ઈન્ટરનેટ અને સેન્સરશીપ

જ્યારે વર્લ્ડ વાઈડ વેબ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો મુખ્ય હેતુ હતો જોડાણ દ્વારા માહિતીની મુક્તપણે આપ-લે કરવાનો. આજે જ્યારે આપણે ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ હેતુ સાર્થક પણ થતો જણાય છે. આપણે કોઈપણ (કોઈપણ) માહિતી નેટ પર મૂકી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. જો કે સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ એકસરખી નથી. આજે ઘણા દેશો એવા છે કે જ્યાં ઈન્ટરનેટ (અને અન્ય મીડિયા પણ) સેન્સરશીપ હેઠળ છે અને અનેક પ્રકારની મર્યાદાઓ તેના પર લાદવામાં આવેલી છે. જોઈએ થોડા એવા દેશો નું લીસ્ટ:

 1. ચીન
  આ નામ આપણા માટે નવાઈ પમાડનારું અલબત્ત, નથી જ. ગુગલ સાથે ચીનની લડાઈ અંગે છાપામાં ઘણું આવી ચુક્યું છે. ચીનમાં ઈ-મેઈલ મોનીટર કરવામાં આવે છે, ઘણી વેબસાઈટ બ્લોક કરવામાં આવે છે જેના પર “વાંધાજનક” સાહિત્ય હોય જેમાં તિબેટ અને તાઈવાન ની સ્વતંત્રતા, માનવ અધિકારોનો ભંગ, ધાર્મિક સાઈટ્સ, અને ઘણી બ્લોગીંગ સાઈટ્સ આવી જાય છે.
 2. તુર્કમેનિસ્તાન
  અહી સરકારે ઈન્ટરનેટ ને કાબુમાં રાખવા તેને ખુબ મોંઘુ બનાવ્યું છે. ઉપરાંત વેબસાઈટ ફિલ્ટર થાય છે. દરેક ઈ-મેઈલ મોનીટર થાય છે. ઘણી સાઈટ અને પ્રોગ્રામ (જેમાં યાહૂ મેસેન્જર પણ છે) બ્લોક કરાયેલ છે. ઉપરાંત માનવ અધિકાર સંસ્થાઓ અને સમાચાર સંસ્થાઓની સાઈટ્સ પણ પ્રતિબંધિત છે.
 3. ઈરાન
  અહી સરકાર, કોઈ ધાર્મિક કે રાજકીય નેતા વગેરેની ટીકા કરનાર કોઈપણ બ્લોગરને પકડવામાં આવે છે. બ્લોગીંગ કરનાર કે પોતાની સાઈટ ધરાવનારે સરકારના કળા અને સંસ્કૃતિ વિભાગમાં registration કરાવવું ફરજીયાત છે. સરકારની ટીકા કરતી વેબસાઈટ્સ, માનવ અધિકાર કે સ્ત્રી સ્વતંત્રતાની હિમાયતી સાઈટ્સ, ઘણા ઓનલાઈન મેગેઝીન્સ વગેરે ફિલ્ટર કરી નખાય છે.
 4. ઉત્તર કોરિયા
  અહી કુલ વસ્તીના માત્ર ૪% (આશરે) લોકો ને જ ઈન્ટરનેટ ની સવલત ઉપલબ્ધ છે અને તે પણ સરકારના કડક અંકુશ નીચે છે. બધી વેબસાઈટ્સ સરકારી અંકુશ હેઠળ છે, બ્લોગીંગ પ્રતિબંધિત છે અને દરેક અપલોડ થતું મટીરીયલ સરકાર દ્વારા જ અપલોડ કે એપ્રુવ થાય છે.
 5. વિએતનામ
  વિએતનામ સરકારે યાહૂ, ગુગલ અને માઈક્રોસોફ્ટ પાસેથી તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર દરેક યુઝરની માહિતી માગી છે. સરકારે ઈન્ટરનેટ પર નજર રાખવા ખાસ એજન્સી રચી છે અને કોઈપણ સાઈટ, જે સરકાર નો વિરોધ કરતુ મટીરીયલ ધરાવતી હોય તે તરત જ બ્લોક કરાય છે. માનવ અધિકારનો પ્રચાર પણ પ્રતિબંધિત છે.
 6. સાઉદી અરેબિઆ
  લગભગ ૪,૦૦,૦૦૦ વેબસાઈટ્સ બ્લોક કરવામાં આવી છે જેમાં રાજકીય, સામાજિક કે ધાર્મિક બાબતોની ચર્ચા કરતી સાઈટ્સ મુખ્ય છે. ઉપરાંત પોર્નોગ્રાફિક, જુગાર રમાડતી, ડ્રગ્સ અંગેની વગેરે સાઈટ્સ પર પણ પ્રતિબંધ છે.
 7. પાકિસ્તાન
  આપણા પાડોશીને કેમ ભૂલાય? અહી શરૂઆત મુખ્યત્વે “ઇસ્લામ-વિરોધી” સાઈટ્સને બ્લોક કરવાથી થઇ હતી. પણ ત્યાર પછી રાજકીય સ્વતંત્રતાની માંગણી કરતી સાઈટ્સ, ઘણા વર્તમાનપત્રોની સાઈટ્સ અને વિકિપીડીયા જેવી ઘણી પશ્ચિમી સાઈટ્સ પણ બ્લોક કરી દેવામાં આવી.
 8. મ્યાંમાર
  અહી ઘણાખરા યુઝર્સ માટે ઈન્ટરનેટ માત્ર સરકારી નેટવર્ક દ્વારા જ ઉપલબ્ધ છે જ્યાં માત્ર મર્યાદિત સાઈટ્સ જ એક્સેસ કરી શકાય છે. ફ્રી ઈ-મેઈલ સર્વિસીઝ પ્રતિબંધિત છે જેથી લોકો માટે સરકારી ઈ-મેઈલ વાપરવું ફરજીયાત છે જ્યાં દરેક ઈ-મેઈલ “વાંધાજનક” બાબતો અંગે ચકાસવામાં આવે છે. ખાસ કરીને સરકારની ટીકા કરતી સાઈટ્સ ફિલ્ટર કરવામાં આવે છે.

