના બ્લોગમાં ઘૂસ મારો, પછી તે તમારી કોમેન્ટ્સ પાસ નહિ કરે.બસ પછી બાજી તમારા હાથમાં એના વિષે હોબાળો કરો.એક વાર તો ટોપ પર આવી જવાય

  • મારા બ્લોગ ઉપર કોમેન્ટ બદલ આભાર ભૂપેન્દ્રસિંહજી.
   હું હંમેશા હકારાત્મક રહ્યો છું અને શક્ય તેટલા ઓછા વિવાદો કરવા પ્રયત્નશીલ રહ્યો છું. અને છાતીમાં કે પીઠમાં કે ક્યાંય છરી મારવાનું મારા સ્વભાવમાં નથી. બીજાની વાત ખોટી લાગે ત્યારે વિરોધ ચોક્ક્સ કરું છું અને કરીશ પણ કોઈને પરેશાન કરતો નથી. હા, કેટલાક બ્લોગમિત્રોએ મને પરેશાન કરવા યથાશક્તિ પ્રયાસ કર્યો છે અને હું આભારી છું એમનો કે એનાથી મને બીજાની લીટી નાની કરવા માટે મારી લીટી કેમ મોટી કરવી તે વિચારવામાં સરળતા રહે છે. પણ હું ચોક્કસપણે માનું છું કે બ્લોગ વિચારવિનીમય માટે છે, વિવાદો અને અંગત દ્વેષ માટે નહિ જ. બાકી ટોપ પર રહેવાનો સવાલ છે તો એ માટે મારા પ્રિય બ્લોગવાચકો મારી પોસ્ટ્સને વારંવાર ટોચ પર બેસાડે છે એમનો હું ઋણી છું.
   આવતા રહેશો.
   જય

 11. જયભાઈ,

  બ્લોગ ને લોકપ્રિય બનાવવા…સૌથી પહેલા એક નિયમ (નિયત પણ) કરી લ્યો કે…કોઈ એક મુખ્ય વિષય પકડી રાખી એની પર સંવાદ-ચર્ચા, ફીલીંગ્સ, અનુભવ લેખ લખવો જરૂરી છે. બ્લોગની મધુરિમા એમાં જ છે કે અસરકારક શબ્દો દ્વારા વિષય પર ‘પકડ’ હોય…’હથોડી’ જેવી હથોટી હોય. આપણી ગુજ્જુ બ્લોગ-દુનિયામાં આવા ઉદાહરણો ઘણો ઓછા છે. પણ જેટલાં છે એ અસરકારક છે. જ્યારે બીજા એ આ સમજણ થોડી વધારે કેળવવી પડશે…દોસ્ત!

  બીજું, બ્લોગનું લે-આઉટ. દરેકે દરેક આંખોને (૧૦૦ ટકા જો કે ક્યારેય શક્ય નથી) ઠંડક લાગે એવું સીધું અને સરળ જરૂરી છે. મુખ્ય વિષયને લગતી માહિતીઓની લીંક અને કોમેન્ટ કરી શકાય એવા લે-આઉટ જરૂરી છે. લે-ભાગુ નહિ…દોસ્ત!

  ત્રીજો અને ઘણું મહત્વનો પોઈન્ટ: માર્કેટિંગ
  અસરકાર વાંચન એના વધુ અસરકારક વાંચક સુધી પહોંચે એ માટે બનતી બધી મહેનત ની જરૂરીયાત. આમાં ‘સ્પામીંગ’ ક્રિયા નો કોઇજ સમાવેશ ના થાય એ હમેશાં ધ્યાન રાખવું…દોસ્ત!

  એની વે.. થોડાં વખત પછી થોડા વધારે ડીટેઈલમાં આ વિષય પર બ્લોગ-પોસ્ટ મુકવાનો છું. ઓફ કોર્સ તને ખબર તો પડી જ જશે…દોસ્ત!

 12. I feel that if you have open eneded question (as you have in this post) would always encourage people to participate and visit your blog.

  Good One… Keep posting..

 13. જય ભાઈ સરસ અને અઘરો સવાલ, મારી “થોડું બ્લોગ વિષે” શ્રેણી અંતર્ગત આ મુદ્દા વિષે આગળ લખવાનો વિચાર હતો પણ આપે અહીં ચર્ચા કરી છે તો મારી સમજણ ને નિરીક્ષણ ના આધારે કેટલાક મુદ્દા મુકું છુ.

