આજે એકલું એકલું..

આજે બહુ એકલું એકલું લાગે છે..  આજે યાદ આવ્યું કે “એકલા જવાના..”

જીવનમાં પણ એવું જ બને છે. લોકટોળા વચ્ચે ઘેરાયેલા હોઈએ પણ મન સતત યાદ આપતું રહે કે આ ટોળું છે, સાથીઓ નથી. સામાન્ય રીતે એમ લોકો વચ્ચે ઘેરાયેલું રહેવું ગમે, પણ જ્યારે કૈક અણગમતું બન્યું હોય ત્યારે લોકોની હાજરી પણ ખૂંચે…

ચેસ અને ક્રિકેટ રમવાનું ખૂબ મન થાય છે આજે, પણ સાથે રમવાવાળું કોઈ નથી. ક્રિકેટ રમવાવાળા કોલેજ સાથીઓ વિખરાઈ ગયા છે પોતપોતાની દુનિયામાં. ચેસ રમવા માગતું હોય તેવું તો કોઈ જ નથી. સારા કે શાત્ઝીને ચેસ આવડે તો કેવું સારું? જો કે અતુલભાઈ (ભજનામૃતવાણી) કહેતા કે ઉત્તમ ચેસ પ્લેયર અવ્વલ દરજ્જાનો રાજકારણી પણ બની રહેતો હોય છે. જો એ સાચું હોય તો ચેસ રમવા માટે કોઈ નથી એ વાતે રાજી થવા જેવું ખરું કે રાજકારણથી દુર રહેવાયું. (આભાર પોલીએના)

ને કોને ખબર કેમ, આજે ૧૬ વર્ષ પછી કમ્પ્યુટર માટે અભાવો થાય છે. એ માહિતી ખૂબ આપે છે પણ સંવેદના નથી આપી શકતું. એ ક્યારેક જડ બનાવી દે છે. બધી જ માહિતી અને મનોરંજન પણ હંમેશા માઉસનાં છેડે મળી રહે છે ને માણસ કુદરત સાથે નું તાદાત્મ્ય ગુમાવે છે. મિત્રોની ઓથ એને દીવાલ લાગે છે. શારીરિક શ્રમ નું ઓટોમેશન કરવાના પ્રયત્નો કમ્પ્યુટર કરાવે છે.

મોઈ દાંડિયા, ભમરડા, લખોટી, ખુતામણી (સળીયાની), જેવી દેશી રમતો હવે “દેશી” ગણાય છે, વાઈસ સીટી નાં ચીટ કોડ મોઢે રાખવા એ ગૌરવ છે. કેરીઓ (ભલે મોંઘી પણ) બજારમાં મળી જાય છે અને કોઈના આંબા પરથી ખાખટીઓ પાડવા કોઈ નવરું નથી. ઠંડી શરુ થઇ ગઈ છે પણ હવે ઘરમાં હીટર ચાલુ કરીને બેસવાનું છે, ચોકમાં તાપણું કરીને બટેટા શેકવા કોઈ આવવાનું નથી. ફ્રીસેલ બધાને આવડે છે પણ દો-તીન-પાંચ કે સત્યો રમવા, અંચાઈ (એને અમે “ગશ” કહીએ)કરવા ને ઝગડા કરવા માટે કોણ?

વિક્ટોરિયા પાર્કમાં કાંટા ખાઈને કાચા બોર વીણવા કોઈને આવવું છે? કે સાયકલ લઈને અમથા અમથા સીદસર કે અધેવાડા જઈએ?

આજે બહુ એકલું એકલું લાગે છે… કમ્પ્યુટર વેચીને થોડી ભાઈબંધી ખરીદી શકાય ખરી? ક્યાંથી? કેવી રીતે?

…? …?

Advertisements

13 responses to “આજે એકલું એકલું..

 1. લે…આજે કનકવા પર ગમ વાળી પોસ્ટ જોઇ…
  મને તો એવું લાગે છે કે જો કોમ્પ્યુટર વધારે વખત બેસી રહીએ અને સતત યુઝ કરતા રહીએ તો સ્વભાવમાં ચીડીયાપણું,વારં-વાર ગુસ્સો કરવો,બીજાની વાતો જલદી ગણકારવી નહિં(કોમ્પ્યુટર પર બેઠા હોઇએ અને નેટ ચાલુ હોય ત્યારે તો ખાસ…) જેવા અવગુણો આવી જાય છે.હા, એ પ્રમાણે જાણવા-જોવા પણ મળે જ છે પણ જો પ્રગતિની દિશામાં ઉપયોગ થાય તો જ.

  અને આ વાઇસ સીટી ગેમે તો ભાઇ ભારે કરી…એના તો એટલા બધા કોડ છે કે મારા નાના ભાઇએ એક આખા કાગળમાં લખી રાખ્યા છે… 🙂

 2. આસ્થા, હંસ: અને તેના માસીનો દિકરો કવન હમણાં નેપોલીયન રમતાં હતાં – તમારે રમવા આવવું હોય તો ચાલો.

  વિક્ટોરીયા પાર્ક બહાર સુધી સ્કુટર પર અને પાર્કમાં ચાલતાં જવું હોય તો ચાલો.

  ખુતામણી પાછળના પ્લોટમાં ચોમાસામાં રમી શકાય અત્યારે માટીમાં ભીનાશ નથી.

