જૂની રમુજો – ભાગ ૪થો

જૂની રમુજો થોડા થોડા દિવસે ન મુકું તો મને મજા નથી આવતી. આમાં કાં તો તમે આ રમુજો પર હસી શકો અથવા રમુજો ચવાઈ ગયેલી હોય તો મારા પર હસી શકો. મને ફાયદો એ છે કે મારી પોસ્ટ વંચાય તો ખરી.  🙂

********************************

પાપ અને પુણ્ય

બીલ ગેટ્સ મરીને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એને રહેવા માટે ૨ રૂમ નું કોટેજ મળ્યું.. બીલ ખુશ થયો. એક દિવસ એણે સ્વર્ગમાં આટાં મારતા એક મસ્ત સુટ પહેરેલા માણસને જોયો. બીલ એની પાસે ગયો ને પૂછ્યું. “સરસ સુટ છે. ક્યાંથી મળ્યો?” પેલાએ કહ્યું, “સ્વર્ગના મેનેજમેન્ટે મને આવા ૫૦ સુટ, રહેવા મહેલ ને ૪ મર્સિડીઝ ગાડી આપી છે. બીલને થયું કે આ કોઈ પુણ્યાત્મા સંત હશે. પણ જાણવા મળ્યું કે એ “ટાઈટેનિક”નો કેપ્ટન હતો.
નારાજ થઇ બીલ ફરિયાદ કરવા ગયો કે “ટાઈટેનિક”નાં  કેપ્ટનને આટલા જલસા અને પોતે “વિન્ડોઝ” જેવી મહાન સીસ્ટમ શોધી અને પોતાને માત્ર સાદું કોટેજ? મેનેજમેન્ટ નો જવાબ: “વિન્ડોઝ..અમે પણ વાપરીએ જ છીએ. પણ તમે જાણતા હશો કે  “ટાઈટેનિક” માત્ર એક જ વાર ક્રેશ થઇ હતી!!

====================

ધર્મ ની કિંમત !!??

એકવાર એક ધર્મપ્રચારક એક સ્ટોરમાં ગયા અને 2 રૂ.નીપેન્સિલ ખરીદી. પણ એમણે જોયું તો એમની પાસે પૈસા નહોતા. તેમણે દુકાનદારને મજાકમાં કહ્યું, “મારી પાસે બે રૂપિયા નથી. પણ અહીં પાસેજ એક હોલમાં હું ધર્મનો ઉપદેશ આપું છું. બે રૂપિયાના બદલામાં તમે ત્યાં આવીને એ સાંભળી શકો છો.”
“હું એકને બદલે બે વાર આવી શકું?” દુકાનદારે સામુ પૂછ્યું.

——————————————-

સ્કુલે જવું જોઈએ કેમ કે…

ભલાભાઈને એક સવારે એમની બા ઉઠાડતી હતી.
ભલાભાઈ: “મારે હજૂ સૂવું છે.”
બા: “સ્કુલનો સમય થવા આવ્યો છે.”
ભલાભાઈ: “પણ મારે સ્કુલે નથી જવું.”
બા: “શા માટે?”
ભલાભાઈ: “એક તો ત્યાં કોઈ શિક્ષકો સારા નથી. બીજું બધા મારી મશ્કરી કરે છે અને ત્રીજું એ કે ત્યાં હું કોઈને ગમતો નથી.”
બા: “પણ તારે જવું જ જોઈએ કારણ એક એ કે ત્યાં સારા શિક્ષકો પણ છે. બીજું ત્યાં તારા મિત્રો પણ છે અને ત્રીજું એ કે સ્કુલે જવું તારી ફરજ છે, કેમકે તું આચાર્ય છે.

ooooooooooooooooooooooooo

ખર્ચો

ટીનુએ પપ્પાને પૂછ્યું, “પપ્પા, તમારું ક્રેડીટ કાર્ડ કેટલાયેવખતથી ચોરાઈ ગયું છે તોય તમે પોલીસમાં ફરિયાદ કેમ નથી કરતા?
પપ્પાએ જવાબ દીધો, “બેટા, હું જોઉં છું કે એ જેણે ચોર્યું છે એ તારી મમ્મી કરતા ઓછા પૈસા ખર્ચે  છે.”

”””””””””””””””””””””””””””””””””””””

ભગવાન છે..