  ૧. સૌથી અગત્યની ને મહત્વ ની વાત છે કે લોકપ્રિયતા ને આપડે કેવી રીતે મુલ્વ્યે છીએ, આપડી લોકપ્રિયતાની વ્યાખ્યા શું છે? આત્મસંતોષ ની રીતે કે લોકપ્રિયતાની પારશીશી સમાન આંકડાઓ( જે કેટલા સાચા તે અલગ વિષય છે !) કે પછી બંને. મોટા ભાગ ના કિસ્સા માં આત્મ સંતોષ ને લોક પ્રિયતા એક બીજાના પુરક થવાના બદલે સામ સામેના છેવાડા ના મુદ્દા થઇ જાય છે. એટલે બ્લોગર પોતાની લોકપ્રિયતાની વ્યાખ્યા માં ક્લીર અને ચોકસ હોય તો બાકી ની બાબતો માટે નક્કી રૂપરેખા તૈયાર કરી શકે છે.

  ૨. ઉપર મુર્તુઝા ભાઈ ના મુદ્દા ની વાત ને થોડી આગળ વધારું તો જયારે લખવા માટે ઘણા વિષયો હોય પણ જે વિષય પર પોતાની ‘પકડ’ કે ‘હથોડી’ ગોતી ના શકાય ત્યારે કમસે કમ આપડે પોતાની જાતને કયા વિષય સાથે ન્યાય કે જોડી નથી શકતા તેપણ જો વિચારી લઈએ તો લોકપ્રિયતા માટે ના જરૂરી વિષય વિષે ફોકસ થઇ શક્ય છીએ . આના મુખ્ય ૨ ફાયદા છે, ૧.મોટા ભાગના વિવાદિત વિષયો ને ચર્ચા ને ટાળી શક્ય છે. એટલે નકારાત્મક રીતે બ્લોગ ને લોકપ્રિય થવામાંથી પણ બચાવી શક્યે છીએ. ૨. પોતાના આવડત ને ગમતા વિષયો માં વધારે સારી રીતે ઊંડા ઉતરી ને વધુ અસરકારક રીતે રજુ કરવા વિષે સજ્જ થઇ શકાય.

  હવે ફક્ત ગુજરતી નહિ પણ હિન્દી ને અંગ્રેજી બ્લોગ જગત નાપણ એક વાચક તરીકે ના અનુભવથી થી લોકપ્રિયતા માટેના કેટલાલ નિરીક્ષણો.

  ૧. સાંપ્રત ઘટનાઓને સાંકળી ને કરતી પોસ્ટ કે ચર્ચા.

  ૨. સમાજ ને સામાન્ય જન ને ઉપયોગી મુદ્દાઓ વિષે કરતી ચર્ચા . ઉદાહરણ તરીકે RTI એક્ટ કે ટેક્ષ જેવી બાબતો ને લાગતું માર્ગદર્શન.

  ૩. કોઈ ચોક્કસ વિષયો ને લહીને કરાતો અભ્યાસ ને તે વિષય ની ચર્ચા.

  ૪. સુંદર ચિત્રો ને ફોટો સ્ટોરી દ્વારા કરાતી રજૂઆત.

  ૫. મક્કમ ને અસરકાર ભાષા પ્રયોગ પણ કોઈ ને ખુંચે તેવી ના હોય.

  ૬. વાંચકો સાથે યોગ્ય રીત નો સેતુ સાધવો.

  ૭. પોતાની વાતો ની લોજીકલ રીતે વાચકો (ને પુનરાવર્તન ટાળતી વાતો પણ ) સમક્ષ મુકવી.

  • સરસ મુદ્દાઓ સૂર્યાજી.
   મૂર્તઝાભાઈની વાત પણ સાચી છે.
   આ વિષે એક પોસ્ટ હવે પછી મૂકવાનો વિચાર છે જેમાં સવાલ નહિ પણ મારી દ્રષ્ટિએ જવાબ આપવાનો પ્રયત્ન કરવો છે. જોઈએ ક્યારે શક્ય બને છે, કારણકે વિચારો તો ઘણા મનમાં રમે છે પણ એમને વાચા આપવી સહેલી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s