ઐસા ભી હોતા હૈ..

રાજા ઉમ્બર્તો

ઈ.સ.૧૯૦૦, જૂલાઈ ૨૮. ઈટાલીનો રાજા ઉમ્બર્તો, ઈટાલીના જ શહેર મોન્ઝાની મુલાકાતે ગયો. ત્યાંના એક નાના શા રેસ્ટોરન્ટમાં તે ભોજન માટે ગયો. રાજાનો ઓર્ડર લેવા માટે રેસ્ટોરન્ટનો માલિક પોતે આવ્યો.

રાજાના આશ્ચર્ય વચ્ચે રેસ્ટોરન્ટ માલિકનો ચહેરો હૂબહૂ તેના જેવો જ હતો એટલું જ નહિ તે કદ કાઠીએ પણ રાજાના જેવો જ હતા. પણ આટલું પૂરતું નહોતું. રાજાએ જ્યારે તેને તેનું નામ પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે પેલાનું નામ પણ ઉમ્બર્તો જ હતું. અને યોગાનુયોગની તો હજી શરૂઆત હતી. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું તેમ બન્ને જણાના જીવનમાં અનેક બાબતો સરખી જ હતી. જેમ કે,

 • બન્નેનો જન્મ ૧૮૪૪ની ૧૪ માર્ચના રોજ એક જ શહેર-તુરીનમાં થયો હતો.
 • બન્નેના લગ્ન ૨૨ એપ્રિલ, ૧૮૬૮ના રોજ થયા હતા.
 • બન્નેની પત્નીનું નામ માર્ગારીટા હતું.
 • બન્નેને વીટ્ટોરીયો નામનો પુત્ર હતો.
 • રાજા ઉમ્બર્તોના રાજ્યાભિષેકની તારીખ હતી ૯ જાન્યૂઆરી, ૧૮૭૮. રેસ્ટોરન્ટના માલિક ઉમ્બર્તોએ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી એ જ તારીખે – ૯ જાન્યૂઆરી, ૧૮૭૮.

પોતાના “ડબલ”ને જોઈને આશ્ચર્ય પામેલા રાજાએ રેસ્ટોરન્ટના માલિકને બીજા દિવસે પોતાને મળવાનું કહ્યું. પણ બીજા દિવસે રાજાને એક સમારંભમાં ખબર મળ્યા કે રેસ્ટોરન્ટના માલિકનું સવારે જ કોઈએ ગોળી મારી ખૂન કર્યું છે. આ અંગે હજી રાજા અફ્સોસ વ્યક્ત કરતો હતો ત્યાં જ લોકટોળામાંથી કોઈએ ઉપરા ઉપરી ત્રણ ગોળીઓ છોડી જેમાંની બે એ રાજાનું હ્રદય વીંધી નાખ્યું અને તે સ્થળ પર જ મરણ પામ્યો. તારીખ, જૂલાઈ ૨૯, ૧૯૦૦.

કેવા યોગાનુયોગ અને તે પણ અનેક ! આવું પણ બની શકે તે તો જાણીએ નહિ ત્યાં સુધી વિચારી પણ કેમ શકાય?

Advertisements

10 responses to “ઐસા ભી હોતા હૈ..

 1. કેવા યોગાનુયોગ અને તે પણ અનેક ! આવું પણ બની શકે તે તો જાણીએ નહિ ત્યાં સુધી વિચારી પણ કેમ શકાય?
  —————————————————–

  જ્યાં જ્યાં લોકોએ ’ડબલ રોલ’ માં કામ કર્યું છે ત્યાં ગોટાળા અને અરાજકતા સર્જાય જ છે. અને એટલા માટે પ્રકૃતિ પણ એક સરખા ચહેરા બને ત્યાં સુધી રચતી નથી અને જો રચાય જાય તો આવું થાય તે આ લેખ જાણ્યાં પછી વિચારી શકાય.

  અને હા, તમને કદાચ નહીં ખબર હોય પણ અમુક વ્યક્તિ એક સાથે અનેક રોલમાં કામ કરતી હોય છે. ઉદાહરણ તરીકે એક જ વેપારી જુદા જુદા ગ્રાહકોને સરસ રીતે પોતાની પ્રોડક્ટ વિશે સમજાવે અને દરેક ગ્રાહકને એમ થાય કે આ વેપારી તો મારા ઉપર ઓળઘોળ છે અને છેવટે તે વેપારી બધા ગ્રાહકોના ખીસ્સા ખંખેરી લે.

  હું તો જાગતો ફરુ છું બ્લોગ જગતમાં – પણ તમે જો જાગતાં નહીં રહો તો ઉંઘ હરામ થઈ જાય તેવી પુરી શક્યતા છે.

 2. લે…ખરેખર આવું પોસીબલ છે??? જાણીને અચંબો થયો…મને તો હજી માન્યામાં નથી આવતું 😛 પણ તમે કીધું એટલે સાચું જ હશે…

 3. હવે તો સમજાયું? કે હજુ નહી? 🙂

 4. khub sunder saamya Raja umbartonu…aapne pan raajkuvar chhiye pan bhili gaya chhe ..Bhagvaan yaad apaave ke modhu joi le..geeta na 9th Adhyaaymaa..!! sunder post..

 5. અસામાન્ય કહી શકાય એવો સમજણ તો ઠીક કલ્પનાની પણ બહાર ગણાય એવો જ ગણવો પડે આ યોગાનુયોગને.
  બહુજ સરસ .
  આપને પણ આ યોગાનુયોગ અમારા સુધી પહોંચાડવા બદલ અભિનંદન.
  મારી ગઝલો માણવા http://www.drmahesh.rawal.us ની મુલાકાતે પધારવા નિમંત્રણ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s