ફ્લેમીન્ગોનું “ફ્લેમિન્ગો”

એક દિવસના અનિવાર્ય વિરામ બાદ અંતે મારું લેપટોપ કાર્ય કરતુ થઇ ગયું છે. ગઈકાલે કશું જ રસપ્રદ ન મૂકી શકાયું તેનો અફસોસ છે. પણ ફરીવાર “આક્રમણ” માટે તૈયાર છું તેનો આનંદ પણ છે.

આજે માણીએ નેટ ઉપર “રખડતા” ઠેબે ચડી ગયેલો આ ફોટોગ્રાફ…
(સ્ત્રોત- www.thestar.com)

ફ્લેમિંગોઝનું "ફ્લેમિંગો"

“નેશનલ જ્યોગ્રાફિક”નાં ફોટોગ્રાફર બોબી હાસે પાડેલો આ ફોટો લાખોમાં એક જેવો જણાય છે? ન જણાય તો ફરીવાર ધ્યાનથી જુઓ. ફોટો ખરેખર અજોડ છે અને કુદરતી કલાનો બેજોડ નમુનો છે. ફોટોમાં અનેક ફ્લેમિન્ગો (સુરખાબ) પંખીઓ મળીને એક મોટા ફ્લેમિન્ગોનાં આકારમાં ગોઠવાયા છે.

ડલાસનો બોબી હાસ જાણીતો ફોટોગ્રાફર છે. તેને મેક્સીકોનાં આકાશમાં હેલીકોપ્ટરમાં આકાશી ફોટોગ્રાફી કરતી વખતે આ અજોડ તક સાંપડી ગઈ હતી. લગભગ એક કલાક ફોટોગ્રાફી કર્યા પછી જ્યારે તે પાછા વળવાની તૈયારીમાં હતો ત્યારે અચાનક જ તેની નજરે આ “નજારો” ચડી ગયો. જો કે આ વિશાલ ફ્લેમીન્ગોનો આકાર ઝાઝી વાર ટક્યો ન હતો ને હાસ માત્ર એક ફોટો પાડી શક્યો. તેને પોતાને પણ તે વખતે ખ્યાલ નહોતો કે તેણે જે ફોટો પડ્યો છે તે ખરેખર અદભૂત છે. મહિનાઓ પછી જ્યારે તેને પાડેલા ફોટોગ્રાફ્સ તેણે ડેવલપ કર્યા ત્યારે જ તેને આ આકાર નો ખ્યાલ આવ્યો હતો.

ફ્લેમિન્ગો વિષે થોડું વધુ..

સુરખાબ

જગતભર નાં ગરમ દેશોમાં જોવા મળતા આ પંખીઓ પાણી પાસે રહેવાનું પસંદ કરે છે. લાંબી ડોક અને વળેલી ચાંચવાળા આ સુંદર ઊંચા (૩ થી ૪ ફીટ ઉંચા અને ૪ કિગ્રા વજનવાળા) પંખીઓ ખુબ સારા તરવૈયા હોય છે, પરંતુ તેઓ કિનારા નાં કાદવમાં રહેવાનું વધુ પસંદ કરે છે, જ્યાં તેમના માટે ખોરાક સુલભ હોય છે અને ત્યાં તેઓ ઈંડા મુકે છે. તેમની વળેલીઅણીદાર ચાંચ વડે તેઓ નાની માછલી, જીવાતો વગેરે વીણી ખાય છે. તેમના શરીર નો ગુલાબી રંગ તેમનો પોતાનો નથી. ઝીંગા પ્રકારના એક જાતના દરિયાઈ જીવો ખાવાને લીધે તેના પીછો ગુલાબી થઇ જાય છે. જો બંધનાવસ્થામાં આવો ખોરાક ન મળે તો તેમના શરીર નો ગુલાબી રંગ આછો થઇ જાય છે.

ફ્લેમિન્ગો મોટા ટોળામાં રહેવા ટેવાયેલા હોય છે. ટોળામાં રહેવાથી તેમની સુરક્ષા વધે છે અને ખોરાક મેળવવા કાદવમાં માથું ડુબાડેલું હોય ત્યારે પણ તેઓ સુરક્ષિત રહે છે. તેઓ એકસાથે એક ઈંડું મુકે છે અને બચ્ચા જન્મે ત્યારે રાખોડી-સફેદ રંગના હોય છે જે બે વર્ષના થયા પછી ગુલાબી થવા માંડે છે.

ગુજરાતમાં પણ ખૂબ જોવા મળતા ફ્લેમિન્ગો અંગે સૌથી મહત્વની વાત એ છે કે એ આપણા ગુજરાતનું રાજ્ય-પક્ષી (state bird ) છે.

Advertisements

4 responses to “ફ્લેમીન્ગોનું “ફ્લેમિન્ગો”

 1. ફ્લેમિંગો વિશે રસપ્રદ માહિતિ. વચ્ચે શૈલજાના રીસેપ્શનમાં જુનાગઢ ગયો હતો ત્યારે ત્યાં પ્રાણી-સંગ્રહાલયમાં આ પક્ષીઓને બંધનમાં જોયા હતા.

 2. ?———–??———-?
  (¨`•.•´¨) (¨`•.•´¨)
  `•.¸(¨`•.•´¨) `•.¸(¨`•.•´¨)
  `•.¸.•´ `•.¸.•´
  GARDEN OF FRIENDSHIP
  G is for genuine
  A is for always here
  R is for respect
  D is for durable
  E is for everlasting
  N is for nurturing
  O is for outstanding
  F is for friendship
  F is for fantastic
  R is for reliable
  I is for independence
  E is for equal, in all
  N is for necessary
  D is for does not supply the soul
  S is for support
  H is for happiness
  I is for ideas
  P is for privilege of knowing one another…
  so b always MY friend FOREVER…
  ?———–??———-?
  (¨`•.•´¨) (¨`•.•´¨)
  `•.¸(¨`•.•´¨) `•.¸(¨`•.•´¨)
  `•.¸.•´ `•.¸.•´
  Special Friend means

 3. સરસ જાણકારી.ફોટોગ્રાફરને પણ અભિનંદન.ફ્લેમિંગો એક અદ્‍ભુત પક્ષી છે.ખાસ તો ટોળામાં હોય ત્યાંરે દ્રશ્ય ખૂબ રમણીય બની રહે છે.ખાસ ફ્લેમિંગોની ખોરાક મેળવવાની વિશિષ્ટ પદ્ધતિ છે.ફ્લેમિંગો ચારણ પ્રક્રિયા દ્વારા ખોરાક મેળવે છે.જેમાં તે કિચડમાં પોતાની લાંબી ડોકને નીચેની બાજુ ઉંધી વાળીને પાણીની સપાટી ઉપરથી નાની વનસ્પતિ તેમજ જીવાતો મેળવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s