ચલ યાર..સિક્કા માર…

“હું પણ કશું કરું નહિ, એ પણ ન કંઈ કરે,
મારા જેવો જ આળસુ પરવરદિગાર છે.”  (‘મરીઝ’)

અમૂક કારણોસર આજે મારે એક ચેકમાં “માઈકર નંબર” ના ઉલ્લેખની આવશ્યકતા હતી એટલે હું ચેકબુક લઈને લોકલ બેન્કમાં ગયો અને ત્યાં વિનંતી કરી. ઓફીસર સાહેબે પટ્ટાવાળા બેનને સિક્કો મારી આપવા કહ્યું. બેને એક ચેકમાં સિક્કો મારીને બુક પાછી આપી એટલે મેં વિનંતી કરી કે બધા જ ચેકમાં સિક્કો મારી આપો એટલે વારંવાર આવવું ન પડે અને ઘણીવાર સિક્કો લેવાનું ભૂલાઈ જાય ત્યારે દૂરથી અહીં પાછા આવવું પડે છે તેવું ન થાય. બહેન ને એ સમયનો વ્યય લાગ્યો. મને કહે, “મારે બીજા કામ નહિ હોય?” મે કહ્યું, “એવું હોય તો લાવો સ્ટેમ્પ. હું જાતે જ સિક્કા મારી લઈશ.”

અંતે કંટાળીને ખિજાતા ખિજાતા એમણે સિક્કા માર્યા. બધા ચેક તો ઠીક, ચેકબુકના બન્ને પુંઠા ઉપર પણ સિક્કા મારી દીધા. પછી મને કહે, “બસ? હવે કાંઈ બાકી રહ્યું?”
મને જવાબ તો સૂઝ્યો કે મારા માથે પણ સિક્કો મારી દો એટલે કાયમી નંબર થઈ જાય. પણ બોલવામાં જોખમ હતું. હું છાનોમાનો ચેકબુક લઈને એમની તીખી નજર બચાવતો નીકળી ગયો.  🙂

Advertisements

2 responses to “ચલ યાર..સિક્કા માર…

  1. બધી જગ્યાએ આવું જ છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s