“જીવતા”, કે “મરેલા”ને પણ, મળે છે પાસપોર્ટ..

હા ભાઈ,  પાસપોર્ટ માટે કંઈ જીવતા હોવું જરૂરી નથી.

ઈજીપ્તનું એક મમી પણ પાસપોર્ટ ધરાવે છે. હાલમાં ઈજીપ્તના કેરો ના ઈજીપ્શીયન

રાજા રેમેસીસ બીજાનું મમી

મ્યૂઝીયમમાં રાખવામાં આવેલું મહાન અને ખ્યાતિપ્રાપ્ત રાજા રેમેસીસ (બીજો)નું મમી ઈજીપ્તનો પાસપોર્ટ ધરાવે છે.

1974માં નિષ્ણાતોએ જોયું કે મમી ઝડપથી વિકૃત થતું જાય છે. આથી વધુ તપાસ માટે તેને પેરિસ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રવાસ માટે રાજા રેમેસીસ (ના મમી) ને ઈજીપ્તનો પાસપોર્ટ આપવામાં આવ્યો. પાસપોર્ટમાં તેના વ્યવસાયમાં લખ્યું છે, “ભૂતપૂર્વ રાજા.” પેરિસના એરપોર્ટ પર તેનું એક રાજાને શોભે તેવા જ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે સ્વાગત કરાયું હતું.

રાજા રેમેસીસ

ઈજીપ્તના ઈતિહાસના સૌથી મહાન રાજાઓમાંના એક ગણાયેલા રેમેસીસે ઈ.સ.પૂર્વે ૧૨૭૯ થી ઈ.સ.પૂર્વે ૧૨૧૩ સુધી (લગભગ ૬૬ વર્ષ) રાજ્ય કર્યું હોવાનું માનવામાં આવે છે. મૃત્યુ સમયે તેની ઉંમર આશરે ૯૦-૯૧ વર્ષ હોવાનું માનવામાં આવે છે. તેના પછી રેમેસીસ નામના અન્ય નવ રાજાઓ થઈ ગયા પણ એના જેવો મહાન કોઈ ન થઈ શક્યો.

રેમેસીસ અંગે વધુ જાણવા વીકીપિડીયાની લીંક આ રહી: wikipedia

 

(નોંધ – રેમેસીસ નામનો ઉચ્ચાર અલગ અલગ વેબસાઈટ પરથી શોધીને મને યોગ્ય લાગ્યો છે તે મૂક્યો છે.)

Advertisements

12 responses to ““જીવતા”, કે “મરેલા”ને પણ, મળે છે પાસપોર્ટ..

 1. વાહ જયભાઈ વાહ…

  કનકવો હવામાં લ્હેરતો જાય છે અને દુનિયાભરની માહિતી મોકલતો જાય છે.

  ખુબ જ સરસ જાણવા જેવી માહિતી………અભાર..

 2. છે જીવતા લોકોને ગામ બહાર જવુ યે દોહ્યલું
  ને મુઆ પછીયે રાજાઓ પાસપોર્ટ ધરાવતા થાય છે.

 3. રાજા તો સેલીબ્રીટી બની ગયો.

 4. વાંચો રેમેસીસ (બીજો) વિશે સિમ્પલ ઇંગ્લિશમાં !
  http://simple.wikipedia.org/wiki/Ramesses_II

 5. ઈ.સ.પૂર્વે ૧૨૭૯ થી ઈ.સ.પૂર્વે ૧૨૧૩ સુધી (લગભગ ૬૬ વર્ષ) રાજ્ય કર્યું ? કઈ સમજાયુ નહીં ! 😦

  • ઈ.સ.પૂર્વે (B.C.) એટલે ઈશુના જન્મ પહેલા(Before Christ) એ તો તમે જાણો જ છો. ને ઈ.સ.પૂર્વે 1279 એટલે કે ઈશુના જન્મને 1279 વર્ષની વાર હતી ત્યારે રેમેસીસ શાસનમાં આવ્યો. અને એણે 66 વર્ષ રાજ્ય કર્યું. એટલે કે ઈશુના જન્મને 1213 વર્ષ બાકી રહ્યા ત્યાં સુધી. (આ ઈશુના જન્મ પહેલાની વાત છે એટલે વર્ષ ઘટતાં જાય જેમકે ઈ.સ.પૂર્વે 2 એટલે બે વર્ષ બાકી છે. હવે એક વર્ષ વીતે ત્યારે એક વર્ષ બાકી રહે એટલે કે ઈ.સ.પૂર્વે 1)

 6. દોસ્ત, તું એક વાર ફક્ત અહિયાં ઈજીપ્તમાં આવી જો….ઓલ્યા પીરામીડ, મ્યુઝીયમ, નાઈલને સાચે જ સામે ઉભા રહીને જોઇશ તો દિમાગની હજારો નવી નસો ખુલી જશે…
  યુનિવર્સીટીમાં ‘ઈજીપ્તોલોજી’ એક વિશેષ વિષય તરીકે ભણવામાં લોકો ગર્વ અનુભવે છે.

  મને તો આ રોજનું થયું…એટલે જ તો મારી આવનારી બુકનું નામ: ‘નાઈલને કિનારેથી’ કાંઈ એમણે એમ થોડું આપ્યુ છે ભઈલા…અરેબિક દેશ ભલે હોય પણ ભાષા એએએય આપડી ચોપડી વાળી …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s