ટીનુને સ્કુલના ટીચરે એકવાર પૂછ્યું, “બેટા, તું શું માને છે? ભગવાન છે કે નથી?”
ટીનુએ કહ્યું, “છે જ વળી. હું રોજ રાતે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જાઉં ત્યારે ભગવાન તરત લાઈટ ચાલુ કરી દે છે.”
ટીચરે ટીનુના મમ્મીને બોલાવ્યા ને આ વાત કરીને કહ્યું કે “આ માનસિક રોગનું લક્ષણ હોઈ શકે.”
મમ્મી બોલી, “ઓહ, એવું નથી. આજે મને ખબર પડી કે રોજ રાતે ફ્રીજ કોણ બગાડે છે !”

xxxxxxxxxxxxxxxxxxxxxxxxx

સંતા-બંટા

રાતે મોડે સુધી રખડ્યા પછી સંતા-બન્ટાને ઘરે જવા કઈ વાહન ન મળ્યું. સંતાને આઈડીયા આવ્યો. “આપણે એક પબ્લિક બસ ચોરી લઈએ.” બન્ને બસ ડેપો પાસે ગયા. સંતા બહાર ઉભો ને બંટા બસ ચોરવા અંદર ગયો. બહુ વાર થઇ એટલે સંતા અંદર ગયો. જોયું તો બંટા કન્ફ્યુઝ્ડ હતો. સંતાએ કારણ પૂછ્યું તો બંટા બોલ્યો. આપણા ઘર તરફ જતી ૭ નંબરની બસ દેખાતી નથી. સંતા ખીજાઈને બોલ્યો. “તું ય મૂરખ જ છો. ૭ નંબર ન દેખાય તો ૯ નંબર લઇ લે, બે સ્ટોપ જેટલું ચાલી નાખીશું.”

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાત ઔર દિન દિયા જલે..

સાંભળ્યું છે કે અબ્રાહમ લિંકન ફાયર પ્લેસના પ્રકાશમાં વાંચતા, મોઝાર્ટ મીણબત્તીના પ્રકાશમાં ધૂનો બનાવતો, ગેલેલીઓ તેલના દીવાના અજવાળે સંશોધન કરતો.
નાના ટીનુને વિચાર આવે છે કે એ બધા દિવસે કેમ કામ નહિ કરતા હોય?

@@@@@@@@@@@@@@@@

સસ્તું

ગઈકાલે હું મારી કારને એક ટ્રેક્ટર પાછળ બાંધીને લાવ્યો.
ના, એ બગડી નહોતી, પણ પેટ્રોલ કરતા ટ્રેક્ટરવાળાને પૈસા આપવાનું સસ્તું હતું.”

……………………………….

આ અંધારું, આ અજવાળું..

છગનને રજા જોઈતી  હતી એટલે એણે ઓફિસમાં ગાંડા કાઢવાનું નક્કી કર્યું. એ ઓફીસમાં છત સાથે ઉંધો લટક્યો અને એની સાથે કામ કરતા મગનને કહ્યું, “હું લાઈટનો બલ્બ છું.” મગને બોસને બોલાવ્યા. બોસને લાગ્યું કે છગનને માનસિક તાણ છે ને આરામની જરૂર છે. એટલે એમણે એને રજા આપી. છગન ઓફિસમાંથી નીકળ્યો એટલે મગન પણ એની પાછળ ચાલ્યો. બોસે નવાઈ પામીને પૂછ્યું, “તું ક્યા જાય છે?”
મગન કહે, “હું અંધારામાં કામ નથી કરવાનો.”

+++++++++++++++++++++

શાળાની વાટ..

એકવાર એક નાની બેબી એની સ્કૂલબસ ચુકી ગઈ. બાજુવાળા અંકલે એને પૂછ્યું, “તે સ્કૂલનો રસ્તો જોયો છે?” બેબીએ હા પાડી એટલે અંકલ એને મુકવા ગયા. બેબીએ બતાવેલા વાંકાચૂકા રસ્તે અનેક વિસ્તારમાં થઈને તેઓ અડધી કલાકે સ્કુલે પહોચ્યા ને અંકલે જોયું કે સ્કુલ તો તેમના ઘરથી પાચ જ મિનીટ ના અંતરે હતી. ખીજાઈને એમણે બેબીને પૂછ્યું, “તે શા માટે મને આટલો રખડાવ્યો ?”
બેબી બોલી, “મેં તમને એ જ રસ્તો બતાવ્યો કે જ્યાંથી મારી સ્કુલ બસ જાય છે.”

Advertisements

2 responses to “જૂની રમુજો – ભાગ ૪થો

  1. જય ભાઈ જોરદાર રમુજો અને એમાં પણ બીલ ગેટ્સ મરીને સ્વર્ગમાં ગયો તે વાંચી મજા આવી ગયી .

  2. આભાર રૂપેનભાઈ.
    આજની આપની બોધકથા પણ ગમી.
    આવતા રહેજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s