  ચેસ ઘણાં વખતથી રમ્યો નથી – મારી પણ તે જ સમસ્યા છે કે કોઈ રમવા વાળું નથી.

  સદનસીબે કે બદનસીબે રાજકારણમાં મને રસ નથી પડતો પણ પ્રામાણીક અને શતરંજ રમતાં રાજકારણીઓ ભ્રષ્ટાચારને બદલે પ્રજાનું ભલું ધારે તો કરી શકે.

  પોલિએના સદા કાળની સાથી છે – અરે ભાઈ જ્યારે એમ થાય કે હવે કોઈ રીતે રાજી થવાય તેમ નથી ત્યારે તો ખાસ રાજી થવું કે એક વખત એવો પણ હતો કે ત્યારે રાજી થઈ શકાતું હતું.

  એકલાં હોઈએ તો એકાંતનો આનંદ અને ટોળે હોઈએ તો મસ્તી – મુંઝાઈ શું ગયા?
  એકલાં એકલાં ગીત ગણગણવું અને ટોળે મોજને માણવી વસ્તી – મુંઝાઈ શું ગયા?

  ક્રીકેટનો એક ફાયદો છે કે તે ખુલ્લામાં રમવાની ફરજ પાડે છે. આજ કાલ માણસો ખુલ્લા મને બહુ ઓછું જીવી શકે છે.

  એકલતાની ફરીયાદ તમારાં એકલાની નથી – એક આખું ટોળું એકલું છે કે જે એમ માનતું હતું કે અમે બેકલા છીએ.

  ભમરડાં ફેરવવા હોય તો આવો, હાથજાળી કરશું – હંસ: પાસે ભમરડાં શોધી રખાવું?

 3. અરે જયભાઈ, તમેજ તો જીવનમાં બદલાવ અંગેનું કોન્ફુસિઅસ નું ટપકું મુક્યું છે ને ……..? તો પછી કોમ્પુટર વેચીને દોસ્તી કેમ શોધવી પડે ભલા? હવે જીવનનો બદલાવ એજ તો છે…… કોમ્પુટર સાથે નહિ તો કોમ્પુટર થકી દોસ્તી કરોને ભલા …..

 4. nice to read this post…

  also like to read abt my most favourite book..poliana…
  everyone must read it..

 5. જેમ સોહમભાઈએ કીધું તેમ આજે પેલી વાર કનકવો પર આજે ગામ વળી પોસ્ટ જોઈ..અને ખરેખર જયભાઈ તમારી વાતો સાથે થોડો ઘણો સહમત પણ છું. આમતો સદનસીબે અહી વડોદરા માં ઓફીસ નું સારું ગ્રુપ મળ્યું છે જેથી કઈ એકલવાયા જેવું લાગતું નથી.

  તમને પેલી વખત મળ્યો પણ ત્યાર બાદ ફરી પાછા આવતી વખતે મળવા તો સમય ના રહ્યો નહીતર જરૂર ક્રિકેટ રમવાનો પોગ્રામ બનાવેત.
  આમતો મારા પણ સ્કુલ સમય ના મિત્રો હવે ભાવનગર માં રહ્યા નથી અને આ વખતે જયારે ‘લછ્છું ના પાવ-ગઠીયા’ ખાવા ગયા ત્યારે ખરેખર તેમની ખોટ સાલી. અને તમે કીધું તે રમતો તો હવે ખબર નહિ ફરી ક્યારે રમવા મળે હમણા તો અમે ‘બીગ બોસ’ માં રમાતી રમત જોય ને સમય પસાર કરીએ છીએ….

  હવે તો કોઈ પ્લાસ્ટિક ના બોલ પર રાત્રી ટુર્નામેન્ટ નું આયોજન પણ નથી કરતુ. 😦

  ભાવનગર ની ખુબ યાદ આવે છે.

 6. પિંગબેક: चल अकेला…. चल अकेला…. – संबध | "મધુવન"

 7. જય ભાઈ એમ લાગે છે કે થપ્પા નો દાવ ( સંતા કુકડી ) ચાલે છે અને બધા મિત્રો દુર દુર સંતાઈ ગયા છે , અને મને લદાવે છે .મિત્રો પોત પોતાના કામથી ઘણા દુર થઇ ગયા છે . મિત્રો હવે માત્ર ફોન sms , ઈ મેલ થી થોડા નજીક આવે છે અને પાછા દુર થઇ જાય છે . તમારી પોસ્ટ વાંચી ઘણા મિત્રો યાદની યાદ તાજી થઇ ગઈ . મારી સ્કુલ પાસેથી પસાર થતા , તેની નજીકની ફરસાણ ની દુકાન જોતા ઘણી યાદ તાજી થાય ત્યારે એક અલગ અનુભવ થાય છે .

  • સાચી વાત છે રૂપેનભાઇ
   ટેકનોલોજીએ સંપર્ક સહેલા બનાવ્યા પણ રૂબરૂ મળવાનું મહત્વ ઘટી ગયું. પહેલા રવિવારે મિત્રો સાથે રખડવા જતા ને હવે નેટ પર મોબાઈલ પર ને ફોન પર મળ્યા એટલે આવી ગયું.

 8. Very touchy post… reflecting true picture of most of youngster (specially who are working away from their home-town).

  and Happiness and Sadness both are part of life if anyone is missing you would not able to enjoy the other one as well.. (think about it..)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s