સાબુ અને ધર્મ (બંને બિનજરૂરી!!?)

એકવાર બે મિત્રો, એક સાબુનો વેપારી અને એક ધર્મપ્રચારક આંટો મારવા નીકળ્યા હતા. રસ્તામાં સાબુવાળો બોલ્યો, “આટઆટલા વર્ષોનો ધર્મપ્રચાર, આટઆટલી પ્રાર્થનાઓ, આટલા બધા ધર્મસ્થાનો, શાંતિ, સત્ય અને સારપના આટલા ઉપદેશો પછી પણ દુનિયાની દશા જૂઓ. કશું સુધર્યું?  જો ધર્મ સાચો હોય તો આવું કેમ બને? મને તો થાય છે કે આવા ધર્મનો કશો ઉપયોગ જ નથી.” પ્રચારક કંઈ બોલ્યો નહિ.

આગળ ચાલતા રસ્તામાં તેમણે એક બાળકને કાદવમાં રમતું જોયું જે આખું કાદવથી ખરડાયેલું હતું. પ્રચારકે કહ્યું, “મિત્ર, તું કહે છે કે સાબુથી સ્વચ્છતા આવે છે. પણ આ બાળકને જો. સાબુની શોધ થયાને દાયકાઓ વીતી ગયા. કંઈ કેટલાયે સાબુ બજારમાં આવે છે અને જાતજાતના સ્વચ્છતાના દાવા કરે છે. પણ દુનિયામાં આટલો બધો સાબુ હોવા છતાં આ બાળક કેટલું ગંદુ જ રહ્યું છે. મને નથી લાગતું કે સાબુ દુનિયાને જરાપણ ઉપયોગી હોય.” વેપારીએ વિરોધ કર્યો. “પણ આમાં સાબુનો શું દોષ છે? તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો સાબુ સ્વચ્છતા ક્યાંથી લાવી શકે?”

ધર્મપ્રચારકે કહ્યું,

એકદમ સાચું. હું પણ ખરેખર એમ જ માનું છું.

Advertisements

8 responses to “સાબુ અને ધર્મ (બંને બિનજરૂરી!!?)

 1. ધર્મ નો મર્મ બહુ ચાલાકી પૂર્ણ રીતે સમજાવી દીધો .

 2. બંને બિનજરૂરી !!
  સાબુથી માત્ર તન ધોવાઈ, પણ મન ન ધોવાઈ
  ધર્મનું આના જેવુ જ છે.ધર્મના ધાબળા ઓઢીલો અને અઢી વર્ષની ફૂલ જેવી બાળકીને કબાટમાં જીવતી સળગાવી નાખો.ભારતમાં કોઈ તમને હાથ નહીં લગાવે.

  • એમાં ધર્મનો શું વાંક? ધર્મ કહે છે કે એવું કરો? અનર્થ કરીને ધર્મના માથે ન ઓઢાડાય. હું ખૂન કરું ને ત્યારે મેં ssrathod લખેલો ધાબળો ઓઢ્યો હોય તો એ ખૂન રાઠોડભાઈએ કર્યું કહેવાય? હું એમ કહું કે આ તો રાઠોડભાઈએ કહ્યું એટલે ખૂન કર્યું તો ચાલે? તમે દાઝ્યા છો ધર્મના નામે છળતા ધતિંગ થી અને આપના દેશની ભ્રષ્ટ સિસ્ટમથી, તો એ સુધારવા શું થઇ શકે એ વિચારો. ગુસ્સો ધર્મ ઉપર શા માટે ઉતારો છો? એ તો માત્ર ગાઈડ કરે છે, તમે શું અર્થ કરો ને કેમ ચાલો એ ધર્મના હાથમાં ક્યા છે? છતાં તમને આ બન્ને વસ્તુ બિનજરૂરી લાગતું હોય તો નહાવાનું છોડી જુઓ. 🙂

   • ધર્મ જે કાલ્પનિક ઈશ્વર પર ટક્યો છે,તે ઈશ્વરના અસ્તિત્વ અંગે કોઈ ચોખ્ખી સ્પષ્ટતા ન હોય તો ધર્મનો કોઈ જ અર્થ નથી.ઈસ્લામમાં બકરાની બલી આપવાથી પૂણ્ય(નેકી) મળે છે,જ્યાંરે જૈન ધર્મમાં તેને હિંસા કહેવાય.એક પણ ધર્મ સીધા રસ્તા પર નથી.બધા ધર્મો ‘જો અને તો’ થી ટક્યાં છે.હું ધર્મનો વિરોધી નથી.જો એવુ જ હોત તો ઘણા ધાર્મિક બ્લૉગ્સ છે જ.મારુ જ સત્ય નથી,પણ સત્ય એ જ મારુ.જેમાં કોઇ સત્ય જ ન હોય તેને હું કેમ સ્વિકારુ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s