નવો વર્ડપ્રેસ થીમ – Pilcrow

વર્ડપ્રેસ દ્વારા ગઈકાલે નવો બ્લોગ થીમ મુકવામાં આવ્યો છે. નામ છે pilcrow. દેખાવમાં સુંદર અને સરળ અને ઘણા કસ્ટમાઈઝેશન ઓપ્શન્સ ધરાવતો આ થીમ ૬ લે આઉટ પુરા પાડે છે. ઉપરાંત ચાર કલર સ્કીમ છે જેમાં સફેદ, કાળો, લાલ અને કથ્થાઈ રંગ વચ્ચે પસંદગીનો અવકાશ રહે છે. હેડર ઈમેજ અને બેકગ્રાઉન્ડ  ઈમેજ બદલી શકાય છે અને કસ્ટમ કલર્સનો ઉપયોગ પણ શક્ય છે. આ રહી પ્રિવ્યુ ઈમેજ.

pilcrow theme

લાગે છે કે “કનકવો” કદાચ આ થીમ ધારણ કરશે. આમ પણ હેડર ઈમેજ બદલવાની ઈચ્છા તો હતી જ. હવે એક વધુ બહાનું મળ્યું રંગરૂપ બદલવાનું.

Advertisements

10 responses to “નવો વર્ડપ્રેસ થીમ – Pilcrow

 1. પ્રયોગ, અવલોકન, તારણ અને ત્યારબાદ ઉપયોગ આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક પ્રક્રિયા કહેવાય. આપને નવો પ્રયોગ હાથ ધરવા બદલ શુભેચ્છા.

 2. કનકવો અત્યારે મસ્ત જ લાગે છે.

  • હું પણ એવું જ વિચારું છું એટલે થીમ તો હમણાં નહિ બદલાય. હેડીંગ ટ્રાય કરું છું. અભિપ્રાય આપજો. નવું સારું કે જુનું.

   • આ સારું લાગે છે.
    આકાશમાં (કે દરિયામાં???) ઉડતા રંગોનો સંગ્રહ 😛
    જોકે કનકવો દરિયામાં તણાતો હોય એમ લાગે છે…
    ‘કનકવા’માં પહેલા પીળો રંગ વધુ હતો જેના બદલે આ બ્લ્યુ રંગ કર્યો હોય એમ લાગે છે.અને આ જ વધારે ઉઠાવ આપે છે. શું કહેવું છે આપનું મિત્ર?

   • આપની વાત સાચી છે. તણાવા જેવું લાગે છે ખરું. પણ હું એને “વહેવું” કહીશ. 🙂 વળી પૃથ્વી કરતા સમુદ્રનો વિસ્તાર વધુ છે એ પણ ખરું ને? ને બ્લ્યુ હમેશા મારો પસંદગીનો રંગ રહ્યો છે. (ટ્રાન્સલીટરેશન માં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં મેં “બ્લ્યુ” લખવા માટે “blyu ” ટાઈપ કર્યું ને જોયું તો ગૂગલે એને “બળ્યું” લખ્યું હતું. 🙂 )

 3. કનકવો ને નવા રંગ રૂપ માં જોવો ગમશે.
  તમે જે દરેક પોસ્ટ માં કલર નો ઉપયોગ કર્યો છે લાગે છે જો તમારે થીમ બદલવી હશે તો બોઉં જ મહેનત કરવી પડશે તેના કરતા આની આજ થીમ રેહવા દો બીજું શું.

  • સાચી વાત છે. રંગોને લીધે હવે ડાર્ક થીમ વાપરવી ફરજીયાત છે. એટલે અત્યારે તો હેડર ઈમેજ બદલીને સંતોષ માન્યો છે? હેડર કેવું લાગ્યું તે જણાવશો.

   • લખાણનો રંગ બદલવાથી આ સમસ્યા ઊભી થાય છે. મૂળ (ડિફોલ્ટ) રંગમાં જ લખાણ દર્શાવવામાં આવે તો થીમ બદલાય તો પણ વાંધો ન આવે.

    બીજું, મોબાઈલમાં ડાર્ક થિમ હોતી નથી તેથી લાઈટ રંગે રંગાયેલું લખાણ મોબાઈલમાં વાંચવાની તકલીફ પડે છે.

    ત્રીજું, થીમ બદલાવિને પિલ્ક્રો મૂકવી હોય તો તેમાં પણ ડાર્ક થીમનું ઓપશન છે જ.

   • આપની વાત સાચી છે. સફેદ રંગ પસંદ નહોતો તેથી મેં અવનવા રંગ વાપર્યા ને આ મુશ્કેલી થઇ. મોબાઈલમાં લાઈટ રંગ ની મુશ્કેલી પણ રહે જ છે. એક મિત્રે એ અંગે પહેલા જ ફરિયાદ કરી છે. પીલ્ક્રો ડાર્ક રંગ માં છે પણ પછી મેં જોયું કે હું એકવાર એના રંગ અને હેડર ઈમેજ વગેરે બદલી નાખું તો એ અત્યારની coraline થીમ કરતા ખાસ નવું નહિ લાગે. તેથી હમણાં તો થીમ બદલવાનો વિચાર પડતો મુક્યો છે. ભવિષ્યમાં ક્યારેક જો પોતાનું ડોમેઈન હશે તો ત્યારે પોતાની જ થીમ મુકીશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s