શાહમૃગવૃત્તિ – સાચી વાત કે ખોટી?

પલાયનવાદી માણસોને શાહમૃગ જેવા કહેવા માં આવે છે. એટલે એમ કે, જ્યારે આફત દેખાય ત્યારે તેઓ મોઢું સંતાડી દે છે અને સંતોષ માને છે કે હવે આપણે બચી ગયા, જેવી રીતે શાહમૃગ પક્ષી દુશ્મનને જોઇને “રેતી માં માથું સંતાડી દે છે ને માને છે કે હવે દુશ્મન મને નહિ જોઈ શકે.” શું ખરે ખર એવું છે? શાહમૃગ રેતીમાં માથું સંતાડી દે છે ખરું?

શાહમૃગ

સ્પષ્ટ જવાબ છે: “ના”

આ માત્ર એક વાયકા છે. હકીકતે, શાહમૃગ એ હાલમાં જીવિત એવું સૌથી મોટું પક્ષી છે અને સ્વાભાવિક જ બળવાન પણ છે. તે ઉડી નથી શકતું, પણ ખુબ ઝડપથી દોડી શકે છે. જ્યારે ભય અનુભવાય, ત્યારે સામાન્ય રીતે તે દોડીને ભાગી છૂટવાનું પસંદ કરે છે. તે ખુબ લાંબા પગ ધરાવે છે જે એક ફાળમાં ૩ થી ૫ મીટરનું અંતર કાપી નાખે છે.  શાહમૃગ તેના લાંબા પગ વડે વધુમાં વધુ આશરે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, અને લાંબા ગાળા સુધી  આશરે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપ જાળવી શકે છે. સીધી લીટીમાં દોડવાના બદલે એ વારંવાર ડાબે જમણે વળાંક લેતું દોડે છે. (કદાચ શત્રુને ભુલાવામાં નાખવા?) દોડતી વખતે એ વારંવાર પોતાની ટુકી પાંખો ફેલાવે છે જેથી દોડવાની ઝડપમાં વધારો થાય છે અને તેનું સમતોલન પણ જળવાય છે.

તો પછી આવી માન્યતા કેવી રીતે બની?

આ માન્યતાનું કારણ શાહમૃગનું પોતાનું સ્વબચાવ અંગેનું વર્તન છે. જ્યારે ભાગી શકાય તેમ ન હોય ત્યારે એ જમીન પર લાંબુ થઈને સુઈ જાય છે અને પોતાની લાંબી ડોક અને માથાને જમીનસરસા રાખે છે. એનો રાખોડી-કાબરચીતરો રંગ જમીન સાથે ભળી જાય છે એટલે એ તરત નજરે ચડતું નથી. આમ, દુરથી જોતા એવું લાગે છે કે શાહમૃગ પોતાનું માથું રેતીમાં સંતાડી રહ્યું છે. આ ઉપરાંત તે ભલે પોતાનું માથું રેતીમાં સંતાડે નહિ પણ ઘણીવાર તે જમીન પરથી કાંકરા ખાતું હોય છે. તેને ખાધેલા કઠણ દાણા અને અન્ય ખોરાક એના જઠરમાં આ કાંકરા વડે રીતસર દળાય છે અને એ રીતે પાચનક્રિયા સરળ બને છે. આમ એ એનું માથું રેતીમાં સંતાડતું હોવાની માન્યતા દ્રઢ બની છે.

જો કે છુપાવાના પ્રયત્નો સફળ ન થાય તો એ દુશ્મનનો સામનો કરવા તૈયાર થઇ જાય છે. એ પોતાના પગ વડે કિક મારી શકે છે. લાત માટે ભલે ગધેડો વખણાય, પણ એ ગધેડા કરતા પણ ઉત્તમ લાતમારુ છે.  તે લાત મારીને પગના અંગુઠાના નખ વડે માનવી તો શું, સિંહનું પણ પેટ ચીરી નાખી શકે છે.

કેટલીક વધુ વાતો:

 • શાહમૃગ દુનિયાનું મોટામાં મોટું જીવિત પક્ષી છે. લગભગ ૭ થી ૯ ફીટ ઉચું.
 • દુનિયામાં સૌથી મોટું ઈંડું શાહમૃગનું હોય છે. લગભગ ૬ ઇંચ લાંબુ. (મરઘીના ઈંડા કરતા ૧૨ ગણું મોટું.) આ ઈંડું એટલું મજબુત હોય છે કે ૧૧૦ કિગ્રા વજન ધરાવતો માણસ તેના પર ઉભો રહે તો પણ તૂટે નહી.
 • જો કે ઈજિપ્શિયન વલ્ચર નામે ઓળખાતું ગીધ શાહમૃગના ઈંડાને તોડવા માટે પત્થર વાપરે છે.
 • શાહમૃગ જમીન પરના બધા પ્રાણીઓમાં સૌથી મોટી આંખ ધરાવે છે – વધુ માં વધુ ૨ ઇંચ ની.
Advertisements

7 responses to “શાહમૃગવૃત્તિ – સાચી વાત કે ખોટી?

 1. શાહમૃગ વિશે સરસ માહિતિ.
  આપણાં મૂર્ધન્ય કવિ શ્રી મનોજ ખંડેરીયાની આ અછાંદસ રચના વાચતી વખતે તમને જરૂર શાહમૃગ નજર સમક્ષ તરવરવા લાગશે.

  http://tahuko.com/?p=9278

 2. સરસ રસપ્રદ માહિતી આપી જયભાઈ !

 3. ગુડ કલેકશન…આ ‘કેટલીક વધુ વાતો: ‘ માં બીજી વાતની ખુબ નવાઇ લાગી…કેવો છે કુદરતનો કરિશ્મા…!!!

 4. પુનઃ સ્વાગત સોહમભાઈ,
  વધુ નવાઈ લાગે એવી વાત: શાહમૃગ અત્યારે મોટામાં મોટું પક્ષી છે. પણ ન્યુઝીલેન્ડનાં નામશેષ થયેલા મોઆ પક્ષીઓ એનાથી પણ મોટું કદ ધરાવતા હતા-લગભગ ૧૨ ફીટ. મોઆ નાં ઈંડા ૯.૫ ઇંચ સુધી નું કદ ધરાવતા હતા. શાહમૃગના ઈંડા કરતા દોઢું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s