(નોંધ: ઉપરોક્ત લીસ્ટ ઈન્ટરનેટ પર વિવિધ વેબસાઈટ પર થોડા દિવસ અગાઉ ઉપલબ્ધ માહિતીના આધારે જ લખાયું છે. અહી માત્ર માહિતી આપવાનો હેતુ છે. માહિતીમાં સત્યનું પ્રમાણ વધુ ઓછું હોઈ શકે છે અને હું એ અંગે કોઈ “ગેરંટી” નથી આપી શકતો.)

Advertisements

6 responses to “ઈન્ટરનેટ અને સેન્સરશીપ

  • આભાર સોહમભાઈ,
   ઈન્ટરનેટ પર ઘણું ઘણું પડેલું છે અને એ શોધી લાવવાનો આનંદ પણ છે જ. પણ વિશેષ આનંદ તો ત્યારે થાય કે જ્યારે આપણું મુકેલું કોઈ જુએ અને એમને એ ગમે.
   તમારા જેવા મિત્રો બ્લોગ અપડેટ કરતા રહેવાનો ઉત્સાહ પૂરો પાડે છે તે બદલ ઋણી છું.
   જય ત્રિવેદી

 1. વિશ્વના કુલ IP Address માંથી ક્યો દેશ કેટલા ટકા IP એડ્રેસ ધરાવે છે અને તેનો ક્રમ કેટલામો છે તેનો રસપ્રદ સર્વે જોયો. તેમાં આપે દર્શાવેલા દેશનો ક્રમ નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે.

  ચીન: 3 (8.3331%)
  તુર્કમેનિસ્તાન: 186 (0.0006%)
  ઈરાન: 53 (0.0862%)
  કોરિયા: 202 (0.0004%)
  વિએતનામ: 33 (0.2812%)
  સાઉદી અરેબિઆ: 50 (0.1197%)
  પાકિસ્તાન: 57 (0.0704%)
  મ્યાંમાર: 163 (0.0012%)

  અને હા, આપણાં ભારતને તો કેમ ભુલાય?
  ભારત: 19 (0.7800%)

  http://www.ip2location.com/ip2location-internet-ip-address-2010-report.aspx

 2. શ્રી જયભાઈ, ( કનકવો )
  ખુબ સરસ. વાહ ભાઈ વાહ રંગ છે તમને.
  કોમ્પુટરના રાજા લાગો છો. ખુબ જ અલભ્ય અનોખી અને નવીનતમ
  માહિતી આપ શ્રીના કનકવામાં જાણવા મળે છે.
  કનકવો આકાશે લ્હેરતો રહે અને નવી માહિતી પીરસતો રહે એ શુભેચ્છા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s