કહેવતો અને ઉદગારો (૩)

કહેવતો અને અવતરણોનો એક વધુ હપ્તો..

 • દરેક મુર્ખ અનોખો હોય છે.
  (જર્મન કહેવત)

 • દરેક વ્યક્તિ અજ્ઞાની હોય છે જ, માત્ર વિષય જુદા હોય છે.
  (વિલ રોજર્સ)

 • દુનિયામાં જો મુર્ખ લોકો ન હોત તો ડાહ્યા માણસો પણ ન હોત.
  (જર્મન કહેવત)

 • તમારી પોતાની મુર્ખતાઓની નસીબ સાથે ગેરસમજ કરવાની જરૂર નથી.
  (અજ્ઞાત)

 • કાયર હંમેશા પોતાના પગથી વિચારે છે.
  (અજ્ઞાત)

 • દુર ઉભા રહીને બહાદુર બનવું ખુબ આસાન છે.
  (અમેરિકન કહેવત)

 • બંધ મગજ એ બંધ ચોપડી જેવું છે – એક લાકડાનાં ટુકડાથી વિશેષ કશું નહિ.
  (ચીની કહેવત)

 • મહાન આત્માઓને હમેશા મામુલી વ્યક્તિઓના હિંસક વિરોધનો સામનો કરવો પડ્યો છે.
  (આલ્બર્ટ આઈનસ્ટાઇન)

 • મહાન મગજ યોજનાઓ વિષે વિચારે છે, સામાન્ય મગજ ઘટનાઓ વિષે, અને કનિષ્ઠ મગજ માણસો વિષે વિચારે છે.
  (અજ્ઞાત)

 • આવતીકાલ એ હંમેશા અઠવાડિયાનો સૌથી વ્યસ્ત દિવસ હોય છે.
  (સ્પેનીશ કહેવત)

 • “આજકાલમાં” એટલે “ક્યારેય નહિ.”
  (અંગ્રેજી કહેવત)


Advertisements

4 responses to “કહેવતો અને ઉદગારો (૩)

 1. મારીને ભાગી જવું અને ખાઈને સુઈ જવું (ગુજરાતી કહેવત)

 2. અમે કોલેજમાં ભણતા(??) ત્યારે પ્રચલિત સુવાક્યો હતા:
  બાદ્શાહીથી જીવવું..
  થાય એટલું કરવું, બાકી મોજ કરો રાજા..

  અને આઇપીસીએલ માં પ્રખ્યાત ક્વોટ..
  “કામ જે કરે એને હોય ને ટેન્શન જે લે એને હોય.”
  🙂 🙂

 3. જય ભાઈ સરસ સંકલિત કરીને કહેવતો મૂકી છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s